IndiaPolitics

લોકસભામાં રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદીની કરી બોલતી બંધ અને બતાવ્યો અરીસો

વિપક્ષી પાર્ટીઓ અવિશ્વાસ પ્રસ્તાવ ભલે હાર્યા હોય પરંતુ જે હકીકત સંસદમાં લાવવી હતી તે લાવીને રહ્યા અને મોદી સરકાર તેમની આ ચાલમાં ફસાઈ ગઈ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની જનવિરોધી નીતિઓની ટીકા કરી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા દરમિયાન લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ રાફેલ ડીલથી લઈને નોટબંધી, જીએસટી,બેરોજગારી, સૈનિકોનું સમ્માન, દોકાલામ, ખેડૂત આત્મહત્યા અને દેવા માફી જેવા મુદ્દે સરકારને ઘેરીને કઠઘરામાં લાવી દીધી હતી.

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાષણ આપ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી ને લઈને મારા મનમાં કે દિલમાં કોઈ ગુસ્સો નથી. એમને પ્રધાનમંત્રી મોદી ને કહ્યું કે તમારા દિલમાં જે પ્રેમ છે તે હું બહાર લાવીશ. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ભલે ભારતીય જનતા પાર્ટી મને કઈ પણ કહે પણ મારા દિલમાં કોઈ પણ ખોટી ભાવના કે ગુસ્સો નથી. આની પહેલા રાહુલ ગાંધીએ રાફેલ ડીલથી લઈને નોટબંધી, જીએસટી,બેરોજગારી, સૈનિકોનું સમ્માન, દોકાલામ, ખેડૂત આત્મહત્યા અને દેવા માફી જેવા મુદ્દે સરકારને ઘેરીને કઠઘરામાં લાવી દીધી હતી.

રોજગારી મુદ્દે ભાજપને ઘેરી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપીએ દેશને કેટલાય જુમલા આપ્યા છે. એમણે જુમલાઓને યાદ કરતા જણાવ્યું કે, પીએમ મોદી એ કહ્યું હતું કે ૧૫ લાખ રૂપિયા દરેકના ખાતામાં આવશે! એના પછી પીએમ મોદીએ કહ્યું હતું કે, બે કરોડ યુવાઓને દર વર્ષે નોકરી મળશે! પણ ખાલી ૪ લાખ યુવાનોને જ નોકરી મળી!, ચીના ૨૪ કલાકમાં ૫૦ હાજર યુવાનોને રોજગાર આપે છે અને તમે ૪૦૦ લોકોને ૨૪ કલાક માં રોજગાર આપો છો અને ક્યારેક તેમને પકોડા તળો આજ ભાજપાની બેવડી નીતિ છે.

રાફેલ સૌદાની સાચી હકીકત

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી જીએ કહ્યું હતુકે હું દેશનો ચોકીદાર છું, પ્રધાનમંત્રીના મિત્ર અમિત શાહના છોકરા જાય શાહની આમદની ૧૬ હજાર ગણી વધે છે પણ પ્રધાનમંત્રીના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો. રાફેલ સૌદામાં પ્રધાનમંત્રી મોદીને ઘેરતા તેમને કહ્યું કે યુપીએ એ કરેલા સૌદામાં રાફેલ હવાઈ જહાજ ની કિંમત ૫૨૦ કરોડ રૂપિયા પ્રતિ જહાજ હતી. પણ ખબર નથી શું થયું કે, પ્રધાનમંત્રી ફ્રાંસ ગયા અને જાદુ થી કિંમત ૧૬૦૦ રૂપિયા પ્રતિ જહાજ થઇ ગઈ. ડીફેન્સ મીનીસ્ટરએ કહ્યું કે હું દેશને પહેલા જહાજની કિંમત જણાવીશ પણ પછી તેમણે ચોખ્ખું જણાવ્યું કે હું આ આંકડો નઈ જણાવી શકું કારણ કે ફ્રાંસ અને હિન્દુસ્તાનની સરકાર વચ્ચે એક સીક્રેસી પેક્ટ છે. પણ મેં ખુદ જયારે આ વાત વિષે ફ્રાંસ ના રાષ્ટ્રપતિને પૂછ્યું તો તેમણે આવી કોઈ શરત નથી તેમ જણાવ્યું હતું!!

આગળ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આખાય દેશે અત્યારે જોયું છે કે મેં પ્રધાનમંત્રી વિષે ચોખ્ખે ચોખ્ખું કહ્યું છે અને પ્રધાનમંત્રી મારી સાથે નજર નથી મળવી રહ્યા! હકીકત એ છે કે પીએમ મોદી ચોકીદાર નથી પણ ભાગીદાર છે અને આ વાટ આવે જનતા પણ સમજી ગઈ છે. પરંતુ આ વાટ પર પ્રધાનમંત્રી મોદી રાહુલ ગાંધીના આ નિવેદન પર ખડખડાટ હસતા નજરે પડ્યા હતા.

વિદેશનીતિ માં ફેલ

પીએમ મોદીની વિદેશનીતિ પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, પીએમ મોદીએ ચીની રાષ્ટ્રપતિને ગુજરાતમાં હીચકા ખવડાવ્યા હતા પરંતુ પછી હજારો ચીની સૈનિક ભારતીય બોર્ડરમાં ઘુસી આવે છે! પ્રધાનમંત્રી ચીન જાય છે પરંતુ ચીન ચોખ્ખા શબ્દોમાં જણાવે છે કે ડોકાલામ પર વાટ ની થાય. આપણા સૈનિકોએ શક્તિ બતાવીને ચીનનો સામનો કર્યો પણ પીએમ મોદી વગર એજન્ડાએ ચીન જઈને કોઈ પણ વાત કર્યા વગર પાછા ફરે છે! પીએમ મોદીએ દેશના સૈન્ય સાથે દગો કર્યો છે.

જીએસટીએ દેશને બરબાદ કર્યો

જીએસટી ને લઈને રાહુલ ગાંધીએ જણવ્યું કે જીએસટી કોંગ્રેસ પાર્ટી લઈને આવી હતી અને એ વખતે ભારતીય જનતા પાર્ટીએ સખત વિરોધ કર્યો હતો અને પાર્લામેન્ટ ચાલવા નહોતી દીધી. અમે ઇચ્છતા હતા કે જીએસટી આવે, પેટ્રોલ ડીઝલ જીએસટીમાં આવે અને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે. પરતું ત્યારે જીએસટી ને પાસ થવાના દીધું અને અત્યારે પ્રધાનમંત્રી જે જીએસટી લાવ્યા છે તે પાંચ અલગ અલગ ભાગમાં જેને કારણે દેશના કરોડો ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા અને તમે કેટલાયને બરબાદ કરી નાખ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું સુરત ગયો હતો ત્યાં વેપારીઓએ કહ્યું કે પ્રધાનમંત્રી એ અમને સૌથી મોટી લપડાક મારી છે. આજે દેશમાં પાછલા સાત વર્ષની તુલનામાં સૌથી વધારે બેરોજગારી છે.

અસુરક્ષિત મહિલા

મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ જણવ્યું કે વિદેશોમાં અત્યારે ભારત ઇતિહાસમાં પહેલીવાર પોતાની મહિલાઓની રક્ષા નથી કરી શકતું! દેશમાં મહિલાઓપર ગેંગરેપ થાય છે, મહિલાઓ પર અત્યાચારનું પ્રમાણ વધી ગયું છે, વધુમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, આજે દેશમાં દલિત, આદિવાસી અને અલ્પસંખ્યકો ઉપર અત્યાચાર થઇ રહ્યા છે એમને માર મારવામાં આવી રહ્યો છે પણ પ્રધાનમંત્રીજી ના મોઢા માંથી એક શબ્દ પણ નીકળતો નથી પરંતુ તેનાથી ઉલટું તેમની સરકારના મંત્રી આવા ગુનેગારોને ફૂલ હાર પહેરાવે છે!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!