
છેલ્લા ઘણા સમયથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અને કઈ પાર્ટીમાં જોડાવાની અટકળો વહેતી થઈ છે. કહેવાય છે કે કોંગ્રેસમાં જોડાવું લગભગ લગભગ નક્કી માનવામા આવી રહ્યું છે. નરેશ પટેલ કોંગ્રેસ માં જ જોડાશે એ હજુ નક્કી નથી પરંતુ નરેશ પટેલ ના રાજકારણમાં આવવાનું નક્કી છે આ બાબતે તેમણે એક સર્વે પણ કરાવ્યો હતો. સુત્રોનું માનીએ તો સર્વે લગભગ પૂર્ણ થઈ ચૂક્યો છે. અને ટૂંક જ સમયમાં નરેશ પટેલ પ્રેસ કરીને જાણકારી આપશે કે કઈ પાર્ટી માં જોડાવું. પરંતુ સુત્રોનું માનીએ તો નરેશ પટેલ કોંગ્રેસ માં જોડાશે એ નક્કી જેવું જ છે. પરંતુ સત્તાવાર જાહેરાત બાદ જ આ ચર્ચા અને અટકળો સાચી ઠરશે. પરંતુ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને લલિત કગથરા અને લલિત વસોયા બંને ધારાસભ્યએ ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે અને સૂચક નિવેદન પણ આપ્યું છે. સાથે સાથે નરેશ પટેલ ને ચૂંટણી લડવા સુંધીની વાત પણ કહી દીધી છે.

આ વર્ષમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આમાં ગુજરાતની ચૂંટણી સૌથી મહત્વની છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં પોતાનો જનાધાર અને ગુમાવેલી વિશ્વસનીયતા પાછી મેળવવા માટે બનતા પ્રયાસો કરી રહી છે. તેને જોતા પાર્ટીની રાજ્ય એકમ અને રાજ્યના નેતાઓ પણ પોતપોતાના સ્તરેથી તૈયારીઓમાં લાગી ગયા છે. ગુજરાતમાં ઉદ્યોગપતિ અને પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસ પક્ષમાં લાવવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, નરેશ પટેલે હજુ સુંધી પોતે કઇ પાર્ટીમાં જોડાશે એ સ્પષ્ટ જણાવ્યું નથી પરંતુ કહેવાય છે કે તેઓ કોંગ્રેસ માં જ જોડાઈ શકે છે એ લગભગ લગભગ નક્કી જ છે. અને આ બાબતે ખુદ કોંગ્રેસના અગ્રીમ કક્ષાના નેતાઓ તેમની મળી ચુક્યા છે તેઓ પોતે પણ વિપક્ષ મજબૂત હોવો જોઈએ નું સૂચક નિવેદન આપ્યું હતું.

જણાવી દઈએ કે ભાજપે તો વિધાનસભાની તૈયારી શરૂ જારી નાખી છે ત્યારે કોંગ્રેસ દ્વારપાન વિધાનસભા માટેની તૈયારીઓ કરી નાખી છે. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સત્તાવાર શામેલ થશે એ નક્કી જેવું જ છે. અને હવે તેની માત્ર ઔપચારિક વાત જ રહી છે. પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે ગુજરાતમાં કામ કરશે અને ચહેરો હશે નરેશ પટેલ! એ લગભગ લગભગ નક્કી જ છે. સૂત્રો મુજબ જણાવવામાંઆવી રહ્યું છે કે પ્રશાંત કિશોરે વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવા માટે કોંગ્રેસ માં જોડાવા નો નિર્ણય કરી લીધો છે અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે કામ કરશે જ એ નક્કી થઈ ગયું છે તેમ જ સત્તાવાર રીતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે જે ટૂંક સમય માં જ થશે. સાથે સાથે નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાઈ જશે અને કોંગ્રેસ તેમને મુખ્યમંત્રીનો ચહેરો બનાવીને પ્રોજેકટ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રશાંત કિશોર દ્વારા કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. પ્રશાંત કિશોર ની ટીમના 500 લોકો ગુજરાતમાં આવી પહોંચ્યા છે અને સર્વે શરૂ કરી દીધો છે. જણાવી દઈએકે અમદાવાદથી જ સમગ્ર ગુજરાતમાં આ 500 લોકોની ટિમ અન્ય જિલ્લાઓનો પ્રવાસ કરશે. તેમજ કેટલાક લોકોને રહેવા માટે અને તમામ ઓપરેશનને ઓપરેટ કરવામાટે અમદાવાદમાં હેડક્વાર્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેના માટે અમદાવાદમાં જ ભાડા ઉપર મકાન પણ રાખવામા આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રશાંત કિશોરની આ ટિમ ગુપચુપ રીતે કોંગ્રેસ માટે સર્વે કરશે અને તેનો રિપોર્ટ તૈયાર કરીને પ્રશાંત કિશોરને સોંપશે ત્યાર બાદ કોંગ્રેસ સાથે ચર્ચા વિચારણા કરીને આગળની વ્યૂહરચના તૈયાર કરવાં આવશે.

જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસ દ્વારા કે દિલ્લી કોંગ્રેસ દ્વારા કોઈ પંબાબટે નિવેદન આપવામાં આવ્યું નથી. તેમજ પ્રશાંત કિશોર દ્વારા 500 લોકોની ટિમ ગુજરાત આવી છે અને કોંગ્રેસ માટે કામ કરશે તે બાબતે પણ કોઈપણ પ્રકારનું સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. અથવાતો કિશોરની ટિમ સ્વતંત્ર રીતે કામ કરી શકે અને કોઈપણ જાતની પાર્ટી નેતાઓ દ્વારા પણ અડચણ ના આવે એટલે આ બાબતે મૌન સેવાવવામાં આવી રહ્યુ છે તેમમાની શકાય છે. પરંતુ કોંગ્રેસ આ વખતે પૂરતા પ્રયત્નો કરશે કે સત્તામાં આવે અને સરકાર બનાવે. જેના માટે નરેશ પટેલ ને પણ શામેલ કરવા માટે કોંગ્રેસના પાટીદાર સહિત તમામ નેતાઓ દિવસ રાત એક કારી રહ્યા છે.

જો પ્રશાંત કિશોર અને નરેશ પટેલ કોંગ્રેસ માં સત્તાવાર શામેલ થઈ જાય તો કોંગ્રેસ સત્તામાં આવશે. અને કોંગ્રેસ ને ગુજરાતમાં લગભગ 20 વર્ષ બાદ સરકાર બનાવવામાં સફળતા મળી શકે છે. ભાજપ ને સૌથી મોટી નુકશાનીનો સામનો કરવો પડી શકે છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસ ને સત્તામાં લાવી શકવા સક્ષમ છે. પ્રશાંત કિશોર અને નરેશ પટેલ કોંગ્રેસ સાથે જ આવશે એ લગભગ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. અને કોંગ્રેસ દ્વારા આ બાબતની તૈયારીના ભાગરૂપે પ્રશાંત કિશોર ને અત્યારથી જ ગુજરાત મોકલી આપવામાં આવ્યા છે અને લગભગ 500લોકોની ટિમ સાથે પ્રશાંત કિશોરે ગુજરાતમાં ધામા નાખ્યા છે. આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટની રસાકસી ભરેલી હશે. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા પણ ગુજરાતના પ્રથમ હરોળના નેતાઓને દિલ્લી બોલાવી ગુપ્ત ચર્ચાઓ વિચારણાઓ કરી રહ્યા છે.



