IndiaPoliticsWorld

જમ્મુ કાશ્મીર થી આવી રહ્યા છે મોટા સમાચાર! જાણો! આર્મી કરી રહી છે આ તૈયારી!

ભારત દ્વારા જમ્મુ કાશ્મીર માંથી આર્ટિકલ 370 હટાવવામાં આવતાં પાકિસ્તાન દાઝેબળ્યું છે ભારતને દબાવવા અમેરિકા ચાઇના રશિયા જોડે આમપર્ક કરીને થાકી ગયું પરંતુ કોઈપણ દેશ આ આંતરિક મામલામાં દખલ કરવા માંગતો નથી. આ ઉપરાંત પાકિસ્તાનના પ્રધાનમંત્રી દ્વારા ભારત સાથેના દ્વિપક્ષીય વાર્તાલાભના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા સમઝોતા એકપ્રેસ રોકી દેવામાં આવી છે તેમજ ભારતની દરેક બોર્ડર શીલ કરી નાખી છે, એરસ્પેસ પણ બંધ કરી દીધા છે. પરંતુ પાકિસ્તાનના આ પગલાંઓથી ભારતને કોઈ ફરક પડતો નથી નુકશાની પાકિસ્તાનને જ છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાનના આ ખોટા પગલાં ને કારણે પાકિસ્તાનમાં ઈદના દિવસે જરૂરી ચીજવસ્તુઓના ભાવ ઊંચકાઈ ગયા છે જેના લીધે તહેવારના દિવસે લોકો પરેશાન છે. વ્યાપારિક સંબંધો પણ તોડી નાખવાના કારણે ભારત તરફથી પાકિસ્તાનમાં કોઈ વ્યાપાર ના થવાથી આગામી દિવસોમાં પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેમજ પાકિસ્તાન પર આર્થિક સંકટ પણ આવી શકે છે. તોય હજુ રસ્સી જલ ગઈ પર બલ નહીં ગયા તે કહેવત પ્રમાણે પાકિસ્તાન અકડ છે. ભારતીય આર્મી દ્વારા બોર્ડર પર આજે ઈદના તહેવાર નિમિતે મીઠાઈ આપનો પ્રસ્તાવ મોકલ્યો પરંતુ પાકિસ્તાન દ્વારા હજુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

સાથે સાથે પાકિસ્તાન તેની નાપાક હરકતો તો કરાઈ જ રહ્યું છે. બોર્ડર પર આર્મી અને વાયુસેનાને એલર્ટ કરી દીધા છે તેમજ લદાખ પાસે સરકાડુંમાં પાકિસ્તાન વાયુ સેના દ્વારા ફાઇટર જેટ ખડકી દેવામાં આવ્યા છે અને ફરી ભારત પર જમ્મુ કાશ્મીર મુદ્દે દબાવ બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ ભારતના હાઈકમિશ્નરને પણ પાકિસ્તાનથી ભારત પરત મોકલી આપવામાં આવ્યા છે. પાકિસ્તાનની આ તમામ નાપાક હરકતો પર ભારત કડી નજર રાખી રહ્યું છે પાકિસ્તાન દ્વાર ઉઠાવવમાં આવતા પગલાના કારણે ભારતે પણ તમામ તૈયારીઓ કરી રાખી છે. ભારતીય આર્મીની તમમાં વિંગ એલર્ટ પર છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ જમ્મુ કાશ્મીર માં હલાત સામાન્ય બની રહ્યા છે ધીમે ધીમે એક એક જિલ્લા માંથી 144 કલમ હટાવવમાં આવી રહી છે. આજના દિવસે જમ્મુ કાશ્મીર માં લાખો લોકોએ ઇદની નમાજ અદા કરી. અંગ્રેજી ચેનલ બીબીસી દ્વારા કાશ્મીરમાં હિંસાનો વિડીયો અને સમાચાર બતાવવામાં આવ્યા હતાં પરંતુ સરકાર તરફે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કાશ્મીરમાં કોઈપણ પ્રકરની હિંસા કે વિરોધ પ્રદર્શનો થયા નથી. સંપૂર્ણ શાંતિ અને સોહાર્દનો માહોલ છે. ઇદ ના તહેવારના કારણે બજારોમાં રોનક છે અને જનજીવન સામાન્ય બન્યું છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

ભારત દેશ શાંતિ અને અમન પ્રિય દેશ છે ભારત દેશ તેના પાડોશીઓ સાથે શાંતિપૂર્વ સંબંધો ઈચ્છે છે આ માટે ભારતીય આર્મી દ્વારા આજે ઈદના દિવસે બાંગ્લાદેશ સરહદ પર બાંગ્લાદેશી આર્મીને પણ મીઠાઈ આપીને ઈદ મુબારક કહ્યું. ભારતીય આર્મી દ્વારા પાકિસ્તાની આર્મીને પણ મીઠાઈ અને મુબારક બાદ આપવાનો પ્રસ્તાવ મોકલ્યો પરંતુ પાકિસ્તાન આર્મી દ્વારા આ બાબતે હજુ કોઈ જવાબ આપ્યો નથી. પાકિસ્તાનમાં ડેવિસ કપ યોજાવા જાઇ રહ્યો છે ત્યારે પાકિસ્તાનના આવા વર્તન વ્યવહારના કારણે પાકિસ્તાનમાં ભારતીય ટીમ ડેવિસ કપ માં ભાગ લે છે કે કેમ એ જોવું રહ્યું.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ગત 4 ઓગસ્ટના રોજ ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી લીધી હતી અને જમ્મુ કાશ્મીરને બે રાજ્યોમાં વહેંચી દેવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીર અને લદાખ. ત્યાર બાદ બંને રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશ બનશેની જાહેરાત કરવાં આવી હતી જેમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાનું ગઠન થશે અને લદાખમાં વિધાનસભાનું ગઠન કરવામાં નહીં તેનો તમામ વહીવટ કેન્દ્ર સરકાર હસ્તક રહેશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!