IndiaPolitics

ઝારખંડ માં ભાજપને બહુમતીમાં સરકાર બનાવતાં કોઈ રોકી શક્યું ના હોત જો ભાજપે…

ઝારખંડ માં વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાજપે કશું જ બાકી રાખ્યું નોહતું. પોતાની તમામ તાકાત ઝોકી દીધી હતી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઝારખંડમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા હતા. તો કાર્યકારી પ્રમુખ જે.પી નડ્ડા પણ ઝારખંડની તમામ ગતિવિધિઓ પર નજર બનાવીને બેઠા હતાં. ક્યાંય કોઈ કસર બાકી ના રહે તેવું પણ ભાજપે રાજ્ય એકમને જણાવી દીધું હતું. પરંતુ તોય ભાજપને જોઈએ તેવું પરિણામ ના મળ્યું. ભાજપ દ્વારા ઝારખંડ માટે અબકી બાર 65 પારનું સ્લોગન આપવામાં આવ્યું હતું. પરંતુ આ સ્લોગનના અડધી સીટ પર પણ ભાજપ પહોંચી શક્યું નોહતું!

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

એનું કારણ માત્રને માત્ર રઘુવર દાસનો ઘમંડ કહી શકાય. ઝારખંડમાં પ્રધાનમંત્રી મોદીની છબી રાઘુવર દાસના કારણે બગડી હોય તેમ કેટલાક રાજકીય પંડિતો જણાવી રહ્યા છે. જે આજશું ભાજપનું વર્ષોથી સહયોગી રહેલું અને જેના કારણે રઘુવર દાસ છેલ્લા પાંચ વર્ષથી મુખ્યમંત્રી બની સરકાર ચલાવતા હતા તે આજસુ પાર્ટી સાથે સંબંધોમાં કડવાશ આવી. અને પરિણામે આજશું એ ભાજપ સાથે ગઢબંધન કર્યા વગર એકલે હાથે લડવાની જાહેરાત કરતાં પહેલાં જ પોતાના કેન્ડીડેટ ભાજપ સામે ઉતારી દીધા હતા. આજશુંની સાથે ભાજપનું ગઢબંધન હોત તો આજે ઝારખંડમાં ભાજપની સરકાર હોટ એ નક્કી એના પણ ઘણા તારણો રાજકીય વિશ્લેષકો દ્વારા કાઢવામાં આવ્યા છે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને આજશુંનું ગઢબંધન યથાવત રહેત અને તેમની સાથે કેન્દ્રીય કેબિનેટ મંત્રી રામવિલાસ પાસવાનની લોજપાનું પણ ગઢબંધન થઈ જાત તો ભાજપ ગઢબંધન આસાનીથી બહુમતી સુંધી પહોંચી જાત એટલું જ નહીં ભાજપનો અબકી બાર 65 પારનો નારો પણ સાચો સાબિત થઈ જાત. ભાજપ ગઢબંધન 65 પહોંચી જાત અને ભાજપ એકલે હાથે મેજોરીટી મેળવી શકી હોત. કરણ કે દરેક સીટ પરના આંકડા જોવા જઈએ તો લોજપા અને આજશું એ ભાજપના ઘણી જગ્યાએ વોટ કપાય છે જેમાં સૌથી વધારે આજશુએ. લોજપાને બાજુએ મૂકી ભાજપ માત્ર આજશું સાથે ફરી ગઢબંધનમાં હોત તો આજે સત્તા માં હોત.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

હાલના ચૂંટણી પંચના આંકડા પાર નજર કરીએ અને ભાજપ તથા આજશુંના વોટશેર જોઈએ તો બંને પક્ષોએ મળીને 41.5% જેટલો વોટશેર કબજે કરેલો છે. અને ઝામુમો, કોંગ્રેસ અને રાજદના વોટશેર મેળવવીએ તો માત્ર 35.25% જેટલા થાય છે. મતલબ સાફ છે જો ભાજપ અને આજશું એકસાથે લડ્યા હોત તો ઝામુમો ગઢબંધનને 30 જેટલી સીટ માંડ માંડ મળેત. પરંતુ આ માત્ર ગણિત છે જો ભાજપ અને આજશું સાથે લડ્યા હોત તો ભાજપને ફરી સત્તામાં આવતાં કોઈ રોકી શકે એમ નોહતું. એ પણ એક હકીકત છે. ભાજપ અને આજશું સાથે લડ્યા હોત તો બંને પક્ષો 50 સીટ સુંધી આરામથી પહોંચી જાત અને સામે જેએમએમ અને કોંગ્રેસની સીટોમાં મોટો ઘટાડો થાત.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપની આ ભૂલનો ફાયદો ઝારખંડ મુક્તિ મોરચા ના નેતૃત્વમાં બનેલ ઝામુમો-કોંગ્રેસ-આરજેડી ગઠબંધનને 47 સીટ પર સ્પષ્ટ બહુમતી સુંધી લઈ ગઈ અને ભાજપને 25 સીટ પર થોભાવી દીધી. મુખ્યમંત્રી રઘુવર દાસનો અહંકાર અને ઘટતી જતી પોપ્યુલારીટીને કારણે ભાજપના ટોપ નેતાઓ હાર્યા જેમાં ખુદ મુખ્યમંત્રી રઘુવર દાસ પોતે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા પણ શામેલ છે. જેમાં મુખ્યમંત્રી 17,000 જેટલા વોટથી હાર્યા જે સીટ પર તેઓ લગભગ ચાર ટર્મથી ચૂંટાઈ આવતાં હતાં. ઝારખંડમાં ભાજપની પડતી માટે રાજકીય પંડિત રાઘુવર દાસને માને છે પરંતુ જે અવરોધ અહંકાર અને અભિમાને આજશું સાથે ગઢબંધનના થવા દીધું આ તેની હાર છે.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

જો કે ભાજપનું આટલું ખરાબ પ્રદર્શન ક્યારેય જોવા મળ્યું નથી જેમાં ટોપ કેડર હારી ગઈ હોય. જેમાં ખુદ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષનો સમાવેશ થાય છે. સીએમ રઘુવર દાસને જમશેદપુર ઇસ્ટથી પાર્ટીના જ બાગી નેતા સરયૂ રાયે હરાવ્યા છે. સરયૂ રાયે ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી રાઘુવર દાસ સાથે મતભેદ થતાં પાર્ટી છોડી હતી અને રાઘુવર દાસ સામે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જે બાદ તેઓ ચૂંટણી લડ્યા અને રાઘુવર દાસને 17000 જેટલા મતથી હરાવ્યા હતા. ભાજપની આ હાર માટે મુખ્યમંત્રી રઘુવર દાસનો અહંકાર અને જડતાભર્યું વલણ તેમજ સ્થાનિક મુદ્દાની અવગણના માનવામાં આવી રહી છે.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!