IndiaPolitics

બીજેપી નેતાએ દલીત આરક્ષણનો કર્યો વિરોધ અને સવર્ણોને આર્થીક આધાર પર આરક્ષણ ને કર્યું સમર્થન

બીજેપી નેતા સીપી ઠાકુરે દલીત આરક્ષણનો કર્યો વિરોધ અને સવર્ણોને આર્થીક આધાર પર આરક્ષણ ને કર્યું સમર્થન

ભાજપના વરિષ્ઠ નેતા સી.પી. ઠાકુરએ દલિત આરક્ષણનો વિરોધ કર્યો અને સવર્ણ જાતિ માટે આર્થિક આધાર પર અનામતની તરફેણ કરી. તેમણે જણાવ્યું હતું કે સવર્ણોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જો કે કેન્દ્ર સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ નહિ ધરે તો દેશમાં નવી સમસ્યા ઊભી થશે.

પટણા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સીપી ઠાકુરે રવિવારે જણાવ્યું હતું કે દલિતોને માત્ર નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં બે પેઢી સુંધી જ આરક્ષણ આપવું જોઇએ, અને તેના પછી આરક્ષણ આપવું ના જોઈએ. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઠાકુરે જણાવ્યું હતું કે, “દલિત આઈએએસ અધિકારીના પુત્રને નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ ન ​​આપવો જોઈએ”

આ પ્રથમ વખત નથી જ્યારે સી.પી. ઠાકુરએ દલિતોને અનામત આપવાનો વિરોધ કર્યો છે. આ પહેલાં પણ તેઓ આરક્ષણ ખતમ કરવાની તરફેણમાં નિવેદનો આપી ચુક્યા છે. સીપી ઠાકુરે સવર્ણો માટે આર્થિક ધોરણે અનામતની તરફેણ કરી છે. તેમણે કહ્યું કે જે ગરીબ સવર્ણ જાતી છે તેમને આરક્ષણનો લાભ મળવો જોઈએ. સી.પી. ઠાકુરે જણાવ્યું હતું કે સવર્ણોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જો કે કેન્દ્ર સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ નહિ ધરે તો દેશમાં નવી સમસ્યા ઊભી થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!