GujaratIndiaPolitics

કેજરીવાલ એ ગુજરાતમાં મફત મફતની લ્હાણી કરી અને દિલ્લીમાં લોકોને માંગતા કરી દીધા!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ ની પાર્ટી આમ આદમી પાર્ટી પણ ઝંપલાવવા જઈ રહી છે. જેના કારણે કેજરીવાલ ના ગુજરાતમાં આંટા ફેરા વધી ગયા છે. દરવખતે જ્યારે જ્યારે કેજરીવાલ ગુજરાત ઓરવસે આવે છે ત્યારે નવી નવી જાહેરાતો કરતા જાય છે અને એ પણ મફત ની. કેજરીવાલ ની જાહેરાતો બાદ ભાજપ અને કોંગ્રેસ માટે મફત ની લ્હાણી કરવી મુશ્કેલ બની ગઈ છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ વર્ષોથી ગુજરાતમાં રાજકારણ કરે છે ગુજરાતની સ્થિતિથી વાકેફ છે શું મફત આપવું અને શું નહીં એ બંને સારી રીતે જાણે છે એટલે બંને ઓરતી દ્વારા જે નિષ્ઠાપૂર્વક આપી શકાય તેવી જ જાહેરાત કારવામાં આવી છે પરંતુ કેજરીવાલ દ્વારા વીજળી થી માંડીને નોકરીના વચનો આપી દેવામાં આવ્યા છે.

કેજરીવાલ દ્વારા ગુજરાતની મુલાકાત સમયે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ, ખેતી માટે 12 કલાક વીજળી, ગુજરાતમાં સરકાર બન્યાના ત્રણ મહિના પછી ઝીરો વીજળી બિલ આવશે અને તમામ જૂના બિલ માફ કરવામાં આવશે. દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. એટલું જ નહીં દિલ્હીના સીએમએ ગુજરાતના ખેડૂતો માટે 6 ગેરંટીની જાહેરાત કરી હતી. “પ્રથમ ગેરંટી, જો કોઈ ખેડૂત એમએસપી પર પાક વેચવા માંગે છે, તો સરકાર તેને ખરીદશે. અમે તેની શરૂઆત 5 પાકો (ઘઉં, ચોખા, ચણા, કપાસ અને મગફળી)થી કરીશું, પછી ધીમે ધીમે તેને વધારીશું. ખેડૂતોને દિવસમાં 12 કલાક વીજળી.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું, “બીજી ગેરંટી ખેડૂતોને ખેતી માટે દિવસમાં 12 કલાક વીજળી આપશે. ત્રીજી બાંયધરી, જમીનોના જૂના સર્વે રદ કરવામાં આવશે, ખેડૂતો પાસે નવો સર્વે કરવામાં આવશે. ચોથી ગેરંટી, પાક નિષ્ફળ જવાના કિસ્સામાં પ્રતિ એકર 20 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. પાંચમી ગેરંટી નર્મદા ડેમના કમાન્ડ એરિયાના દરેક ખૂણે-ખૂણે પાણી પહોંચાડશે. છઠ્ઠી ગેરંટી, ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે. ગુજરાતમાં જાણે મફતની લ્હાણી કરતાં હોય એમ જાહેરાતો કરી નાખી પરંતુ હકીકત અલગ જ હોય છે. દરેક પાર્ટી સત્તામાં આવવા મફતની જાહેરાતો કરે અને સત્તામાં આવ્યા બાદ જનતાને ચૂસી નાખે. દિલ્લીમાં પણ કૈંક આવું જ બન્યું છે.

દિલ્લીમાં કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

આવી મોટી મોટી જાહેરાતો ગુજરાતમાં કરી પરંતુ દિલ્લીમાં લોકોને માંગતા કરી નાખ્યા. હવે દિલ્હીમાં માંગ પર જ મફત વીજળી મળશે. દિલ્હીમાં મફત વીજળી ફક્ત તે જ લોકોને મળશે જે તેની માંગ કરશે. દિલ્હી સરકારે વીજળી પર ચાલતી તેની સબસિડી યોજનામાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી દિલ્હી સરકાર દિલ્હીમાં બધાને 200 યુનિટ સુધી મફત વીજળી આપે છે અને 201 થી 400 યુનિટ સુધી વીજળીના વપરાશ પર છૂટ (સબસિડી) આપે છે. પરંતુ 1 ઓક્ટોબરથી આ સુવિધા માત્ર એપ્લાય કરનારાઓને જ મળશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

પોતાની સરકારના નિર્ણય ને લોકોની ઈચ્છા અને નિર્ણય બતાવી ને કહ્યું કે, દિલ્હીવાસીઓની માંગ પર સરકારે નિર્ણય લીધો છે કે 1 ઓક્ટોબરથી માત્ર માંગનારાઓને જ વીજળી પર સબસિડી મળશે. તમારે આ માટે અરજી કરવાની રહેશે. સબસિડી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે દિલ્હીવાસીઓની માંગ પર સરકારે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કેટલાક લોકોની માંગ હતી કે અમે વીજળીનું બિલ આપી શકીએ. તેમની માંગ એવી હતી કે તેમને સબસિડી લેવા અથવા છોડવાનો વિકલ્પ આપવામાં આવે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

તેથી બુધવારથી વીજળી પર સબસિડી માટેની અરજી શરૂ થઈ રહી છે. જેઓ જે મહિનામાં અરજી કરે છે તેમને તે મહિનાથી જ સબસિડી મળશે. ઉપરાંત, દરેક વ્યક્તિએ દર વર્ષે એક વખત ફોર્મ ભરીને સબસિડી માંગવાની રહેશે, જેથી જેઓ સબસિડી ન માંગતા હોય તેમને સબસિડી છોડવાની તક મળી શકે. કેજરીવાલે કહ્યું- મને આશા છે કે જે લોકો વીજળીનું બિલ ચૂકવી શકે છે, તેઓ બિલ આપશે અને જેમને તેની જરૂર નથી, તેઓ તેમની સબસિડી છોડી દેશે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!