GujaratPolitics

પેટાચૂંટણીમાં હાર બાદ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ના નામે વાઈરલ થયો કાર્યકરનો પત્ર.

પેટાચુંટણીમાં કરારી હાર બાદ કોંગ્રેસ કાર્યકરોમાં નિરાશા અને હતાશા છવાઈ ગઈ છે ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. જે બાદ અમિત ચાવડા ના નામે સોશિયલ મીડિયામાં એક લેટર ફરી રહ્યો છે. પેટાચૂંટણીમાં હાર બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિરાશ થવાની જરૂર નથી, પક્ષપલટો કરનારને લોકો જવાબ આપશે તેવી આશા હતી. લોકશાહી અને સંવિધાન બચાવવા લડત લડતા રહીશું. કોંગ્રેસના કાર્યકર્તાઓને સલામ કરૂ છું.

વધુમાં અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, મતદારોએ જે કઈ મદદ કરી તે માટે આભાર માનુ છું. કોંગ્રેસ સત્તા માટે ક્યારેય કામ નથી કરતી. કોંગ્રેસ સિદ્ધાંતો માટે જ કામ કરે છે. જનતાએ આપેલા જનાદેશને સ્વીકારીએ છીએ. વિજેતા ધારાસભ્યોને અભિનંદન પાઠવીએ છીએ. આગામી સમયની રણનીતિ પર વિચાર કરીશું. હારના કારણોનો વિગતવાર અભ્યાસ કરીશુ. આ સાથે તેમણે હારની જવાબદારી સ્વીકારતા રાજીનામું આપવાની પણ તૈયારી દર્શાવી હતી. જે બાદ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ના નામે સોશિયલ મીડિયામાં એક પત્ર વાઈરલ થઈ રહ્યો છે.

અમિત ચાવડા
ફોટો સોશિયલ મીડિયા

પ્રતિ શ્રી,
અમીત ચાવડા,
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ.

હમણાં જ મિડિયામાં સમાચારમાં જાણ્યું કે પેટા ચૂંટણીમાં 8 બેઠકો પર અપેક્ષા કરતાં વિપરીત પરિણામ આવ્યા છે કોંગ્રેસની હાર થતા તમે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે.. એક કાર્યકર તરીકે જ્યાં સુધી હું આપને જાણું છું ત્યાં સુધી તમે દરેક નાની ચૂંટણીને પણ ગંભીરતાથી લડનારા અને માઈક્રો લેવલનું મેનેજમેન્ટ કરનારા નેતા છો.. તમારા કાર્યકાળમાં કોંગ્રેસના કાર્યકરોને સૌથી વધારે માન-સમ્માન, કદર અને મહત્વ મળ્યું છે અને તેથી જ કાર્યકરો ઉત્સાહથી દરેક પ્રકારે સહભાગી બની પક્ષ માટે કામ કરવા કાયમ તૈયાર રહે છે.

અમિત ચાવડા
ફોટો સોશિયલ મીડિયા

આ પરિણામ માટે શું માત્ર આપ જ જવાબદાર છો?

જો પેટા ચૂંટણીની હારની જવાબદારી સ્વીકારીને પ્રમુખ તરીકે તમે રાજીનામુ આપતા હોવ તો સમાન જવાબદાર તરીકે તમામ બેઠકના પ્રભારીઓ, આપના સમકક્ષ હોદ્દેદાર અને પ્રભારી શ્રી એ પણ રાજીનામુ આપું જોઈએ.. જવાબદારી સૌની હોય માત્ર એકની નહીં. આપનું રાજીનામુ કાર્યકરો માં હતાશા અને નિરાશા ભરવાનું કામ કરશે.

અમિત ચાવડા
ફોટો સોશિયલ મીડિયા

કહેવત છે કે મારી ખાય ભગલો અને જશ ખાંટે જગલો એવી જ હાલત આપણે ત્યાં છે.. પક્ષ માટે સર્વસ્વ આપી નિષ્ઠાથી કામ કરનારા તમારા જેવા નેતાને ગત વર્ષે આવા સમયે 3 વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત ટાણે કે નગરપાલિકાઓ ભાજપ જોડેથી આંચકી ત્યારે કોણ જશ આપવા આવેલું? જો ટિકિટ અપાવી ઉમેદવારોની પસંદગી વખતે મોટી મોટી વાતો કરીને જવાબદારી લેનારા નેતાઓ, પ્રભારીઓ હાર થાય ત્યારે ગાયબ છે તો દોષનો ટોપલો માત્ર તમારા માથે જ કેમ? પ્રદેશનું સંગઠન દિલ્લીથી મંજુર થતું હોય છે તો એમાં પણ તમને એકલા મૂકી દેવામાં આવે અને સંગઠન વગર જ તમારે લડતું રહેવું પડે ત્યારે આ હાલતમાં તમારો વાંક શું?

અમિત ચાવડા
ફોટો સોશિયલ મીડિયા

જો જશ લેનારા, પક્ષને બ્લેકમેલ કરી માનીતાઓને ટિકિટ અપાવનારા અને અન્ય જવાબદાર નેતાઓ પોતાની ફરજ સમજીને રાજીનામુ નથી આપતા તો તમારે પણ રાજીનામુ આપવાની જરૂર નથી.. એક નિષ્ઠાવાન આગેવાનની અમારે જરૂર છે, કોઈ એવા બેજવાબદારમાંથી કોઈ નથી જોઈતું..

પેટા ચૂંટણી, અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

હાર જીત રાજકારણનો એક ભાગ છે, પ્રદેશ કોંગ્રેસને આપના જેવા પ્રમુખની અને નેતૃત્વની આવનારા સમયમાં વધારે જરૂર પડવાની છે, આવા સમયે આપનું રાજીનામાં વિશે વિચાર કરવો પણ અયોગ્ય છે. હું અને મારા જેવા લાખો કાર્યકરો ગમે તેવા કપરા સમયમાં પક્ષ અને આપની સાથે છે અને મને વિશ્વાસ છે કે આપણે આપણાં ગુજરાતને જલ્દીથી આઝાદ કરાવીશું, આપ પ્રમુખ તરીકે અમને માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડતા રહો તે જ અમારી માંગણી છે. -એક કાર્યકર

Show More

Related Articles

Back to top button