
જસદણમાં જામ્યો ચુંટણી જંગ, અવસર નાકિયા એ આપી કુંવરજીને ચેલેન્જ.
હાલ તો જસદણમાં ચુંટણી જંગ જામ્યો છે અને સામ સામે નિવેદનો અને આક્ષેપ બાજી ચાલી રહ્યા છે ત્યારે જનતાને પણ મઝા આવવા લાગી છે. જસદણમાં હાલ એક તહેવાર જેવું વાતાવરણ સર્જાવા પામ્યું છે.
હા તો હવે આપણે મુદ્દા પર આવીએ તો વાત એમ છે કે કુંવરજીભાઇના નિવેદન કે, “કોંગ્રેસને મે જ કહ્યું હતું કે અવસરને ટીકીટ આપો” કુંવરજીના આ ધડાકાએ રાજકીય ગરમા ગરમી પકડી છે અને આ વચ્ચે અવસરભાઈ એ કુંવરજીભાઈને ચેલેન્જ આપી દીધી છે.
એટલે કે, કુંવરજી બાવળિયા એ કહ્યું કે, મેં જ કોંગ્રેસને કીધું હતું કે અવસરને ટીકીટ આપજો. કુંવરજી એ કહ્યું કે અવસરને સરપંચ થી માંડીને જિલ્લા પંચાયત સુંધી લાવનાર જ હું છું. હું બીએ પાસ એ સાત ચોપડી પાસ એ શું મારી સામે લડશે!! અને વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસને મેં જ કહ્યું કે અવસરને ટીકીટ આપજો એટલે મારે બઉ વધારે મહેનત કરવી ના પડે!! જોકે કુંવરજીના આ ધડાકો મોટું સ્વરૂપ લે તે પહેલાં જ અવસર નાકિયા એ આ અંગે ઘટસ્ફોટ કરીને કુંવરજીભાઈને પડકાર ફેંક્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ કુંવરજી બાવળીયાની આવી તમામ વાતોનું ખંડન કર્યું હતું તેમજ તેમણે આરોપ પણ લગાવ્યો કે ભાજપ અને કુંવરજી દ્વારા જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે અવસર નાકિયા એ કુંવરજી બાવાળીયાને પડકાર આપ્યો કે, તેઓ ખરેખર સાચા હોય અને સાચું બોલી રહ્યા હોય તો તેમણે જેમની સાથે વાત કરી હોય તે કોંગ્રેસના નેતાનું નામ જાહેર કરે. વધુમાં અવસર નાકિયા એ કહ્યું કે, કુંવરજીભાઇ કોંગ્રેસમાં હતા ત્યારે તેમનું ચાલતું હતું. હવે એમનું કશુંય ચાલે એમ નથી. ભાજપમાં પણ તેમનું વધારે કાંઈ ચાલશે નહીં.
ઉલ્લેખનીય છે કે જસદણમાં ચુંટણી જંગ જામ્યો છે આક્ષેપ પ્રતિઆક્ષેપનો સમય શરૂ થઈ ગયો છે 20 તરીખ સુંધી જનતા ગેલમાં છે ને મોજમાં છે કે રોજ કઈંક નવું સાંભળવા મળશે અને અમેય પણ રોજ નવું કઈંક પીરસતા રહીશું તમે બસ વાંચતા રહેજો અને હા બીજાને વાંચવા માટે શેર કરતા રહેજો…




2 Comments