GujaratPolitics

પંજાબના ચાણક્યને ગુજરાતની જવાબદારી! કેજરીવાલ માચાવશે ધમાલ??

ગત 10મી માર્ચના રોજ દેશના પાંચ રાજ્યો ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશ ના વિધાનસભા પરિણામ આવ્યા જેમાં ચાર રાજ્યોમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પછી ફરી અને એક રાજ્ય પંજાબ માં આમ આદમી પાર્ટી પ્રથમ વખત સરકાર બનાવવા જઇ રહી છે. કેજરીવાલ ની આપ ધીમે ધીમે એક બાદ એક રાજ્યમાં પોતાનો જાદુ ચલાવી રહી છે. પહેલાં દિલ્લીમાં સરકાર બનાવી પછી ફરીથી દિલ્લીમાં બહુમતી સાથે સરકાર બનાવી અને હવે પંજાબમાં પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે હવે અન્ય રાજ્યોમાં પણ આપના કાર્યકરો જોશ અને જુસ્સા સાથે લડવા જઈ રહ્યા છે. હોવી ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે કેજરીવાલની આપ પણ લડશે એમ બે મત નથી.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

પંજાબની ભવ્ય સફળતા બાદ આમ આદમી પાર્ટી દેશના દરેક રાજ્યોમાં ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે ત્યારે સૌથી પહેલા ગુજરાતમાં પફયોગ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉતરવાની તૈયારી કરી રહી છે. આ માટે પંજાબમાં ભવ્ય સફળતા અપાવનાર ને ગુજરાતની કમાન સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ દ્વારા તેમને પંજાબથી રાજ્યસભા પણ મોકલવામાં આવી રહ્યા છે. વાત છે આમ આદમી પાર્ટીમાં કોર સદસ્ય અને વ્યૂહરચનાકાર સંદીપ પાઠક ની. સંદીપ પાઠક આમ આદમી પાર્ટીમાં પરદા પાછળનો અવવો ચહેરો છે જેણે પંજાબમાં નામુમકીન ને મુમકીન બનાવી આપ્યું. હવે આજ વ્યૂહરચનાકાર સંદીપ પાઠક ને ગુજરાતની જવાબદારી આપવામાં કઅવી છે.

ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, પાટીલ, પેટા ચૂંટણી, ભાજપ, પાટીલ, પેટાચૂંટણી, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે આ સાથે પંજાબમાં રાજ્ય સભા ચૂંટણી પણ આવી રહી છે. પંજાબની પાંચ રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મોટી બહુમતી સાથે આવેલી આમ આદમી પાર્ટીની પાંચેય બેઠકો પર જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. રાજ્યસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેના તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પંજાબ AAPના પ્રભારી રાઘવ ચઢ્ઢા, ક્રિકેટર હરભજન સિંહ, વ્યૂહરચનાકાર સંદીપ પાઠક, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)ના સ્થાપક અશોક મિત્તલ અને ઉદ્યોગપતિ સંજીવ અરોરાને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

કોણ છે સંદીપ પાઠક?: સંદીપ પાઠકને તેની મહેનતનું વળતર મળ્યું છે. સંદીપ અરવિંદ કેજરીવાલની કોર ટીમનો મુખ્ય સભ્ય છે અને IIT દિલ્હીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. પંજાબમાં AAPની જીતમાં પડદા પાછળ સંદીપ પાઠકે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. સંદીપ ઘણા વર્ષોથી AAP માટે વ્યૂહરચનાનું કામ કરી રહ્યા છે અને પંજાબમાં પણ તેમણે AAP માટે અનોખી વ્યૂહરચના બનાવી હતી, જેનો વિરોધ પક્ષોને કોઈ બ્રેક નહોતો. પંજાબમાં સંદીપ શાંતિથી કામ કરતો હતો અને લાઈમલાઈટથી દૂર રહ્યો હતો. કહેવાય છે કે ઉમેદવારોની પસંદગીથી લઈને મેનિફેસ્ટો બનાવવા સુધી સંદીપ પાઠકની મહત્વની ભૂમિકા હતી. પંજાબમાં આમ આદમી પાર્ટીની મોટી જીત માટે અરવિંદ કેજરીવાલ સંદીપ પાઠકની પણ પ્રશંસા કરી હતી.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

પ્રશાંત કિશોર સાથે કામ કર્યું: પાઠકે આઈઆઈટી દિલ્હીમાંથી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું અને તે પછી તેણે ઘણા વર્ષો સુધી વિદેશમાં કામ કર્યું. વિદેશથી પરત ફર્યા બાદ સંદીપ આમ આદમી પાર્ટીમાં વ્યૂહરચનાકાર તરીકે જોડાયા અને પંજાબમાં AAP માટે કામ કરવાનું શરૂ કર્યું. સંદીપે ભૂતકાળમાં ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે પણ થોડા સમય માટે કામ કર્યું હોવાનું કહેવાય છે. સંદીપ પાઠક ઉપરાંત, આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પ્રવક્તા રાઘવ ચઢ્ઢા, ક્રિકેટર હરભજન સિંહ, એલપીયુના સ્થાપક અશોક મિત્તલ અને ઉદ્યોગપતિ સંજીવ અરોરાને પણ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માન સરકાર હરભજન સિંહને રમત સાથે જોડાયેલી કોઈ મોટી જવાબદારી આપી શકે છે. રાજ્યસભાની ચૂંટણી 31 માર્ચે યોજાશે. પંજાબમાં AAPના 92 ધારાસભ્યો છે અને તમામ પાંચ બેઠકો પર તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!