GujaratPolitics

જસદણ માં જામશે ખરાખરીનો ખેલ, કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે ટકરાશે ભાજપના કુવરજી

 જસદણમાં ૨૦ ડિસેમ્બરે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે છે, ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના સિનીયર નેતા કુંવરજી બાવળિયા કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં જોડાઈ જતાં તેમની સીટ જસદણ પર આ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.

ભાજપ કોંગ્રેસ માંથી આવેલા આયાતી નેતા કુંવરજી બાવળીયાને ચૂંટણી લડાવશે કરણ કે કુંવરજીને ભાજપ માં આવતાની સાથે જ મંત્રી પદ પણ આપી દેવામાં આવ્યું હતું અને આ પેટા ચૂંટણી માટે કુંવરજીએ ફોર્મ પણ ભરી દીધું છે.

જસદણ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસની રહી છે અને કુંવરજી બાવળિયાને હરાવવા એટલા પણ અઘરા ના હોવાને લીધે અનેક દાવેદારો કોંગ્રેસમાંથી ટીકીટ માંગી રહ્યા હતાં. કોંગ્રેસમાંથી ભોળાભાઈ ગોહેલ, અવસર નાકીયા, ધીરુભાઈ શિંગાળા, ગજેન્દ્ર રામાણી સહીત ૯ જેટલા કોંગ્રેસી નેતાઓ આગેવાનોએ ટીકીટ માંગી હતી.

જો કે અંતે પસંદગીનો કળશ કોઈ એક નેતા પર જ ઢોળાવાનો નક્કી હતો. ત્યારે કોંગ્રેસે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને જસદણ વીંછીયા વિસ્તારના અનેક તાલુકાઓમાં એકધારું વર્ચસ્વ ધરાવતા અવસરભાઈ નાકિયાને જસદણ પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ કોળી મતો પર સારું પ્રભુત્વ ધરાવે છે તો તેમની છબી સ્વચ્છ નેતાની છે અને લોકપ્રિય પણ એટલા જ છે.

જસદણમાં છેલ્લા અનેક વર્ષોથી કોંગ્રેસ જ જીતે છે, ઉમેદવાર ચાહે કોઇપણ હોય કોંગ્રેસ જ વિધાનસભા બેઠક જીતી છે. ત્યારે જસદણ માં ખરાખરીનો જંગ છે. કોંગ્રેસ આ બેઠક જાળવવા માટે આકરી મહેનત કરી રહી છે અને જાણી સમજીને જ ટીકીટ આપવા માંગતી હતી અને પક્ષના સર્વેમાં અંતે અવસર નાકિયાનું નામ જ સામે આવ્યું.

કોંગ્રેસે ૩૮ થી વધુ ધારાસભ્યો તેમજ ૧૦૦ થી વધુ પદાધિકારીઓને પેટા ચૂંટણીમાં જવાબદારી સોંપી દીધી છે, તેઓ ૧ હજાર વોટ પણ કોંગ્રેસની તરફેણમાં લાવી શકે તો પણ કોંગ્રેસની બમ્પર જીત થઇ શકે તેવી વ્યૂહરચના ઘડવામાં આવી છે.

આમાં ઘણા નાટકીય વળાંકો પણ આવ્યા જેમકે કોંગ્રેસના જ ધારાસભ્યોએ પણ ઉમેદવારી નોધાવી હતી પરંતુ લોકલ સમીકરણો અને ભાજપના કુવરજી બાવળિયાને જોતા કોંગ્રેસે લોકપ્રિય કોળી નેતા અવસર નાકિયાને જસદણ પેટા ચૂંટણીની ટિકિટ આપી છે. હવે  જસદણ માં ખરાખરીને ખેલ જામશે એ નક્કી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!