GujaratIndiaPolitics

હાર્દિક પટેલ ના આમંત્રણ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ટેન્શન વધ્યું! જાણો!

છેલ્લા ઘણા સમયથી દેશનો અન્નદાતા દિલ્લીની સરહદ પર કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર છે. મોદી સરકારના પ્રતિનિધિઓ સાથે વાતચીત બાદ પણ કોઈ નિર્ણય પર ના આવતાં દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મિટિંગ યોજાઈ હતી પરંતુ કિસાન આંદોલન બાબતે અને કૃષિ કાયદા પાછા લેવા બાબતે મોદી સરકાર દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જેના કારણે ખેડૂતોના આ આંદોલનનો અંત આવ્યો નથી. ધીમે ધીમે ખેડૂત આંદોલનને દેશના દરેક ખુણા માંથી સમર્થન મળી રહ્યું છે અને સરકારનું ટેન્શન વધી રહ્યું છે. રાકેશ ટિકૈત પણ ખેડૂતો સાથે મજબૂતીથી ઉભા રહ્યા છે.

મોદી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

હજુ સુંધી આંદોલન ગુજરાત પહોંચ્યું નથી તેવા દવાઓ કરવામાં આવે છે. પરંતુ ગુજરાતના પણ કેટલાક ખેડૂતો દિલ્લી પહોંચી ગયા છે. તો વિપક્ષ દ્વારા દાવો પણ કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા કેટલાક ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા છે અને દિલ્લી જતા રોકવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂત આંદોલનમાં ગુજરાતની ભાગીદારી દબાવવામાં આવી રહી છે. જે ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોને રોકવામાં આવી રહ્યા છે. તેમને દિલ્લી પહોંચતા રોકવામાં આવી રહ્યા છે.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ ખેડૂતોને સમગ્ર દેશ માંથી સમર્થન મળી રહ્યું છે. મોદી સરકાર પર એક પછી એક રાજકીય પાર્ટીઓ કાયદાઓ રદ કરવા માટે દબાવ બનાવી રહી છે. પહેલા પંજાબની વર્ષોથી સાથી એવી શિરોમણી અકાલી દળ દ્વારા ભાજપને ઝટકો આપવામાં આવ્યો હતો ત્યારબાદ હવે કેટલોક ક્ષેત્રીય પાર્ટીઓ પણ મેદાને આવી છે. અને કેન્દ્ર સરકાર પર દબાણ લાવી રહી છે. ભાજપની હરિયાણાની સાથી અને જેમના સમર્થનના સહારે ભજઓની સરકાર હરિયાણામાં છે તેના મુખીયાએ પણ ભાજપને એમએસપી બાબતે દબાણ કર્યું છે.

મોદી સરકાર, ભાજપ,
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ હવે ગુજરાતમ ચૂંટણી સમયે રાજકીય ગરમાવો આવી ગયો છે. આ વખતે હાર્દિક પટેલ પણ મેદાને આવ્યા છે. હાર્દિક પટેલ ની એન્ટ્રી થતાની સાથે જ ગુજરાતના રાજકરાણમાં બહાર શિયાળે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા ખેડૂતો બાબતે અકાજ ઉઠાવવામાં આવ્યો છે. અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત ને ગુજરાત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. ગુજરાતમાં ચૂંટણી સમયે રાજકિય માહોલ ગરમાયેલો છે એવામાં હવે હાર્દિક પટેલ ના નિવેદને ચર્ચા જગાઈ છે.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી કે, મેં ખેડૂત નેતા ચૌધરી રાકેશ ટિકૈત જી સાથે વાત કરી. તેમની ખેડૂતો માટેની તેમની આ લડત પ્રશંનીય છે. મેં આંદોલનને ટેકો આપવાનું વચન આપ્યું છે. મને ગુજરાતની બહાર જવા પર પ્રતિબંધ છે, તેથી હું આંદોલનમાં સામેલ થઈ શક્યો નથી પરંતુ મેં રાકેશ ટિકૈત જીને ગુજરાતની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું છે. હાર્દિક પટેલ દ્વારા રાકેશ ટિકૈત ને ગુજરાતની મુલાકાત લેવા માટે નું અમન્ટરણ આપવામાં આવ્યું હતું. આ સાથે ભાજપ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના ઝટકો લાગ્યો છે.

હાર્દિક પટેલ, કોરોના મહામારી, corona
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે, બીજી તરફ રાકેશ ટિકૈત દ્વારા પણ હાર્દિક પટેલ દ્વારા ગુજરાત આવવા માટેનું આમંત્રણ સ્વીકારવામાં આવ્યું છે. તેમજ રાકેશ ટિકૈત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે દેશવ્યાપી કૂચ કરીશું, ગુજરાતમાં જઈને ખેડૂતોને મુક્ત કરીશું. તે કેન્દ્ર દ્વારા નિયંત્રિત છે. ભારત આઝાદ છે પણ ગુજરાતના લોકો કેદ છે. જો તેઓ આંદોલનમાં જોડાવા માંગતા હોય તો તેઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે. અમે તારીખ નક્કી કરી રહ્યા છીએ. રાકેશ ટિકૈત દ્વારા બહાદુરગઢની ખેડૂત મહાપંચાયતમાં આ વાત જણાવી હતી.

Show More

Related Articles

Back to top button