
આવતી કાલે જ્યારે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આંઠ બેઠકો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત પલટો આવ્યો છે શિયાળાની શરૂઆતમાં જ ગરમાવો આવી ગયો છે. પરંતુ આ રાજકીય ગરમાવો છે જે પણ ઉનાળા જેવી ગરમી આપે છે. પ્રચાર પડઘમ શાંત પડયાના છેલ્લા દિવસે કોંગ્રેસ દ્વારા માસ્ટરસ્ટ્રોક રમવામાં આવ્યો અને ભાજપ નેતાઓ મિસ્ફિલ્ડીંગનો શિકાર થયા. કોંગ્રેસ દ્વારા ભાજપના મોટા નેતાઓને સંડોવતો એક કથિત સ્ટિંગ વિડીયો જાહેર કર્યો છે જેમાં મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષનો ઉલ્લેખ છે. અને વિવાદ વકરતા હવે હાર્દિક પટેલ દ્વારા પણ ઝંપલાવવામાં આવ્યું છે.

ગઈ કાલે સવારે કોંગ્રેસ દ્વારાજાહેરાત કરવામાં આવી કે પ્રદેશ ઓફિસે 12 વાગે ભાજપના ભ્રષ્ટાચારનો ખુલાસો કરવામાં આવશે મીડિયામાં ઉત્સુકતા હતી કે શું હશે અને 12 વાગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા એક સનસનીખેજ સ્ટિંગ ઓપરેશનનો વિડીયો જાહેર કરવામાં આવ્યો બસ આ વીડિયો બહાર આવ્યા બાદ ભાજપમાં સન્નાટો છવાઈ ગયો. પરંતુ થોડા સમય બાદ ભાજપ અધ્યક્ષ મીડિયા સમક્ષ આવ્યા અને કહ્યું કે મારું નામ નથી અને હું એ સમયે ભાજપ અધ્યક્ષ નોહતો તેમજ વીડિયો ખોટો છે કહીને ગાળિયો પોતાના પરથી કાઢી નાખ્યો. બસ નવો વિવાદ શરૂ જ ત્યાંથી થયો.

કોંગ્રેસના વિડીયો બાદ સોમા પટેલ દ્વારા પણ કહ્યું કે હું નથી કથિત વિડીયોમાં પરંતુ એક્સપર્ટની સલાહ માનવામાં આવે તો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કથિત વિડીયોમાં દેખાતી વ્યક્તિ તેઓ જ છે. આ કથિત વીડિયો બાબતે હાર્દિક પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું જે બાદ ભાજપ નેતાઓ પણ વિચારતાં થઈ ગયા. હાર્દિક પટેલ દ્વારા ભાજપને અને ભાજપ અધ્યક્ષને સવાલોમાં ઘેરતા જણાવ્યું કે, જો ભાજપ અધ્યક્ષ પાટિલનું નામ વીડિયોમાં ન હોય તો પછી તેમણે શા માટે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરવાની જરૂર પડી? હાર્દિક પટેલ દ્વારા ભાજપને જ સવાલોમાં ઘેરવાનો પ્રયત્ન થયો અને ભાજપ ભેરવાઈ પણ ગયું કોઈપણ નેતાએ હાર્દિક પટેલના સવાલનો જવાબ આપ્યો નથી.

વધુમાં હાર્દિક પટેલે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભાજપ રૂપિયાના જોરે જ ચૂંટણી લડી રહી છે. ભાજપના શાસનમાં જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. વિપક્ષના ધારાસભ્ય ખરીદવા માટે ભાજપ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ભાજપમાં ગાયેલા નેતા આનો સ્વીકાર પણ કરી રહ્યા છે. ભાજપે તેના 25 વર્ષના રાજમાં માત્રને માત્ર ભ્રષ્ટાચાર જ કરવાનું કામ કર્યું છે. હાર્દિક પટેલ ના પ્રહારથી ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. આ વીડિયોની સીધી ઇફેક્ટ આવતીકાલે થવા જઇ રહેલા મતદાન પર પડી શકે છે.
भाजपा के शासन में जनता के टैक्स का पैसा ग़लत जगह पर उपयोग हो रहा हैं। गुजरात में विपक्षी विधायक को ख़रीदने के लिए भाजपा करोड़ों रुपए का खर्च कर रही हैं। भाजपा में गए नेता इसका स्वीकार कर चुके हैं। भाजपा ने अपने २५ साल के शासन में सिर्फ़ और सिर्फ़ भ्रष्टाचार करने का काम किया हैं।
— Hardik Patel (@HardikPatel_) November 1, 2020
આઠ વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી માટે આવતી કાલે મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા માસ્ટરસ્ટ્રોક રામોને ભાજપને ચારોખાને ચીત કરી નાખ્યું છે. અમિત ચાવડા દ્વારા ભાજપ જેવી જ રમત રામવામાં આવી અને ભાજપને હક્કાબક્કા કરી દેવામાં આવી. ચારે બાજુ વાતો છે કે કોંગ્રેસ દ્વારા ભાજપ વાળી કરવામાં આવી હવે ભાજપ સામે એક મજબૂત રણનીતિ છે જે મજબૂત જવાબ આપશે. આઠે આંઠ બેઠક પર કોંગ્રેસના તામામ નેતાઓ લાગી ગયા છે. અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધનાણી ત્રિપુટી એ ગુજરાત ગજવી નાખ્યું છે.

ત્યારે ભાજપ આયાતી નેતાઓને જીતાડવા પોતાનાજ કાર્યકરોને નારાજ કરી રહી કહ્યું છે અને કોઈપણ ભોગે જીતવા માટેના હવાતિયાં મારી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આખી ચૂંટણીને ગદ્દાર વિરુદ્ધ વફાદારની જંગ બનાવી દીધી છે. તો ભાજપના આયાતી નેતાઓનો ગામડે ગામડે વિરોધ થતો જોઈ રહ્યા છીએ. ભાજપ માટે કપરા ચઢાણ તો છે જ સાથે સાથે ભાજપના કાર્યકરો માટે પણ સ્વમાન નેવે મૂકીને જેનો વિરોધ કરતાં હતાં તેનો પ્રચાર કરવાની નોબત આવી છે. આવા સમયે કોંગ્રેસ દ્વારા સોમા પટેલ નો કથિત વિડીયો જાહેર કરીને ભાજપ માટે આ ચૂંટણી વધારે અઘરી કરી નાખી છે.
भाजपा के चाल,चरित्र, चहेरे का पर्दाफाश
— Amit Chavda (@AmitChavdaINC) November 1, 2020
जनता के टेक्स के पैसो से CM@vijayrupanibjp, @CRPaatil, @AmitShah के भ्रष्टाचार, सौदेबाजी और लोकशाही खत्म कर विधायको की ख़रीदफरौत की नीति बीके हुए MLA के वीडियो से ही बेनकाब
IT, ED द्वारा मनीलांड्रिंग का केस दाखिल कर न्यायिक कार्यवाही हो pic.twitter.com/223XabqZY5
કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરેલા કથિત વિડીયોમાં સોમા ગાંડા પટેલ ભાજપ સાથે થયેલી ડીલની વાત કરતા જોવા મળી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ આ સ્ટિંગ ઓપરેશનનો વિડીયો જાહેર કરતાં જણાવ્યું હતું કે, ભાજપના ચાલ ચરિત્ર અને ચહેરાનો પરદાફાર્શ, જનતાના ટેક્સના પૈસે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના ભ્રષ્ટાચાર, સોદાબાજી અને લોકશાહી ખતમ કરી ધારાસભ્યોની ખરીદફરોતની નીતિ, વેચાયેલા ધારાસભ્યના વિડીયો દ્વારા બેનકાબ થઈ. આઇટી, ઇડી, દ્વારા મનીલોન્ડરીગનો કેસ દાખલ કરીને ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે.