પંજાબમાં ચૂંટણી પ્રચાર કરીને પરત ફરેલા કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા અમદાવાદ પત્રકાર વાર્તાને સંબોધન કરવામાં આવ્યું હતું. આ સંબોધન પહેલા જ હાર્દિક પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આજની મારી તમામ વાતો એક પાર્ટીના નેતા તરીકે નહીં પરંતુ આંદોલનકારી તરીકે કરી રહ્યો છું. આ સાથે જ હાર્દિક પટેલ ફરી આંદોલન ના માર્ગે જશે એવા એંધાણ આવી ગયા હતા. પાટીદાર સમાજ પાર થયેલા કેસો બાબતે ઘણા સમયથી સરકારને રજૂઆતો માંગણીઓ કતી પરંતુ હજુ સુંધી સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ બાબતે હાર્દિક દ્વારા સરકારને ફરી એકવાર ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરકાર તાત્કાલિક યોગ્ય પગલાં લે તેવી માંગણી કરી છે.

અમદાવાદ ખાતે એક પ્રેસ વાર્તા સંબોધતા હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજની મારી તમામ વાતો એક પાર્ટીના નેતા તરીકે નહીં પરંતુ આંદોલનકારી તરીકે કરી રહ્યો છું. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન થકી સમાજ ના યુવાનો ને રૂપિયા ૧૦૦૦ કરોડનું બિનઅનામત વર્ગનું આયોગ, યુવા સ્વાવલંબન યોજના, ૧૦% આર્થિક ધોરણ પર અનામત અને સરકારી નોકરીમાં ૫ વર્ષની વય મર્યાદામાં વધારો જેવા ઘણા લાભો સમાજ અને દેશના યુવાનો ને અર્પણ કરાવ્યા છે. જે લાભો ના સહારે ગુજરાત સહીત દેશના લાખો યુવાનો પોતાની લાયકાત મુજબ કારકીર્દી બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે તેનો હું ગર્વ અનુભવુ છું.

ગુજરાતના ગરીબ યુવાનો માટે લડતા મારા સમેત અસંખ્ય યુવાનો પર ખોટા કેસો થયા છે અને આ કેસો પાછા ખેંચવા માટે સરકારે ૫૦ વાર બાહેંધરી આપી હતી પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય આવ્યો નથી. પાટીદાર યુવાનો પર થયેલા કેસો પાછા ખેંચવા મુદ્દે ખોડલ ધામ સંસ્થા અને ઉમિયા ધામ સંસ્થાના અનેક આગેવાનો ને સરકારે વચન આપ્યું હતું પરંતુ સરકાર વચન નિભાવતી નથી. પાટીદાર યુવાનો પરથી કેસો પાછા ખેંચવા મુદ્દે થોડા દિવસ પહેલા ભાજપના સંસદ સભ્યોએ મુખ્યમંત્રીને રજુવાત પણ કરી હતી મતલબ ભાજપના અમુક નેતાઓ પણ ઈચ્છે છે કે કેસો પાછા ખેંચાય પરંતુ સરકાર નિર્ણય કેમ નથી લેતી ? શું સરકાર આખા પાટીદાર સમાજને બેવકૂફ સમજે છે ?

આવનાર દિવસોમાં તમામ તાલુકા જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવશે, ભાજપના પાટીદાર ધારાસભ્ય-સંસદ સભ્યોને ગુલાબનું ફૂલ આપીને મદદ કેસો પાછા ખેંચવા મુદ્દે સમર્થન માગીશું અને તમામ જિલ્લામાં પાટીદાર યુવાનો સાથે સંવાદ કરીશું. ૨૩, માર્ચ ૨૦૨૨ સુધીમાં સરકાર કેસો પાછા ખેંચવા મુદ્દે યોગ્ય નિર્ણય નહિ કરે તો રાજયવ્યાપી આંદોલન કરવામા આવશે. આ પહેલાં પણ હાર્દિક પટેલ અનેકવાર રજૂઆતો અને માંગણીઓ કરી ચુક્યા છે પરંતુહજું સુંધી સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જણાવી દઈએ કે અનંદી બેન પટેલ ની સરકાર હતી ત્યારે પાટીદાર સમજે આંદોલન કર્યું હતું અને એ સમયે પાટીદાર યુવાનો પાર કેસ થયા હતા જે આજે પણ અકબંધ છે. પાછા ખેંચવાની જાહેરાત થઈ પરંતુ હજુ સુંધી કેસો ચાલે છે.

જણાવી દઈએ કે ત્રણ ત્રણ મુખ્યમંત્રી બદલાયા પણ હજુ સુંધી પાટીદાર યુવાનો પર થયેલા કેસો યથાવત છે. આનંદીબેન પટેલ સરકાર વખતે પાટીદાર અનામત આંદોલન થયું હતું તે સમયે હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા યુવાનોની આગેવાની કરી રહ્યા હતા. આંદોલનમાં પાટીદાર યુવાનો પર સમગ્ર ગુજરાતમાં અનેક કેસો કરવામાં આવ્યા હતા. જે કેસો પાછા ખેંચવા બાબતે આનંદીબેન પટેલ સહિત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આજ સુંધી આ રજૂઆતો બાબતે ભાજપ સરકાર દ્વારા કોઈ પણ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી જે બાબતે હાર્દિક પટેલ દ્વારા ભાજપ સરકાર ને આગામી 23 માર્ચ સુંધીનું અલટીમેટમ આપવામાં આવ્યું છે.



