આ વર્ષ દેશના ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ લઈને આવ્યું છે અને રાજકારણ તેના ચરમ સીમા પર છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વના ગણવામાં આવતાં રાજ્યો ઉત્તરપ્રદેશ, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ, ગુજરાત, જમ્મુ એન્ડ કાશ્મીર, મણિપુર જેવા મહત્વના ગણવામાં આવતા રાજ્યોમા વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જણાવી દઈએ કે ગોવા, ઉત્તરાખંડ, હિમાચલ, ગુજરાત, મણિપુર રાજ્યોમાં ભાજપ ની સ્પષ્ટ બહુમતી વાળી અને ગઢબંધન સરકાર છે જ્યારે પંજાબમાં સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ સત્તામાં છે. અને જમ્મુ કાશ્મીર માં ગવર્નર રાજ છે. પંજાબ માં ભાજપ સત્તામાં આવવા મથી રહ્યું છે જ્યારે કોંગ્રેસ સરકાર ફરી બનાવવા આગળ વધી રહ્યુ છે.

ઉત્તરાખંડ માં ભાજપ સત્તામાં તો છે પરંતુ ફરીથી સત્તામા આવવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. બીજી તરફ હિમાચાલમાં પણ ભાજપ અને કોંગ્રેસ બંને માટે રસાકસી જેવું વાતાવરણ રહ્યું છે. તો ગોવા માં પણ હવે ભાજપ કોંગ્રેસ ને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ મેદાનમાં છે. મણિપુર માં પણ બદલાવ ની હવા છે જેમાં લોકલ પાર્ટીઓ ફાવી જાય તો નવાઈ નહીં. જમ્મુ કાશ્મીર માં હાલમાં કઈ પણ કહેવું મુશ્કેલ છે. ભાજપ હાલમાં જોવા જઈએ તો ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં દૌથી મજબૂત સ્થિતિ માં દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ થોડી મહેનત વધારે તો 2017 કરતા પણ આશ્ચર્યજનક પરિણામ આવે તો નવાઈ નહીં.

બીજી તરફ પંજાબમાં ચૂંટણી જંગ જમ્યો છે. ભાજપ કોંગ્રેસ ની સાથે સાથે આમ આદમી પાર્ટી, અકાલી દળ અને કોંગ્રેસ માંથી અલગ થઈને નવો પક્ષ રચનાર કેપ્ટન અમ્રિન્દરસિંહ પણ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. તો પંજાબમાં કોંગ્રેસ ની કમાન હાલ તો પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ ના હાથ માં છે. પંજાબના ફગવાડામાં કોંગ્રેસ ધારાસભ્ય બલવિન્દર સિંહ ધાલીવાલના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે રેલીમાં સંબોધન કરતાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ જનતાને અનેક વાયદાઓ આપ્યા હતા. તેમણે જણાવ્યું કહ્યું હતું કે,પંજાબમાં કોંગ્રેસની સરકાર આવતા જ 5 લાખ જેટલા ગરીબોને નોકરી અપાવાશે.

જણાવી દઈએ કે પંજાબ કોંગ્રેસ સરકાર દ્વારા આ પહેલા પણ જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી સમયે કરવામાં આવેલી જાહેરાતો અને વચનો તેમની સરકાર પાળી રહી છે. અને આ વખતે પણ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ જેવી રીતે વચનો આપી રહ્યા છે અને લોકો સમક્ષ જય રહ્યા છે ત્યારે ફરીથી કોંગ્રેસ ને જનતા તક આપશે કે નહીં એ જોવું જ રહ્યું. પરંતુ આ સાથે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ જણાવ્યું હતું કે, પંજાબમાં કોંગ્રેસની સરકાર આવતા જ 5 લાખ જેટલા ગરીબોને નોકરી અપાવાશે અને જો એવું નહિ થાય તો તે રાજનીતિ છોડી દેશે. આ સાથે જ તેમણે માફિયારાજ ને પણ નેસ્તોનાબુદ કરવાનું વચન પણ આપ્યું હતું.

સિદ્ધુ એ હુંકાર કરતા કહ્યું કે, ભાજપ ની દાદાગીરી હવે નઈ ચાલે. ભાજપ પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે, ખેડૂતોના વિરોધ ને સહન કરવાની બીકે જાલંધરમાં ભાજપે પોતાનું કાર્યાલય છેલ્લા પાંચ વર્ષ થી ખોલ્યું જ નથી. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને લોકોને ડરાવી-ધમકાવીને, ભય બતાવીને અન્ય દળના નેતાઓને પોતાની સાથે સામેલ કરે છે. ભાજપ પર કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ જબરદસ્ત વસર્યા અને પંજાબમાં ફરી કોંગ્રેસ સરકાર બનવવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફી મતદાન કરવા જનતાને અપીલ કરી.