GujaratIndiaPolitics

મોટું ઓપરેશન! ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને અમિત શાહ નો માસ્ટર ગેમ પ્લાન!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વધારે રસપ્રદ બનતી જય છે. ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સત્તાધારી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર પણ તેજ બની રહ્યો છે. હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતને હવે વેઢે ગણાય એટલા દિવસ રહ્યા છે ત્યારે ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ધમધોકાર પ્રચાર કરી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ ગઈ છે એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ત્રિપંખીયો જંગ છે એ સાબિત થઈ ગયું છે.

પરંતુ આ ત્રિપંખીયા જંગમાં સૌથી વધારે ફાયદો ભાજપ ને થાય એવું ચોકઠાં ગોઠવાઈ ગયા છે. અમિત શાહે કહી દીધું છે કે ગુજરાતમાં ભાજપ 2/3 બહુમતીથી જીતશે અને ફરી સરકાર બનાવશે. ભલે અમિત શાહ દાવાઓ કરે પરંતુ આ ચૂંટણી જો સૌથી વધારે કપરી હોય તો તે છે ભારતીય જનતા પાર્ટી માટે કારણ કે છેલ્લા 25 વર્ષથી એકહથ્થુ ભાજપ સત્તામાં છે એટલે એન્ટીઇન્કમ્બન્સી, આંદોલનો અને અધૂરામાંપુરુ નેતાઓનો બેફામ વાણી વિલાસ ભાજપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ બતાવે છે. તો કોંગ્રેસ સત્તામાં આવવા મથી રહી છે ને આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બનવા માટે પ્રયત્નો કરી રહી છે.

છતાં પણ ભાજપ છાતી ઠોકીને ફાંફા સરકાર બનાવવાની વાતો કરી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ મફતની લ્હાણીઓ કરી રહી છે તો આમ કોંગ્રેસ દ્વારા એક માસ્ટરસ્ટ્રોક રમવામાં આવ્યો જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનો જેના કારણે સરકારી અધિકારીઓ નો ઝુકાવ કોંગ્રેસ તરફ વધી ગયો છે. જેના કારણે ભાજપ ટેન્શમાં આવી ગયું છે. સાથે જ સ્વાસ્થ્ય અંગેની અને લોકો સાથે જોડાયેલા મુદ્દે પણ અનેક જાહેરાતો કરીને ભાજપને હંફાવી દીધા છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા કહેવાય છે કે આપ એ ભાજપની બી ટિમ છે. અને ગુજરાતમાં પણ આપ ભાજપનું કામ કરવા અને કોંગ્રેસનું કામ તમામ કરવા જ આવ્યું છે.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

આમ જોઈએ તો ભાજપ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષ થઈ સત્તામાં છે અને ભાજપ સામે આમ જોઈએ તો એન્ટીઇન્કમબંસી છે જે મતો કોંગ્રેસને મળે એમ છે પરંતુ આમ આદમી પાર્ટીના આવવાથી આ લાભ કોંગ્રેસ ને નહીં મળે. ભાજપ વિરોધી મતો આપ અને કોંગ્રેસમાં વિભાજીત થઈ જશે જેનો સીધો ફાયદો ભાજપ ને થશે. અમિત શાહ દ્વારા આ બાબતે એક ચોક્કસ રણનીતિ પણ બનાવવામાં આવી છે જે પ્રધાનમંત્રી ના પ્રોગ્રામ બાદ અમિત શાહ ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરશે અને આખો પ્લાન પાર પાડશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્લીમાં રાજકીય સોદાબાજી પણ થઈ છે જેથી કોંગ્રેસને સત્તાથી દૂર રાખી શકાય. બસ આજ કારણે ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ ગુજરાતમાં 2/3 બહુમતિથી જીતશે એવા દાવા કરી રહ્યાં છે.

કોંગ્રેસ મેનીફેસ્ટો
ફોટો: સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!