GujaratPolitics

રાજકારણ ગરમાયું! મચ્યું રમખાણ! ભાજપ આમ આદમી પાર્ટી આમને સમને!

દિલ્લી અને પંજાબમાં સત્તા કબ્જે કર્યા બાદ આમ આદમી પાર્ટી ની નજર ગુજરાત પર છે. અને એટલે જ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી એ ન માત્ર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે પરંતુ કેટલીક બેઠકો પર તો ઉમેદવારો પણ જાહેર કરી નાખ્યા છે. અરવિંદ કેજરીવાલદ્વારા ગુજરાતમાં મજબૂત સંગઠન અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત પ્રદર્શનની આશા સાથે ગુજરાતના સતત આંટાફેરા કરી રહ્યા છે. જ્યારે જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે ત્યારે રાજકીય ગરમાવો આવી જાય છે.ચૂંટણી જીતવા કેજરીવાલ દ્વારા મફતના વચનોની લ્હાણી કરવામાં આવી છે. બીજી તરફ ભજપ અને કોંગ્રેસ પણ પાછળ નથી.

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કેટલીક બેઠકો પર કેટલાક ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવાર જાહેર કરવામાં આવતાં જ રાજકારણ ગરમાઈ ગયું છે. ભાજપે આક્ષેપ કર્યા છે કે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા કેટલાંક ઉમેદવારોનો ઇતિહાસ કલંકિત રહ્યો છે અને તેઓની માનસિકતા ગુજરાત વિરોધી રહી છે. હવે આ બાબતે રાજકારણ ગરમાયું છે. ભાજપ પ્રવક્તાએ પ્રેસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો કલંકિત ઇતિહાસ સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે. તો સામે આમ આદમી પાર્ટી ના પ્રવક્તાઓ બચાવની સ્થિતિમાં આવી ગયા છે.

સીઆર પાટીલ, પેટા ચૂંટણી, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત ભાજપના પ્રવક્તા રૂત્વિજ પટેલે કહ્યું કે AAPનો એક ઉમેદવાર દારૂની મહેફિલ માણી રહ્યો છે, બીજા ઉમેદવાર પર 300 કરોડના કૌભાંડનો આરોપ છે. એક નેતા ગુજરાત વિરોધી છે અને તેણે આદિવાસી સમુદાયને નર્મદા પ્રોજેક્ટ સામે ગેરમાર્ગે દોર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા માટે જોરશોરથી તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટીએ અમદાવાદ શહેરના વેજલપુર બેઠક પરથી કલ્પેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ ગુરુવારે કલ્પેશ પટેલની ડ્રિંકિંગ અને ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી કેટલીક જૂની તસવીરો વાયરલ થઈ હતી. જે બાદ AAP અને અરવિંદ કેજરીવાલની રાજનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે.

આ ઘટના બાદ રાજકીય વિરોધીઓએ AAP અને તેના ઉમેદવારને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. AAP પર આકરા પ્રહારો શરૂ કરતા, ગુજરાત બીજેપીના પ્રવક્તા રુત્વિજ પટેલે પ્રશ્ન કર્યો કે શું AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતમાંથી દારૂ પર પ્રતિબંધ હટાવવા જઈ રહ્યા છે. પટેલે આક્ષેપ કર્યો હતો કે, “તસવીરમાં AAP ઉમેદવાર દારૂની મહેફિલ માણી રહ્યો છે, પાર્ટીનો અન્ય એક ઉમેદવાર રૂ. 300 કરોડના કૌભાંડમાં સામેલ હોવાના આરોપોનો સામનો કરી રહ્યો છે. તેનો એક નેતા ગુજરાત વિરોધી છે અને તેમણે નર્મદા પરિયોજના બાબતે આદિવાસીસમાજને ગેરમાર્ગે દોર્યા હતા. AAP નેતા અને તેમની પાર્ટી બેવડા ધોરણોમાં માને છે. ગુજરાતના લોકો ક્યારેય આવા ઉમેદવારો અને પક્ષને મત આપશે નહીં.”

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

કલ્પેશ પટેલનો બચાવ કરતી વખતે ગુજરાત AAPના પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું, “શું કોઈ સાબિત કરી શકે છે કે કલ્પેશ ગુજરાતમાં નશામાં હતો, સમાજીકરણ ગુજરાતની બહાર કે દેશની બહાર પણ થઈ શકે છે, ગુજરાતમાં પ્રતિબંધ છે. હા, તે બહાર નથી.” ભાજપ પર પ્રહાર કરતા AAP પ્રવક્તાએ કહ્યું કે ભાજપ આરોગ્ય, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ખુલ્લું પડી ગયું છે તેથી તેને મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં રસ નથી. તે રાજકીય વિરોધીઓ અને ઉમેદવારોને વ્યક્તિગત મુદ્દા પર બદનામ કરવા માટે નિશાન બનાવી રહી છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!