GujaratPolitics

સીઆર પાટીલ જૂઠું બોલ્યા પત્રકારે વિડીયો જાહેર કરી કહ્યું! ભાજપ અધ્યક્ષે ઝાટક્યા!

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો પર પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. આ આઠ બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની તાડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે રાજકારણ ગરમાઈ એમ નવાઈ નથી. આમ જોવા જઈએ તો જ્યારથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાયા ત્યારથી જ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. સીઆર પાટીલ નો સૌરાષ્ટ્ર પ્રવાસ ખૂબ ચર્ચાસ્પદ રહ્યો કેટલાય વિવાદો પણ સામે આવ્યા. રાજકોટથી ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ સાથેની અનબનનો વીડિયો હોય કે કોરોના મહામારીમાં સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન તામાં બાબતે રાજકીય ચકમક ઝરી છે.

સીઆર પાટીલ, અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

આટલું ઓછું હોય ત્યાં સીઆર પાટીલ ના ભાષણો પણ વાઈરલ થઈ રહ્યા હતા. જેમાં તેઓ ભાજપમાં આવેલા આયાતી નેતાઓને રીતસર ભાંડતાં હોય તેવું લાગતું હતું. ભાજપના કાર્યકરોને ઉત્સાહિત કરવાના ચક્કરમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ ધારાસભ્યોને આડકતરી રીતે રોકડું પરખાવતા કહી દીધું હતું કે ભાજપને જીતવા માટે આયાતી કોંગ્રેસના નેતાઓની જરૂર નથી ભાજપના કાર્યકરોઅને નેતાઓ સક્ષમ છે. ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે હવે કોઈ કોંગ્રેસના નેતાને ભાજપમાં લેવામાં આવશે નહીં.

પરંતુ આવખાતે કોઈ રાજકીય પાર્ટી કે કોઈ રાજકીય નેતા સાથે સીઆર પાટીલ ને અનબન થઈ નથી પરંતુ મીડિયા અને વરિષ્ઠ પત્રકાર સાથે અનબન થઈ છે. પાટીલ ભાઉ દ્વારા અમદાવાદ મિરરના એક આર્ટિકલને ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે તેમણે ક્યારેય આવો કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો નથી. અને બોગસ ઇન્ટરવ્યૂ છાપવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ મિરરના વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદી દ્વારા આ બાબતે પાટીલ ભાઉ જુઠું બોલે છે તેમ જનાવ્યુહતું અને બે વીડિયો પણ જાહેર કર્યા હતાં. વિવાદ જાહેરમાં વકર્યો અને રાજકારણ ગરમાઈ ગયું.

ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ એ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “આપણે એવા સમયમાં જીવીએ છીએ કે હવે અખબારો કાલ્પનિક લેખકોને પૈસા માટે મહત્વ આપી રહ્યા છે. મારું ઇન્ટરવ્યુ અમદાવાદ મિરરમાં ફ્રી વ્હીલિંગ ચેટ તરીકે પ્રકાશિત થતું જોઈને આશ્ચર્ય થયું. ફક્ત મુદ્દો: મારી પાસે આ વાતચીત ક્યારેય નહોતી થઈ.” ભાજપ અધ્યક્ષ દ્વારા આ ઇન્ટરવ્યુનેબોગસ અને કાલ્પનિક ગણાંવ્યો હતો. હવે આ બાબતે અમદાવાદ મિરર ના વરિષ્ઠ પત્રકાર દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવ્યો છે અને અચાનક ગુજરાતના રાજકારણમાં ગરમાવોઆવી ગયો છે.

અમદાવાદ મિરરના વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદી દ્વારા આ બાબતે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ને વળતો જવાબ આપવામાં આવ્યો છે. દીપલ ત્રિવેદી દ્વારા ભાજપ અધ્યક્ષની ટ્વિટને કોટ કરીને જણાવ્યું હતું કે, હું ગુજારાત બીજેપી પ્રમુખ સીઆર પાટીલને ખોટું બોલતા જોઈને આઘાત પામી છું. આ મુલાકાતમાં હું તેમને ખાસ કરીને સપ્ટેમ્બર 1,2020 ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મળી હતી. મેં ત્યાં 1.50 કલાક વિતાવ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ અંગ્રેજી બોલવાનું નથી જાણતા તેથી ઇન્ટરવ્યુ ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં લેવામાં આવ્યો હતો.

આ બાદ દીપલ ત્રિવેદી દ્વારા એક બાદ એક બે વીડિયો પણ રિલીઝ કરવાં આવ્યા જેમાં તેઓ ભાજપ અધ્યક્ષ સાથે ઇન્ટરવ્યૂ કરતાં નજરે પડી રહ્યા હતા. દીપલ ત્રિવેદીના ટ્વિટ ને કોટ કરીને ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા ફરી એકવાર જવાબ આપવામાં આવ્યો કે, તમે પોસ્ટ કરેલી ક્લિપ એક મહિના પહેલાની છે. તમે આ ઇન્ટરવ્યૂને પહેલાં જ પ્રકાશિત કરી નાખ્યો હતો અને એ પણ મારા શબ્દોને ટ્વિસ્ટ કરીને. ગઈકાલે એક દિવસ પહેલા જ્યારે તમે મને ઇન્ટરવ્યૂ માટે ફોન કર્યો હતો ત્યારે મેં ઇન્ટરવ્યૂ માટે ઇનકાર કરી દીધો હતો અને આ કોલ પણ એક મિનિટથી વધુ ચાલ્યો ન હતો!

ત્યારે ભાજપ અધ્યક્ષ દ્વારા એક બાદ એક બે ટ્વિટ કરીને દીપલ ત્રિવેદીને જાહેરમાં સંભળાવી દીધું હતું કે, શું આ તમારી પત્રકારત્વનું નીતિશાસ્ત્ર છે? પહેલા તમે ઇન્ટરવ્યૂ બનાવટી બનાવશો અને પછી પુરાવા તરીકે જૂની વાતચીતને પોસ્ટ કરો છો? કહેવાતા ન્યાય અને સત્ય માટેની તમારી લડત તમને નકલી સમાચાર બનાવવાનું લાઇસન્સ આપતી નથી! અન્ય એક ટ્વિટમાં ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે, એક મહિના પછી તમે અચાનક ઇન્ટરવ્યૂ કેવી રીતે લખો? તમે એક મહિના માટે શેની રાહ જોઈ રહ્યા હતા? ઇન્ટરવ્યુની તારીખથી એક મહિના સુંધી કેમ પ્રકાશિત ના કર્યું, તે પણ જણાવો! જો મેં 182 ને બદલે 175 બોલ્યા છે, તો તે લોકોને બતાવો!

હવે દીપલ ત્રિવેદી દ્વારા પણ ભાજપ અધ્યક્ષ સામે બાંયો ચડાવવામાં આવી અને એક બાદ એક ટ્વિટ કરીને તેમના દરેક સવાલના જવાબ આપ્યા. દીપલ ત્રિવેદીએ જણાવ્યું કે, શું આ તમારા રાજકારણનું નીતિશાસ્ત્ર છે? પ્રથમ તમે ઇન્ટરવ્યૂ માટે સંમત થાઓ છો, પછી તેને એક કલ્પનીક તરીકે ઓળખાવો છો, મને મળવાનો ઇનકાર કરો છો કોઈ વાતચીત નથી થઈ તેવો દાવો કરો છો. હું ફક્ત વિડિઓની એક ઝલક પોસ્ટ કરું છું અને તમે ફરીથી તમારું નિવેદન બદલો છો! CRPatil આશા છે કે તમને યાદ હશે છે તમે ગુજરાત ભાજપ અધ્યક્ષ છો. આ પણ યાદ છે કે ભૂલી ગયા છો?

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!