IndiaPolitics

સોનિયા ગાંધી થયા ફરી સક્રિય! કોંગ્રેસને બેઠી કરવા ચાલ્યા આ રાજકીય ચાલ! જાણો!

સોનિયા ગાંધી ને ૧૪ માર્ચ, ૧૯૯૮ ના રોજ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ કોંગ્રેસ પાર્ટી માટે એવો સમય હતો જયારે કોંગ્રેસ સંપૂર્ણ પણે વિખેરાઈ ગઈ હતી અને લગભગ ભારત કોંગ્રેસ મુક્ત બની ચુક્યું હતું. દેશના માત્રને માત્ર ચાર રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બચી હતી. સોનિયા ગાંધી ના નેતૃત્વમાં પહેલી લોકસભા ચુંટણી ૧૯૯૮ માં હાર્યા બાદ સોનિયા ગાંધીએ વર્ષ ૨૦૦૪ આવતા સુંધી કોંગ્રેસને ફરી બેઠી કરવાના જબરદસ્ત પ્રયત્નો કર્યા. ગામથી લઈને દિલ્લી કોંગ્રેસ ઓફીસ સુંધી જબરદસ્ત સંગઠન અને દરેક કાર્યકરને સક્રિય કર્યા બાદ ૨૦૦૪ માં સોનિયા ગાંધી ના નેતૃત્વમાં બીજી લોકસભા ચુંટણી લડવામાં આવી અને કોંગ્રેસે અટલ બિહારી બાજપાઈની લોકપ્રિય સરકાર સામે જીત મેળવી જે વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪ સુંધી સતત ૧૦ વર્ષ મજબુતીથી સરકાર ચલાવી.

સોનિયા ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ હવે ફરી સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા છે ત્યારે તેમણે પાર્ટીને બેઠી કરવા માટે રાજકીય ચાલ ચાલવા માડી જેમાં પાર્ટીના નેતાઓ વચ્ચે ગૂંચવાયેલા મુદ્દાઓ અને તણાવને દૂર કરીને પાર્ટીને એકજુટ કરવાનો તેમની સામે છે. અને પોતાની રાજકીય સૂઝબૂઝના આધારે એક પછી એક રાજ્યમાં આંતરીક ખેંચતાણને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ છોડ્યાં બાદ સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીને ફરી પાટા પર લાવવા માટે મહત્વની જવાબદારી પોતાના હાથોમાં લીધી છે.

સોનિયા ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

જો કે સોનિયા ગાંધી સ્થાયી અધ્યક્ષ નથી તેઓ કાર્યકારી અધ્યક્ષ છે, અને થોડા સમય બાદ કોંગ્રેસમાં આંતરિક ચુંટણી એટલે કે અધ્યક્ષની ચુંટણી પણ યોજાઈ શકે છે. સોનિયા ગાંધીએ પાર્ટીને ફરી ઊભી કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે પણ તેમની આ રાહમાં ઘણાં અવરોધો અને પડકારો છે. અને તેમાં સૌથી મોટો પડકાર ગણવામાં વે તો તે છે પાર્ટીની અંદર ચાલી રહેલો વિખવાદ! નેતાઓ વચ્ચે ચાલી રહેલો આંતરિક જૂથવાદ! તો કેટલાક રાજ્યોમાં સિનિયર વિરુદ્ધ જુનિયર પણ ચાલી રહ્યું છે.

સોનિયા ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ પાછળ જોઈએ તો ઇન્દિરા ગાંધી બાદ સોનિયા ગાંધીના રૂપે કોંગ્રેસને સૌથી સક્ષમ નેતૃત્વ મળ્યું છે. સોનિયા ગાંધીએ જે રીતે સંપૂર્ણ નાશ પામેલી પાર્ટીને 2004માં સત્તાના શિખરો સર કરાવ્યા તે એક કુશળ નેતૃત્વ જ કરી શકે છે. સોનિયા ગાંધીએ પાર્ટીને મજબૂત કરવા માટે અગાઉ પણ કેટલાંક કડક પગલાં ભર્યા છે. કોંગ્રેસ પાર્ટીને બે બે વાર કેન્દ્રની સત્તામાં લાવવાનો સોનિયા ગાંધીનો ટ્રેક રેકોર્ડ પણ છે. પરંતુ હાલમાં જ્યારે કોંગ્રેસ પોતાના ઇતિહાસના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે સોનિયા ગાંધી માટે પોતાના નેતાઓ અને તેમની અંગત મહત્વકાંક્ષાઓને પહોંચી વળવું ખૂબ જ મુશ્કેલ છે.

સોનિયા ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

સોનિયા ગાંધીએ હાલમાં જ પોતાની રાજકીય સૂઝબૂઝનો જબરદસ્ત પરીચય કરાવ્યો, હરિયાણામાં કોંગ્રેસમાં મહત્વના અને મોટા ફેરફાર કરવામાં આવ્યાં. હરિયાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સોનિયા ગાંધીના આ નિર્ણએ હરિયાણા કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી દીધા છે. સોનિયા ગાંધીએ હરિયાણામાં પાર્ટી સંગઠનમાં મોટા બદલાવ કરીને પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદરસિંહ હુડ્ડા પર ફરી એક વખત વિશ્વાસ મૂકી પાર્ટીની જવાબદારી તેમને સોંપી છે. હુડ્ડાને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અને ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રમુખ બનાવાયા છે.

કોંગ્રેસ અધ્યક્ષ
ફોટો: સોસીયલ મીડિયા

હરિયાણામાં જ્ઞાતી આધારિત રાજકીય સમીકરણો સાધવા માટે હુડ્ડાને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી તો હરિયાણાના પ્રદેશ પ્રમુખ પણ બદલવામાં આવ્યા. સોનિયાએ હરિયાણા પ્રદેશના વર્તમાન અધ્યક્ષ અશોક તંવરને હટાવીને કુમારી શૈલજાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. શૈલજા હરિયાણામાં પાર્ટીનો દલિત ચહેરો છે જેમણે ભૂપિંદર સિંહથી અલગ પોતાની છાપ ઊભી કરી છે. આમ રાજકીય રીતે આ નિર્ણયની ચારેબાજુ જબરદસ્ત ચર્ચાઓ છે. હરિયાણામાં ચારેબાજુ તેમના આ નિર્ણયના વખાણ થઈ રહ્યા છે. પાર્ટી નેતાઓ પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે.

સોનિયા ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

સોનિયા ગાંધીના આ રાજકીય નિર્ણય બાદ રાજકીય વિશ્લેષકો તેમના વખાણ કરી રહ્યા છે. સોનિયા ગાંધી દ્વારા એક કાંકરે ત્રણ શિકાર કરવામાં આવ્યા છે. એક તો હુડ્ડાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી જેના કારણે તેમના અસંતોષ ને સંતોષમાં બદલી નાખવામાં આવ્યો. બીજું કે કુમારી શૈલજાને પ્રદેશ અધ્યક્ષ બનાવતાં હુડ્ડા પોતાની રીતે મનસ્વી નિર્ણય લઈ શકશે નહીં અને તેમની પર પર્ટીનું નિયંત્રણ પણ રહેશે. અને ત્રીજું શૈલજા હુડ્ડાને જવાબદારી આપીને રાજ્યમાં જ્ઞાતી આધારિત સમાનતા પણ બેસાડી દીધી.

સોનિયા ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

ના માત્ર હરિયાણા પરંતુ સોનિયા ગાંધી આવા કડક નિર્ણયો અન્ય રાજ્યો માટે પણ લેવાની તૈયારી કરી રહ્યા છે. હવે વારો મધ્યપ્રદેશનો છે, જ્યાં કોંગ્રેસે 15 વર્ષ બાદ સરકાર બનાવી છે. જ્યાં દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે આંતરિક કલહ છે જે જગ જાહેર છે. હરિયાણા બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષા માટે મોટો પડકાર છે. જે બાબતે સોનિયા ગાંધી ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે અને નેતાઓ વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ, જુથબંધી અને અંતરકલહને શાંત પાડી દેશે.

સોનિયા ગાંધી
ફોટો: REUTERS/Adnan Abidi

ઉલ્લેખનિય છે કે, સોનિયા ગાંધીએ જે રીતે કોંગ્રેસ અધ્યક્ષનું સુકાન સાંભળ્યું અને લગભગ આખાય દેશમાં નષ્ટ થઈ ગયેલી પર્ટીને 2004, 2009 માં સત્તાના શિખરો સર કરાવ્યા તેમ આ વખતે પણ પર્ટીમાં કડક નિર્ણયો લઈને પાર્ટીને મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સોનિયા ગાંધીનો કાર્યકાળ જોવામાં આવે તો તેઓ કડક નિર્ણયો લેતાં ક્યારેય ખચકાયા નથી. પાર્ટીમાં મજબૂત સંતુલન બનાવવાનો તેમનો રાજકીય સૂઝબૂઝનો બેનમુન નમૂનો એટલે 2004માં કોંગ્રેસની સત્તામાં વાપસી. પરંતુ હાલનો સમય કોંગ્રેસ માટે તેના ઇતિહાસનો સૌથી કપરો સમય ગણવામાં આવે છે તો જોવાનું એ રહયું કે સોનીયા ગાંધીનો મેજીક 2004 ની જેમ કામ કરશે કે નહી!?

Related Articles

Back to top button
આજનું રાશિફળ!