GujaratPolitics

ભાજપ શાસનના કાઉન્ટડાઉનની રિવર્સ ક્લોક! ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનના અંત આવશે.

રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ભાજપ શાસનના કાઉન્ટડાઉનની રિવર્સ ક્લોક (પરિવર્તનના સમય) નું અનારવરણ કરવામાં આવ્યું. ૮ ડીસેમ્બર ચૂંટણી પરિણામના દિવસે ૧૨ વાગે ઘડીયાળ બંધ થઈ જશે અને
ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનના અંત આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને સંરક્ષણમંત્રી, સાંસદશ્રી પી. ચીદમ્બરમ દ્વારા ભાજપ શાસનના કાઉન્ટડાઉનની રીવર્સ ક્લોક (પરિવર્તનના સમય) નું અનારવરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના પદાધિકારીઓ, પ્રવક્તાશ્રીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, આ પરિવર્તનના સમયની ઘડીયાળ આજથી લઈને ચૂંટણીના પરિણામના ૧૨ વાગ્યા સુધી રિવર્સ કાઉન્ટડાઉન કરશે અને ૮ ડીસેમ્બર ચૂંટણી પરિણામના દિવસે ૧૨ વાગે ઘડીયાળ બંધ થઈ જશે અને ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનના અંત આવશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!