GujaratPoliticsRajkot

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત વાત કરતાં મુખ્યમંત્રી રૂપાણીનું રાજકોટ જ ભ્રષ્ટાચારની ફેક્ટરી છે?? મોટો ખુલાસો!

રાજકોટમાં પત્રકારોને પચાસ હજાર રૂપિયાના ચેક આપવાની બાબતે રાજકીય ગરમાંગરમી આવી ગઈ છે. ગુજરાતમાં સૌથી વધારે વાંચવામાં આવતું ન્યુઝ પેપર દિવ્ય ભાસ્કરના પત્રકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા પ્રચાર કરવા માટે પત્રકારોને લાંચ આપવામાં આવી રહી છે અને સરકારી પ્રચાર મસ્ત થવો જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું હતું. જો કે આ પૈસા કોના અને કોના બાપની દિવાળી? જનતા ના પૈસા અને જનતાની મહેનત પરસેવાની કમાણીની દિવાળી. મુખ્યમંત્રી વિજય રૂપાણી આખાય ગામમાં ઢંઢેરો પીટે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવું છે પરંતુ પત્રકારોને પચાસ હજાર રૂપિયાની લાંચ કાંડનો ખુલાસો થતાં મુખ્યમંત્રીનું જ મત ક્ષેત્ર ભ્રષ્ટાચારની ફેકટરી જેવું લાગી રહ્યું છે.

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ સવાલ એ છે કે આ ઘટના ક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત ક્ષેત્રનો છે તો તેમની જાણ બહાર થયું હશે? જો હા તો મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કડક પગલાં ભરવામાં આવવા જોઈએ અને આવા અધિકારીઓને તાત્કાલીક ધોરણે બરતરફ કરવા જોઈએ. કરણ કે એક બાજુ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ની વાત કરે છે અને બીજી તરફ સરકારના કામોનો પ્રચાર કરવાના પૈસાની વહેંચણી કરવામાં આવે છે! તેમજ મુખ્યમંત્રી વિજય રૂપણી દ્વારા તપાસ કરવામાં આવે કે આ સમગ્ર કાંડ કોની દેખરેખ હેઠળ થઈ રહયો છે. આ સમગ્ર કાંડ બાબતે દિવ્યભાસ્કર દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત
ફોટો સોશિયલ મીડિયા

દિવ્યભાસ્કર દ્વારા આ લાંચ કાંડ બાદ નાયબ મામલતદાર ને પણ ફોન કરવામાં આવ્યો હતો અને સવાલો પૂછવામાં આવ્યા હતા જેમાં એક સવાલના જવાના તેઓ જણાવે છે કે, “દિવ્ય ભાસ્કર: પત્રકારોને આટલી રકમ આપી, તમારું બજેટ વિખાશે નહીં?
નાયબ મામલતદાર: નહીં વિખાય, તેની ચિંતા કરોમા, આ ગણતરી થઇ ગઇ છે. સાહેબે કીધું છે એટલા લોકોના જ ચેક બનાવ્યા છે, સાહેબે કહ્યું હતું કે, આપણો પ્રચાર બરોબર થવો જોઇએ.” હવે વિચારો આમાં સાહેબ કોણ? શું સાહેબ એટલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે? તે પણ એક સવાલ છે!? ગુજરાતમાં સૌથી વધારે વાંચવામાં આવતાં દિવ્યભાસ્કર દ્વારા પોતાની પોલિસી જણાવી અને પૈસા લેવાનો ઇનકાર પણ કર્યો. આવા નિષ્પક્ષ અને નીડર પત્રકારત્વને અમે સલામ કરીએ છીએ.

ગુજરાતનું રાજકારણ
ફોટો સોશિયલ મીડિયા

ભાસ્કર દ્વારા એ પણ ખુલાસો કરવામાં આવ્યો કે આ પચાસ પચાસ હજાર જેવી જંગી રકમ ના ચેક આપવામાં આવ્યા છે તે રકમ આવી કયાંથી? તો તેમની આ શોધખોળમાં જાણવા મળ્યું કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણી પહેલાં કલેક્ટર તંત્રે રાજકોટ જિલ્લા દૂધની ડેરી પાસેથી 5 લાખ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસેથી 3 લાખ, રાજકોટ લોધિકા સંઘ પાસેથી 5 લાખ, જસદણ માર્કેટિંગ યાર્ડ પાસેથી 1 લાખ અને અતુલ ઓટો પાસેથી 1 લાખ રૂપિયાનું ફંડ લઈને આ તમામ સંસ્થા અને ઉદ્યોગપતિઓને એવું કહેવામાં આવ્યું હતું કે, રાજકોટમાં રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે તેમાં આ ફંડ વાપરવામાં આવશે. હવે આમાં ક્યાંથી ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત થાય??

ગુજરાત મુખ્યમંત્રી
ફોટો સોશિયલ મીડિયા

ત્યાર બાદ આ ફંડનો ઉપયોગ પણ કયાં ક્યાં અને કેટલો કરવામાં આવ્યો હતો તેની પણ શોધખોળ દિવ્યભાસ્કર દ્વારા કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, આ ફંડમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જે ડ્રેસ સીવડાવવામાં આવ્યા હતા તે પાર્ટીને એડવાન્સ પેટે રૂ. 9.44 લાખ જેટલી જંગી રકમની ચુકવણી કરવામાં આવી હતી. તેમજ અશ્વ શોના 12 વિજેતાઓને 1.02 લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત 8 અખબારના પત્રકારોને 50-50 હજારના ચેક આપવામાં આવ્યા હતા. જે બાદ વિવાદનો વંટોળ શરૂ થયો હતો અને રેલો છેક મુખ્યમંત્રી વિજય રૂપણી સુંધી પહોંચ્યો છે.

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી ની દેખરેખમાં આ તમામ કામો થયાં છે કે તેમની જાણ બહાર આ કામો થયા છે તે તો હવે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ જ જણાવી શકે છે પરંતુ હાલના આ સમયમાં સરકારની ચાંપલુસી કરનારા અને પૈસાને પરમેશ્વર માનનારા સમયમાં દિવ્યભાસ્કર અને તેના પત્રકારને આ સત્ય બહાર લાવવા બાબતે સલામ છે અને જ્યાં સુંધી આવું પત્રકારત્વ હશે ત્યાં સુંધી દેશમાં કશું ખોટું નઇ થઈ શકે. અમે દિવ્યભાસ્કર અને તેના પત્રકાર ટીમના કામ બાબતે ગર્વની લાગણી અનુભવીએ છીએ. દિવ્ય ભાસ્કર દ્વારા પ્રસિદ્ધ સમગ્ર અહેવાલ વાંચવા આ લિંક પર ક્લિક કરો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!