ભારતીય જનતા પાર્ટી રામમંદિર નિર્માણ નઈ પરંતુ રામમંદિર બનાવવાના બહાને સત્તા મેળવવા માંગે છે : જગદગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી

ભારતીય જનતા પાર્ટી રામમંદિર બનાવવા નથી ઇચ્છતી પરંતુ બીજેપીનો ઉદ્દેશ રામમંદિરના નામે સત્તા હાંસલ કરવાનો છે: દ્વારિકા પીઠ શંકરાચાર્ય જગદગુરુ સ્વરૂપાનંદ સરસ્વતી
દ્વારકા પીઠ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીનું કહેવું છે કે, ભાજપ રામમંદિર બનાવવાનું ઇચ્છતી નથી પરંતુ રામ મંદિરના નામે સત્તા પર આવવા માંગે છે એમણે કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી રામમંદિરના મુદ્દે રાજકારણ કરીને સત્તા પર ફરી આવવા માંગે છે.
રવિવારે વૃંદાવન ચાતુર્માસ પ્રવાસ દરમ્યાન શંકરાચાર્યજીએ ડાલમિયા હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, રામમંદિર નિર્માણના નામ પર ભારતીય જનતા પાર્ટી જનતાને ગુમરાહ કરી રહી છે, છેતરી રહી છે. એમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનું મકસદ મંદિરના બહાને સત્તા પર બન્યા રેહવું છે, મંદિર નિર્માણ કરવું કોઈ રાજનૈતિક પાર્ટીનું કામ નથી અને એ કોઈ પણ પાર્ટી સરકારમાં રહીને કરી શકશે નહીં કે કરાવી શકશે નહીં. ભાજપ હોય કે કોંગ્રેસ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના આદેશ થયા પછીજ થઈ શકશે અથવાતો દેશના સાધુ સંત મળીને મંદિર નિર્માણ કરી શકશે.
સ્વરૂપાનંદ સરસ્વતીજીએ સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ સમયે સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આપેલા ભાષણની પ્રશંશા કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ ખુબજ સારી વાત કહી, લોકસભામાં રાહુલ ગાંધીએ ભાજપ દ્વારા તેમને કહેવામાં આવતા પપ્પુ નો વિરોધ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતીનો વિરોધ કર્યો તે પ્રશંસનીય છે. એમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી રોજબરોજ કેહતા હતા કે હું નીચી જાતનો છું પરંતુ એ ક્યાંયથી નીચી જાતના લાગતા નથી.
રાહુલ ગાંધી દ્વારા મંદિર મસ્જિદ જવાના મુદ્દે સ્વામી સ્વરૂપાનંદજી એ કહ્યું કે, ભાજપ આને દેખાડો કહે છે તો આ દેખાડો તો નરેન્દ્ર મોદી પણ કરે છે. અમે તો એટલુંજ જાણીએ છીએ કે જે હિંદુ ધર્મને માને છે એ જ હિંદુ છે અને જો કોઈ મુસ્લિમ હિંદુ ધર્મને માને છે તો એ આપણો હિંદુ પંથી મુસ્લિમ ભાઈ છે.
દેશમાં ગૌરક્ષાના નામ પર હત્યાઓ થઈ રહી છે તેના મુદ્દે શંકરાચાર્યજીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ નોટબંધીની જેમ દેશમાં ગૌમાંસ નિર્યાત ઉપર રોક લગાવવી જોઈએ અને ગૌમાંસ પ્રતિબંધના આદેશો આપવા જોઈએ. આરક્ષણના મુદ્દે તેમણે કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ ક્યાં છે?! એમને કહ્યું કે આજે આધ્યાત્મને શિક્ષાથી અલગ કરી નાખ્યું છે આજ કારણ છે કે દુષ્કર્મ જેવી ઘટનાઓ વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે જગદગુરુ શંકરાચાર્ય ગુજરાતના દ્વારિકા પીઠના સંત છે અને તેમની ઉંમર ૯૪ વર્ષ છે અને સૌથી મોટી ઉંમરના સંતશ્રી છે. તેમણે આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની પણ ઝાટકણી કાઢી હતી.



