
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જૂજ દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દેશની રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આટાફેરા વધી ગયા છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તો લગભગ લગભગ દર મહિને 2..3 વાર ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે તો દેશના ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી સહિતના અનેક નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઈને સતત ગુજરાત પ્રવાસ યોજી રહ્યા છે. ભાજપ આપ ની સક્રિયતા વધતાં કોંગ્રેસે પણ પોતાની સક્રિયતા વધારી દીધી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી તો ગુજરાતમાં જ ફુલટાઇમ એક્ટિવ થઈ ગયા છે. અને છેલ્લા છ સાત મહિનાઓથી સંગઠન મજબૂત કરવા મથી રહ્યા છે. તો રાજસ્થાન મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોત પણ ગુજરાત પ્રવાસ કરી ચુક્યા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાત પ્રવાસે આવ્યા હતાં અને ધારાસભ્યો સહિત તમામ નેતાઓના કલાસ લીધા હતા. અશોક ગેહલોત દ્વારા બાગી ધારાસભ્યોને પણ મીઠી ચીમકી આપવામાં આવી હતી. સાથે જ સંગઠન બાબતે પણ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે મિટિંગ કરીને આગામી ચૂંટણી બાબતે રણનીતિ અને કેમ્પઇન માટે બેઠક લીધી હતી. અશોક ગેહલોત ગુજરાતમાં આવતાં જ ગુજરાત કોંગ્રેસમાં અને કાર્યકરોમાં પ્રાણ પુરાઈ ગયા છે. અશોક ગેહલોત દ્વારા કરવામાં આવેલી આરોગ્ય, શિક્ષણ, રોજગારી અને જૂની પેંશન યોજનાની જાહેરાત બાદ કોંગ્રેસ ફરીથી માર્કેટ માં આવી ગઈ છે. ભાજપ અને આપ ની જાહેરાતો બાદ કોંગ્રેસ દ્વારા માસ્ટરસ્ટ્રોક મારવામાં આવ્યો છે. અશોક ગેહલોત કુશળ રણનીતિકાર છે અને જનતાની નાડ પારખતાં આવડે છે. બસ એજ કુશળતાના દ્વારા ગેહલોત દ્વારા મહત્વની જનતા માટે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની ચૂંટણી પહેલા જનતાને કોંગ્રેસે વચન આપ્યું છે.

કોંગ્રેસ ભાજપ આપ ને છોડવાશે પરસેવો!
ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત કોંગ્રેસ એ મિશન 2022 માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. લોકો સાથે ડાયરેકટ કનેક્ટ થવા માટે અત્યારથી જ ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજનાઓ ઘડી કાઢવામાં આવી છે એટલુંજ નહીં આ યોજનાઓ તાત્કાલીક ધોરણે શરૂ પણ કરી દેવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતની તમામ વિધાનસભામાં પદયાત્રા કરવામાંઆવશે. જેનું નામ પરિવર્તન સંકલ્પ પદયાત્રા આપવામાં આવ્યું છે. પરિવર્તનસંકલ્પ પદયાત્રા દરેક વિધાનસભામાં ફરશે. આગામી સપ્ટેમ્બર મહિનાની 1 અને 2 સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રાની શરૂઆત થશે. કોંગ્રેસ શહેરમાં કાચી ચગે ત્યા વિશેષ ફોકસ કરવામાં આવશે. અમદાવાદ શહેરની 8 વિધાનસભામાં 1 અને 2 સપ્ટેમ્બરે પદયાત્રા યોજાશે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ લોકો સાથે ડાયરેકટ જોડાવવાનો અને કોંગ્રેસે કરેલા જનકલ્યાણના કાર્યો લોકો સુધી પહોંચાડવાનો છે.

મારું બુથ મારું ગૌરવ કેમ્પેઈન
ગુજરાત કોંગ્રેસ ના વરિષ્ઠનેતા અને પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા મારું બુથ મારું ગૌરવ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા સમગ્ર ગુજરાતના દરેક બુથ મજબૂત કરવાની યોજના બનાવવામાં આવી હતી જે હાલમાં પણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ કાર્યકરો સાથે નેતાઓ સીધો સંવાદ કરીને દરેક બુથ મજબૂત કરી રહ્યા છે. તમામ વરિષ્ઠ નેતાઓ ગુજરાતના દરેક બુથ પર પહોંચીને મજબૂત કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ‘કોંગ્રેસનું કામ બોલે છે’ શિર્ષક હેઠળ ‘બોલો સરકાર’ કેમ્પેઇન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત કોંગ્રેસ કોંગ્રેસની સરકારમાં થયેલા કામની માહિતી લોકો સુંધી પહોંચાડવામાં અવાઈ રહી છે. ‘મારું બુથ મારું ગૌરવ’ કેમ્પેઇન હેઠળ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં 52 હજાર બુથની વિગતો એકત્રિત કરી લેવામાં આવશે.

કોંગ્રેસ 150 થી વધુ બેઠક મેળવશે
કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં બોલો સરકાર નામનો કાર્યક્રમ પણ લોન્ચ કર્યો છે. જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ લોકલ મુદ્દાઓ ઉઠાવી રેલીઓ કરીને પત્રકાર પરિષદને સંબોધન કરે છે. જે અંતર્ગત ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા બોલો સરકાર અંતર્ગત મેનીફેસ્ટો પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાજરી આપી હતી અને લોકો પાસેથી મેનીફેસ્ટોમાં કયા મુદ્દા લેવા જોઈએ તે અંગે પણ ચર્ચા કરી હતી. પત્રકારપરિષદ ને સંબોધનમાં પરેશ ધાનણીએ જણાવ્યું હતું કે આ વર્ષે કોંગ્રેસ 150 બેઠક વિધાનસભામાં મેળવશે.

આપ ભાજપ માં સોંપો
કોંગ્રેસની એક બાદ એક જાહેરાત ભાજપ આપમાં સોંપો પડી ગયો છે. અને ગુજરાતમાં પવન બદલાયો હોય એવું લાગી રહ્યું છે. ચારે બાજુ કોંગ્રેસની જાહેરાતોની ચર્ચા છે. કોંગ્રેસ એક્શનમોડમાં આવી ગઈ છે અને જનતાને વચનો આપ્યા છે અને એવાજ વચનો આપી રહી છે જે કોંગ્રેસ દ્વારા રાજસ્થાન અને છત્તીસગઢમાં જાહેર કર્યા હતા અને હાલમાં તેનો અમલ પણ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા બુથથી મજબૂત થવાની શરૂઆત કરવામાં અવાઈ છે જે બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં પણ દોડધામ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ સાઇલેન્ટલી પોતાનું કામ કરી રહી હોય તેવું હાલ લાગી રહયુ છે.
