GujaratPoliticsSocial Media BuzzTech & Gadgets
Trending

WhatsApp પર કોંગ્રેસ પક્ષના સ્ટીકર્સ મચાવી રહ્યા છે ધૂમ…

WhatsApp પર કોંગ્રેસ પક્ષના સ્ટીકર્સ મચાવી રહ્યા છે ધૂમ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુ થી માંડીને રાહુલ ગાંધી સહિતના તમામ નેતાઓના સ્ટીકર્સ હાલમાં  WhatsApp પર ધૂમ મચાવી રહ્યા છે.

કોંગ્રેસ પક્ષ સોશિયલ મિડિયા ઉપર સતત સક્રિયતાથી કામગીરી બજાવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ સોશિયલ મિડિયા ડીપાર્ટમેન્ટ સોશિયલ મિડિયા ઉપર રચનાત્મક રીતે પક્ષના પ્રચાર અને સત્તાધારીઓની ખોટી નિતી રીતીઓને ઉઘાડી પાડી રહ્યું છે.

કોંગ્રેસ સોશિયલ મિડિયા ડીપાર્ટમેન્ટના કાર્યકરો ફેસબુક, ટ્વીટર, WhatsApp જેવા માધ્યમો પર દિવસ રાત એક્ટીવ રહીને પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે ત્યારે વોટ્સએપ પર આજકાલ એક નવો ફિચર ઉમેરાયો છે. વોટ્સએપની લેટેસ્ટ અપડેટમાં સ્ટીકર્સ શરુ કરવામાં આવ્યા છે.

WhatsApp પર અત્યારસુધી ઈમોજી અને GIF રીએક્ટ કરવામાં આવતાં હતાં, ત્યારે હવે ફેસબુકની જેમ વોટ્સએપ પર પણ સ્ટીકર્સથી રિએકશન આપી શકાશે.

સોશિયલ મિડિયા પર એકલી શબ્દોની રમત જ નથી થતી પરંતુ ઈમોજી – GIF તથા હવે સ્ટીકર્સ દ્વારા પણ લાગણી વ્યક્ત કરવામાં આવે છે, આવા સ્ટીકર્સ અનેક શબ્દોની ગરજ સારે છે. તો સાથે જ એક ફોટોગ્રાફને સ્ટીકર બનાવીને વાયરલ કરવામાં આવતાં WhatsApp પર ફોટોગ્રાફ ડાઉનલોડ કરવાની કોઈ ફોર્માલીટી કરવી નથી પડતી નવું, સરળ અને આકર્ષક હોવાથી લોકોમાં સ્ટીકર્સ પ્રત્યે ઉત્સુકતા વધી છે.

ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રચાર પ્રસાર માટે WhatsApp પર આ અપડેટ આવ્યાની સેકન્ડોની અંદર જ સોશિયલ મિડિયા વિભાગ પોતાની જવાબદારી અને કામગીરીની ફરજ રૂપે અપડેટેડ રહી અને પક્ષના આગેવાનો જેમકે શ્રી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સ્વ. શ્રીમતી ઇન્દિરા ગાંધી, શ્રી રાજીવ ગાંધી, શ્રી અમિતભાઈ ચાવડા, શ્રી પરેશભાઈ ધાનાણી સહિતના આગેવાનોના તથા પક્ષના નિશાન પંજાના વિવિધ મુદ્રામાં આકર્ષક સ્ટીકર્સ બનાવીને WhatsApp પર મોટા પ્રમાણમાં વાયરલ કરવામાં આવી રહ્યા છે અને આ મામલે કોંગ્રેસ પક્ષના સ્ટિકર્સ WhatsApp પર છવાઈ ગયા છે.

Whatsapp

જો કે સોશિયલ મિડિયા પર અગાઉ પ્રભુત્વ ધરાવતી હોવાનો દાવો કરતી ભાજપ હજુ આ મામલે ઘણી પાછળ છે, તેના દ્વારા કોઈ સ્ટીકર હજુસુધી લાવવામાં નથી આવ્યા ત્યારે આઈ.ટી. એક્સપર્ટ કાર્યકરો ધરાવતી કોંગ્રેસ પાર્ટીનું સોશિયલ મિડિયા ડીપાર્ટમેન્ટ આ મામલે સફળ, આગળ અને અપડેટેડ સાબિત થયું છે.

Whatsapp

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પક્ષના સોશિયલ મિડિયા વિભાગ દ્વારા સોશિયલ મિડિયા પર કરવામાં આવી રહેલા ક્રિએટીવ પ્રચાર અને સરકારના વિવિધ મુદ્દે અસરકારક વિરોધને જોતા રાષ્ટ્રીય કક્ષાએથી પણ ગુજરાતની કામગીરીને બિરદાવાઈ રહી છે.

તો આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વધુ મજબુતીથી સોશિયલ મિડિયા પરની લડાઈને લડવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા નવી રણનીતિ ઘડીને સોશિયલ મિડિયા ડીપાર્ટમેન્ટની સમગ્ર ટીમને ઓનલાઈન ચૂંટણીલક્ષી પ્રચારની કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવશે અને તે માટે મોટાપાયે આયોજન પણ કરવામાં આવી રહ્યું છે જેની વિગતો આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે.

Whatsapp

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોસીયલ મીડિયા કોર્ડિંનેટર હેમાંગભાઈ રાવલ નો આ અંગે સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, વોટ્સઅપની લોકપ્રિયતા જોતા આગામી લોકસભાની ચુંટણીમાં વોટ્સએપનું મહત્વ સમજીને જેવું નવું ફીચર ઉમેરાયું તેવું જ અમારા ટેક્નિકલ એક્સપર્ટ્સ દ્વારા જવાહરલાલ નહેરુ થી લઇને રાહુલ ગાંધી સુંધીનાં સ્ટિકર્સ બનાવીને વાયરલ કરવામાં આવ્યા છે તેમજ તહેવારો માં અમે કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા તથા અન્ય નેતાઓના સ્ટિકર્સ દ્વારા શુભેચ્છાઓ પાઠવી અવનવી પ્રચાર પ્રક્રિયા હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!