GandhinagarGujaratPolitics

ભાજપમાં શિસ્તભંગની શરૂઆત?? નેતાજીએ સત્તાવાર જાહેરાત પહેલાં જ પ્રચાર શરૂ કરી દેતા રાજકીય કુતુહલ!

ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચ સાથે સાથે રાજકીય પાર્ટીઓ દ્વારા પણ આ આઠ બેઠકો પર પેટાચૂંટણીની તાડામાર તૈયારીઓ થઈ રહી છે. ટૂંક સમયમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારો પણ જાહેર કરશે તો આ વખતે એનસીપી અને આમઆદમી પાર્ટી દ્વારા પણ પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ હજુ સુંધી એક પણ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ આજે મોડી રાત સુંધી અથવા આગામી 24 કલાકમાં ઉમેદવારો જાહેર થઈ જશે એ નક્કી છે.

ભાજપ, પાટીલ, પેટાચૂંટણીફોટો સોશિયલ મીડિયા

આ પેટાચૂંટણીમાં ભાજપ માટે પહેલીવાર સૌથી વધારે અઘરું એ છે કે કોને ટીકીટ આપવી! આમ તો ભાજપ માં પાંચ બેઠક પર કોંગ્રેસ માંથી આવેલા ધરસભ્યોને ટીકીટ આપવી નક્કી છે પરંતુ પાર્ટીમાં કાર્યકરોનો વિરોધ વધારે છે એ જોતાં ભાજપ હાલમાં તો ભીંસમાં છે અને પાર્ટી કાર્યકરોનો વિરોધ જોતાં ભાજપ દ્વારા હજુ સુંધી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. લગભગ લગભગ ફાઇનલ જેવું જ છે કે કોંગ્રેસના બાગી નેતાઓને ટીકીટ અપવી. પરંતુ ભાજપ પોતાને એક શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે ત્યારે કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા નેતાએ ભાજપમાં અશિસ્તનું વાતવરણ સર્જ્યું હોય એવું લાગી રહ્યું છે??

સીઆર પાટીલ, અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJPફોટો સોશિયલ મીડિયા

વાત છે ધારી વિધાનસભાની. આઠ બેઠકો માંથી એક ધારી બેઠક પણ છે. ધારી વિધાનસભા પેટાચૂંટણી જાહેર થઇ છે પરંતુ આ બેઠક પર હજુ સુંધી ગુજરાતની બે મુખ્ય પાર્ટીએ કોઈ પણ ઉમેદવાર સત્તાવાર જાહેર કર્યા નથી. અને ભાજપ માં જ્યાં સુંધી સત્તાવાર જાહેરાત ના થાય ત્યાં સુંધી પાર્ટીના શિસ્તમાં રહેવાનું દરેક કાર્યકરો અને નેતાઓ ને કહેવામા આવેલું જ છે જે ભાજપની પ્રથા પણ છે. પરંતુ આજે ધારી ખાતે કોંગ્રેસના બાગી ધારાસભ્ય જે ભાજપમાં જોડાયા છે તેમણે પ્રચાર શરૂ કરી દીધો છે.

ગુજરાત ભાજપ, ભાજપ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે જેવી કાકડીયા દ્વારા ગત રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામુ આપીને જેવી કાકડીયા ભાજપમાં જોડાઈ ગયા હતાં. ધારી વિધાનસભા ચૂંટણી જાહેર થયાં બાદ લગભગ લગભગ જેવી કાકડીયા નક્કી જ છે પરંતુ હજુ ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તોય જેવી કાકડીયા દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેવી કાકડિયા પત્રકારો સમક્ષ જણાવ્યું કે મને પાર્ટીએ સત્તાવાર રીતે ઉમેદવાર આજે જાહેર કરી દીધો છે અને હું ચોક્કસ જીતી જઇશ.

ભાજપ, પેટા ચૂંટણીફોટો સોશિયલ મીડિયા

જેવી કાકડિયા એ જાતે જ પોતાને ઉમેદવાર જાહેર કરી દેતા રાજકીય કુતુહલ સર્જાયું છે કારણ કે ભાજપ દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેવી કાકડીયા એ વધુમાં જણાવ્યું કે ધારી ખાંભા અને બગસરા મતવિસ્તારના તમામ સમાજના લોકો મારી સાથે છે અને આ સમગ્ર વિસ્તારમાં પ્રચાર પ્રસારનો એક રાઉંડ પુરો કરી લીધો છે. તેમણે કહ્યું હતું કે નતાને સ્થાનિક ઉમેદવાર જોઈએ છે અને હું સ્થાનિક ઉમેદવાર જ છું. તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!