GujaratPolitics

ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ એ જાહેરમાં ખુદ પોતાને જ જુઠા સાબિત કર્યા!

સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણી નો માહોલ છે. અને ચારે બાજુ એક જ ચર્ચા છે કે ગદ્દાર જીતશે કે નવા નિશાળીયા? કેટલીક જગ્યાએ તો એવા સૂત્રો પણ પ્રચલિત થયા છે કે ગાંડો ચાલશે પણ ગદ્દાર નહીં. કેટલીમ જગ્યાએ દલબદલુંઓનું ઈંડા વડે સ્વાગત પણ કરવામાં આવ્યું છે. ભાજપ કાર્યકરોમાં પક્ષપલટુંઓ ને ટિકિટ આપવા સામે સખત આક્રોશ છે અને કાર્યકરોમાં નિરાશા છે. ત્યારે ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર એક સભા દરમિયાન જુતું ફેંકાયું હતું જે જનતામાં અસંતોષ અને સરકારની નીતિરીતિ સામે નારાજગી દર્શાવે છે. તો બીજી તરફ સીઆર પાટીલ એ પણ પોતાને જ જુઠા સાબિત કર્યા છે.

સીઆર પાટીલ, પેટા ચૂંટણી, ભાજપ, પાટીલ, જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા, ભાજપ, રાજસ્થાન ભાજપ, ભાજપ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ભાજપમાં પણ અસંતોષ ચરમ સીમા પર છે. કોંગ્રેસ માંથી આવેલા ધારાસભ્યોને ટિકિટ આપવાના કારણે કાર્યકરોમાં હતાશાનું વાતાવરણ છે. કાર્યકરોની અવગણના અને લાગણીનું અપમાન કરીને ભાજપે કોંગ્રેસના આયટીઓ આગળ કર્યા જેનો આક્રોશ સમગ્ર પેટા ચૂંટણી દરમિયાન જોઈ શકાય છે. ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ પુરવા માટે નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા શરૂઆતથી જ કહેવામાં આવતું હતું કે ભાજપ માં કોંગ્રેસના આયાતી નેતાઓને લેવામ આવશે નહીં. અને પક્ષના સનિષ્ઠ કાર્યકરોને માનસમમાં આપવામાં આવશે પરંતુ સીઆર પાટીલ ના આ આદેશને ભાજપ નેતાઓ ઘોળીને પી ગયા અને કોંગ્રેસ નેતાઓ ને જોડાવા લાગ્યા.

સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, હાર્દિક પટેલ, પેટા ચૂંટણી, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

પેટા ચૂંટણીમાં પણ પક્ષપલટુઓને ટિકિટ આપવામાં આવી. ત્યારબાદ પણ સીઆર પાટીલ દ્વારા જાહેરમાં જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસમાંથી કોઈને નહી લેવાય. પરંતુ હવે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ ખુદ પોતાના નિવેદનથી ફરી ગયા હોય તેમ દેખાઇ રહ્યું છે. પહેલા ભાજપ નેતાઓ અને હવે ખુદ ભાજપ અધ્યક્ષ પોતે પણ હવે પોતાના આદેશને ઘોળી ને પી જતાં ભાજપ કાર્યકરોનો વિશ્વાસ ડગમગી ગયો છે. ભાજપ માં ચારે બાજુ એક જ ચર્ચાઓ છે કે શું પેટા ચૂંટણી ને ધ્યાને લઈને માત્ર કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે આવું નિવેદન કરવામાં આવ્યું હતું?!

સીઆર પાટીલ, ભાજપ, પેટા ચૂંટણી, પાટીલ, જીતું વાઘાણી

કાર્યકરો સામે શેખી મારવા માટે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા , ભાજપ ને પોતાન કાર્યકરો પર વિશ્વાસ છે, કોંગ્રેસના આયાતી નેતાઓની જરૂર નથી કોઈ કોંગ્રેસના નેતાઓને લવામાં નઈ આવે વગેરે જેવા નિવેદનો કરવામાં આવ્યા હતા પરંતુ આ બધું ખૂબ જ ટૂંકા સમયમાં ફુગ્ગાની જેમ ફૂટી ગયું હતું. જણાવી દઈએ કે લીંબડી ખાતે સીઆર પાટીલ ની ઉપસ્થિતિમાં ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેર સહિત 10 જેટલા કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતા. એટલું જ નહીં આ લોકોનું સ્વાગત ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ દ્વારા કરવામાં આવ્યું હતું.

સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, પાટીલ, પેટા ચૂંટણી, ભાજપ, પાટીલ, પેટાચૂંટણી, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

સીઆર પાટીલ દ્વારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લાલજી મેર તેમજ અન્ય આગેવાનોને ભાજપ નો પરંપરાગત કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. જે બાદ ભાજપ કાર્યકરોમાં ચર્ચા છે કે ભાજપ અધ્યક્ષે પોતે જ પોતાને જાહેરમાં જુઠા પડ્યા. નેતાઓ તો અધ્યક્ષના આદેશને ઘોળીને પી જતા હતાં પરંતુ હવે અધ્યક્ષે જ ખુદ ને જાહેરમાં ખોટા પાડ્યા છે. એટલે હાથીના દાંત બતાવવાના અલગ અને ચાવવાના અલગ તેના જેવું છે. કાર્યકરો ને કહેવાનું કઈ અને કરવાનું કંઈ!

સીઆર પાટીલ, પાટીલ, સીઆર પાટીલ, અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

ભાજપમાં દિવસેને દિવસે અસંતોષ વધી રહ્યો છે. જેનું સૌથી મોટું કારણ કોંગ્રેસના આયાતી નેતાઓ છે. ભાજપ દ્વારા પાયાના કાર્યકરોની અવગણના કરીને કોંગ્રેસના આયાતી નેતાઓને છપ્પનભોગ પીરસવામાં આવી રહ્યા હોવાથી દિવસેને દિવસે આંતરિક અસંતોષ વધી રહ્યો છે. જે આગામી પેટા ચૂંટણીમાં ભાજપ ને જબરદસ્ત અસર કરી શકે છે. પહેલા આ અસંતોષ બહાર નોહતો આવતો પરંતુ હવે નેતાઓ કાર્યકર્તાઓ અને ધારાસભ્યો પણ ખુલીને અસંતોસ જાહેર કરી રહ્યા છે.

સીઆર પાટીલ, પેટા ચૂંટણી, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભાજપ માં પણ આંતરિક અસંતોષ અને આંતરિક રાજકારણ ખુલીને સામે આવી રહ્યું છે. સંગઠન અને સરકાર વચ્ચે સબ સલામતની માત્ર પોકળ વાતો હોય એવું લાગી રહ્યું છે. ભાજપમાં કોંગ્રેસના આયાતી નેતાઓનો જમાવડો પણ એક ખેમો બનતો જાય છે. જણાવી દઈએ કે કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા કેટલાક નેતાઓ કેબિનેટ કક્ષાના મંત્રી છે તો કેટલાક નેતાઓ પર સરકાર અને સંગઠનના ચાર હાથ છે. જેના કારણે ભાજપ ના પાયાના કાર્યકરોમાં રોષ ચગે ત્યારે આયટીઓ લેવાથી ભાજપમાં ગૃહ યુદ્ધની સ્થિતિ આવનારા ભવિષ્યમાં થશે એ નક્કી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!