GujaratPolitics

પેટા ચૂંટણી માં કોંગ્રેસની રણનીતિને માત આપવા ભાજપ સરકાર સક્રિય! પણ કોંગ્રેસ…

સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના લગભગ લગભગ તમામ રાજ્યોમાં પેટા ચૂંટણી ઓ યોજાવા જઇ રહી છે. તેમજ બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. આ સમયે ભાજપ માટે મોટો મુદ્દો ખેડૂતોનો છે. ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કાયદાઓ સામે સમગ્ર દેશમાં આક્રોશ છે અને હવે ચૂંટણીમાં આ મુદ્દો પણ છે. જે ભાજપ સરકાર માટે માથાના દુખાવા સમાન બન્યો છે. લોકસભા રાજ્યસભામાં મોદી સરકારે કૃષિબિલ પસાર કરતાં તેમજ રાષ્ટ્રપતિ દ્વારા સહી કરતાંની સાથે જ આ ત્રણ બિલો હવે કાયદો બની ગયા છે.

પેટા ચૂંટણી, ભાજપ, મોદી સરકાર, રઘુરામ રાજન
ફોટો સોશિયલ મીડિયા

દેશના પંજાબ સહિત અન્ય રાજ્યોમાં કૃષિ કાયદા વિરુદ્ધ વંટોળ શરૂ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આ બાબતે સરકારનો વિરોધ કર્યો છે અને બંને ગૃહમાં ચર્ચા માટે કેમ રાખવામાં ના આવ્યો તે મુદ્દે સરકાર પર સવાલોની ઝડી લગાવવામાં અવાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા દેશના તમામ રાજ્યોમાં કૃષિ કાયદા વિરોધમાં પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતાં અને રાહુલ ગાંધી દ્વારા આ કાયદાના વિરોધમાં પંજાબ હરિયાણામાં ટ્રેકટર રેલી પણ કરવામાં આવી હતી. તેમજ હવે આ રેલી સમગ્ર દેશના તમામ રાજ્યોમાં યોજવામાં આવશે તેવું સૂત્રો ઓએસેથી જાણવા મળી રહ્યું છે. પરંતુ આ તમામ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

પેટા ચૂંટણી, ભાજપ, પાટીલ, પેટાચૂંટણી, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ભાજપને ઘેરવા માટે કોંગ્રેસ એક કાંકરે બે પક્ષી મારવાની યોજના સાથે આગળ વધી રહી છે. હાલ ગુજરાતમાં પણ પેટા ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ ને ખબર છે કે સમગ્ર દેશના ખેડુતોમાં કૃષિ કાયદા સામે આક્રોશ છે અને આ બાબતે કોળી સરકારને ઘેરવાનો સાચો સમય છે. એટલે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને કૃષિબિલનો વિરોધ કરવા અને ટ્રેકટર રેલી યોજવા માટે ગુજરાત પ્રવાસનું આમંત્રણ આપવામાં આવ્યું છે જેના માટે રાહુલ ગાંધી ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી શકે છે. આ બાબતે હજુ સુંધી કોઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પેટા ચૂંટણી, અમિત ચાવડા, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીના પ્રવાસને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. અને લગભગ લગભગ તમામ તૈયારીઓ સાથે 50 કિલોમીટરના રૂટ પર ટ્રેકટર રેલીનો પ્લાન પણ તૈયાર થઈ ગયો છે. આમ જોઈએ તો કૃષિબિલના વિરોધમાં થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગર કૂચ યોજીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. બસ ત્યારથી જ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણી નો પ્રચાર શરૂ થઇ ગયો હતો. આ સામે ભાજપે પણ તમામ તૈયારીઓ કરી લીધી અને આઠે આઠ બેઠકો પર ભાજપ હાઈટેક પ્રચાર કરવાના મૂડમાં છે. એટલું જ નહીં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે છે.

રાહુલ ગાંધી, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ત્યારે કોંગ્રેસ એક કાંકરે બે પક્ષી મારવાની તૈયારીમાં છે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની રેલી ગોઠવીને પેટા ચૂંટણી માં સભાઓ ગજવવાની અને કૃષિ કાયદાનો વિરોધ કરીને મોદી શાહને ઘરમાં જ ઘેરવાની યોજના બનાવી છે. દેશના તમામ ખેડૂતોમાં આ કાયદા સામે આક્રોશ છે ત્યારે રાહુલ ગાંધીએ પંજાબ-હરિયાણામાં ખેડૂતોના સમર્થનમાં ટ્રેક્ટર રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. બસ એવી જ રીતે ગુજરાતમાં પણ ઓક્ટોબર એટલે કે આજ મહિનાના અંતમાં રાહુલ ગાંધી 50 કીમી લાંબી ટ્રેક્ટર રેલી યોજી શકે છે.

પેટા ચૂંટણી, અમિત ચાવડા, પાટીલ, ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. સૌરાષ્ટ્રમાં જ ભાજપ નબળું દેખાઈ રહ્યું છે. આ રેલી યોજીને કોંગ્રેસ સૌરાષ્ટ્રના ખેડૂતોની સહાનુભૂતિ મેળવી શકે છે તે જોતા સૈારાષ્ટ્રમાં પેટાચૂંટણીનો પ્રચાર પણ થઈ જશે અને કૃષિબિલનો વિરોધ સાથે મોદી શાહને તેમના હોમ ગ્રહોઉન્ડ માં ઘેરવામાં આવશે. આ બંને રાજકીય સોગઠાબાજી ધ્યાનમાં લઇ રાહુલ ગાંધીનો એક દિવસીય પ્રવાસ ઘડવામાં આવી રહ્યો છે. પરંતુ ભાજપ સરકાર દ્વારા યેનકેન પ્રકારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની યાત્રાને રોકી શકે છે અને યોજના ઓર પાણી ફેરવી શકે છે. પરંતુ ભાજપ યાત્રાને મંજૂરી આપે કે ના આપે ફાયદો કોંગ્રેસને થશે એ નક્કી છે.

Show More

Related Articles

Back to top button