GujaratIndiaPolitics

રાજકારણમાં મોટો વળાંક!! BJP દિલ્હીમાં બોગસ તપાસ કરતી રહી એટલામાં ગુજરાત સરકી ગયું!?

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સત્તાધારી BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર પણ તેજ બની રહ્યો છે. હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતને હવે વેઢે ગણાય એટલા દિવસ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ધમધોકાર પ્રચાર કરી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ ગઈ છે એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ત્રિપંખીયો જંગ છે એ સાબિત થઈ ગયું છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ આ ચૂંટણી જો સૌથી વધારે કપરી હોય તો તે છે ભારતીય જનતા પાર્ટી માટે કારણ કે છેલ્લા 25 વર્ષથી એકહથ્થુ BJP સત્તામાં છે એટલે એન્ટીઇન્કમ્બન્સી, આંદોલનો અને અધૂરામાંપુરુ નેતાઓનો બેફામ વાણી વિલાસ ભાજપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ બતાવે છે. તો કોંગ્રેસ સત્તામાં આવવા મથી રહી છે ને આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બનવા માટે પ્રયત્નો કરી રહી છે. ત્યારે કેજરીવાલને એક મોકો માલી ગયો છે ગુજરાત BJP ને ઘેરવાનો.

દિલ્લીમાં કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને બુધવારે દિલ્હી વક્ફ બોર્ડમાં ગેરકાયદેસર નિમણૂક સંબંધિત કેસમાં જામીન આપવામાં આવ્યા હતા. જે બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કટાક્ષ કરતા કહ્યું કે બીજેપી દિલ્હીમાં નકલી તપાસ કરતી રહી, જ્યારે ગુજરાત ભાજપ પાસેથી સરકી રહ્યું છે. AAP કન્વીનરે ગુરુવારે તેમના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “BJP દિલ્હીમાં નકલી તપાસ કરતી રહી, જ્યારે ગુજરાત તેમના હાથમાંથી સરકી રહ્યું છે. આજે 75 વર્ષ પછી લોકોને તેમની સમસ્યાઓના ઉકેલની જરૂર છે. લોકોમાં ભારે બેચેની છે. લોકોને 24 કલાક નકારાત્મક અને બદલાની રાજનીતિ કરવી પસંદ નથી.”

બીજી તરફ દારૂ નીતિ કેસમાં આરોપી વિજય નાયરની ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલે સરકાર પર ગંદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે કહ્યું, “આજે કોઈપણ સરકારનું પહેલું કામ સામાન્ય લોકોને મોંઘવારી અને બેરોજગારીમાંથી રાહત આપવાનું હોવું જોઈએ, પરંતુ કેન્દ્ર સરકાર તેની પરવા કરતી નથી. તેમને ચોવીસ કલાક ગંદી રાજનીતિ કરવી પડે છે. 24 કલાક માટે તેમનું એકમાત્ર કામ આમ આદમી પાર્ટીને કોઈપણ રીતે ખતમ કરવાનું, તેને કચડી નાખવાનું, કેજરીવાલને પાડીદેવાનું છે.”

અમિત શાહ, બિહાર, નીતીશ કુમાર
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતમાં ‘આપ’નો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છેઃ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો હોવાથી BJP ના લોકો ગુસ્સે છે. AAPને કચડી નાખવા માટે પહેલા સત્યેન્દ્ર જૈન, અમાનતુલ્લાની ધરપકડ કરી, હવે ખોટા કેસમાં વિજય નાયરની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ આવતા અઠવાડિયે મનીષ સિસોદિયાની ધરપકડ કરવા જઈ રહ્યો છે. આ લોકો આમ આદમી પાર્ટીના દરેક નાના કાર્યકરને જેલમાં નાખી દેશે, જો તમને જેલ જવાનો ડર છે તો આજે જ પાર્ટી છોડી દો.

બીજી તરફ, અરવિંદ કેજરીવાલે દેશભક્તિ કરીકુલમના એક વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં શાળાઓમાં દેશભક્તિ અભ્યાસક્રમ લાગુ કરવા માટે ત્રણ મુખ્ય કારણો આપ્યા. તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય બાળકમાં ભારત પ્રથમની સંવેદના કેળવવાનો છે. બાળકોને તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ યાદ કરાવવા અને બાળકોને તેમની નાગરિક તરીકેની જવાબદારીઓથી વાકેફ કરવા પડશે. ગુજરાતમાં કેજરીવાલની પોપ્યુલારીટી વધી રહી છે તેમાં કોઈ શંકા નથી પરંતુ જે ગતિએ વડબી રહી છે એજ ગતિએ ઘટી પણ રહી છે. દાગી નેતાઓ ને ટીકીટ ફાળવી ને.

રાજ્યસભા ચૂંટણી, દક્ષિણ ભારત, અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!