ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જૂજ દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દેશની રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આટાફેરા વધી ગયા છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તો લગભગ લગભગ દર મહિને 2..3 વાર ગુજરાતનો ઓરકવાસ ખેડી રહ્યા છે તો ભાજપ ના રાષ્ટ્રીય પ્રમુખ, ભાજપ ગુજરાત પ્રભારી, દેશના ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી સહિતના અનેક નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઈને સતત ગુજરાત પ્રવાસ યોજી રહ્યા છે. ભાજપ આપ ની સક્રિયતા વધતાં કોંગ્રેસે પણ પોતાની સક્રિયતા વધારી દીધી છે. કોંગ્રેસ પ્રભારી તો ગુજરાતમાં જ ફુલટાઇમ એક્ટિવ થઈ ગયા છે. અને છેલ્લા છ સાત મહિનાઓથઈ સંગઠન મજબૂત કરવા મથી રહ્યા છે.

ત્યારે આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે. અશોક ગેહલોત સાથે કોંગ્રેસના સિનિયર નેતાઓ તેમજ સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે. અશોક ગેહલોત દ્વારા બાગી ધારાસભ્યોને પણ મીઠી ચીમકી આપવામાં આવી છે. સાથે જ સંગઠન બાબતે પણ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે મિટિંગ કરીને આગામી ચૂંટણી બાબતે રણનીતિ અને કેમ્પઇન માટે બેઠક લીધી હતી. અશોક ગેહલોત ગુજરાતમાં આવતાં જ ગુજરાત કોંગ્રેસમાં અને કાર્યકરોમાં પ્રાણ પુરાઈ ગયા છે. ત્યારે આજે પ્રેસ કરીને અશોક ગેહલોત દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

અશોક ગેહલોતની જાહેરાત બાદ કોંગ્રેસ ફરીથી માર્કેટ માં આવી ગઈ છે. ભાજપ અને આપ ની જાહેરાતો બાદ કોંગ્રેસ દ્વારા માસ્ટરસ્ટ્રોક મારવામાં આવ્યો છે. અશોક ગેહલોત કુશળ રણનીતિકાર છે અને જનતાની નાડ પારખતાં આવડે છે. બસ એજ કુશળતાના દ્વારા ગેહલોત દ્વારા મહત્વની જનતા માટે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની ચૂંટણી પહેલા જનતાને કોંગ્રેસે વચન આપ્યું છે. અસગોક ગેહલીટ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યમાં રાજસ્થાન મોડલને અનુસરવામાં આવશે. કોંગ્રેસે જનતાને સરકાર બનવા પર રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે. સાથે સાથે ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના લાગુ કરવાનું પણ વચન આપ્યું છે.

કોંગ્રેસની જાહેરાત બાદ પવન બદલાયો હોય એવું લાગી રહ્યું છે. ચારે બાજુ કોંગ્રેસની જાહેરાતો ની ચર્ચા છે. કોંગ્રેસ એક્શનમોડમાં આવી ગઈ છે અને જનતાને વચનો આપ્યા છે અને એવાજ વચનો આપી રહી છે જે કોંગ્રેસ દ્વારા રાજસ્થાન અને છત્તીસગઢમાં જાહેર કર્યા હતા અને હાલમાં તેનો અમલ પણ કરી રહ્યા છે. સ્વાસ્થ્ય, શિક્ષા અને સરકારી કર્મચારીઓ બાબતે છત્તીસગઢ અને રાજસ્થાન મોડેલ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. ગેહલોતએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા પર જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. ગુજરાતમાં કોંગ્રેસ સ્વાસ્થ્ય અને સરકારી કર્મીઓ માટે તેમજ કૃષિક્ષેત્રે રાજસ્થાન મોડલ અપનાવશે. ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના લાગુ કરીશું અને જનતાના કલ્યાણ માટે સરકાર કામ કરશે.

તદુપરાંત કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જનતાના આરોગ્યની સુખાકારી અમારી જવાબદારી છે. જનતાના આરોગ્ય માટે વીમા કંપનીનું પ્રિમિયમ અમારી સરકાર ભરશે. સિવાય અલગ-અલગ અંગોના ટ્રાન્સપ્લાન્ટ વિનામૂલ્યે થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવાની જાહેરાત કરી. ખેડૂતો માટે પણ અલગ જાહેરાત કરીને જણાવ્યું કે ખેડૂતોને દિવસે વીજળી અપાશે. આ સાથે જ શિક્ષાપર ભાર આપતાં જાહેરાત કરી હતી કે, ગ્રામીણ વિસ્તારમાં સરકારી અંગ્રેજી શાળાઓ શરૂ કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર તેમજ અન્ય નેતાઓની હાજરીમાં અશોક ગેહલોતે પ્રેસ કરીને જણાવ્યું હતું કે, અમે ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતર્યા છીએ. ગુજરાત કરતા રાજસ્થાનના રસ્તાઓ સારા છે.

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, રાજસ્થાન ચૂંટણી વખતે કોંગ્રેસ દ્વારા જે વચનો આપવામાં આવ્યા હતાં તે મુજબ જ રાજસ્થાનમાં કામ થઇ રહ્યું છે. રાજસ્થાનમાં સ્વાસ્થ્યની શાનદાર યોજના છે. જે દેશભરમાં લાગુ કરી શકાય તેવી યોજના છે. રાજસ્થાનમાં અમીર ગરીબ તમામ માટેની આ યોજના છે. તમામને વીમો, સીટીસ્કેન, દવાઓ ફ્રી આપીએ છીએ. રાજસ્થાન જેવું આરોગ્ય મોડલ ગુજરાતમાં લાગુ કરીશું. કોંગ્રેસ માટે ગુજરાત મહત્વનું રહ્યું છે. 2004 બાદ નિયક્ત કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ અપાશે. કોંગ્રેસ આવશે તો અલગ કૃષિ બજેટ હશે. કૃષિ વીજ કનેક્શન પર પ્રતિ મહિને 1000ની સબસિડી અપાશે. પશુપાલકોને દૂધ પ્રતિ લિટર રૂ. 5ની સબસિડી અપાશે. ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના લાગુ કરીશું. રાજસ્થાનમાં વિધવા મહિલાઓને 1 લાખની સહાય આપીએ છીએ. રાજસ્થાનમાં અનાથ બાળકોને રૂ.1 લાખની મદદ મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત એક પાક્કા ચૂંટણી રણનીતિકાર અને માસ્ટર ખેલાડી છે. જાદુગરના હુલામણા નામે ઓળખાતા અશોક ગેહલોત દ્વારા આ પહેલા પણ પોતાના કરતબ ગુજરાતમાં દેખાડી ચુક્યા છે. રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્યોને નિયંત્રણમાં રાખીને ઝી ટીવીના માલિક સુભાષચંદ્રને પરાજિત કરી દીધા. એટલું જ નહીં વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ટક્કર આપી બે આંકડામાં ભાજપને લાવી દીધી હતી. જ્યારે જ્યારે ગુજરાત કોંગ્રેસમાં કોઈ ઘમાસાણ હોય ત્યારે ત્યારે અશોક ગહેલોત સંકટમોચક બનીને હાજર થઈ જાય છે. ચુસ્ત ડીસીપ્લીન અને જનતા સાથે જોડાયેલા નેતા છે જેમને જનતાની નાડ પરાખતા અને નેતાના મનને સમજતા આવડે છે.




