
લોકસભા ચુંટણીઓ માટે જોરો શોરથી ચુંટણી પ્રચાર શરૂ થઈ ગયા છે ભાજપ કોંગ્રેસની સાથે સાથે અન્ય ક્ષેત્રીય પાર્ટીઓના પણ ઉમેદવારો જાહેર થવા લાગ્યા છે. અને તમામ રાજનૈતિક પાર્ટીઓનો મેનિફેસ્ટો પણ તૈયાર થવા લાગ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીની વારાણસી બેઠક હવે હાઈપ્રોફાઈલ બની ગઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ફરીથી દેશની કમાન સાંભળવા માટે પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે તો રાહુલ ગાંધી પણ દેશના લોકોના દિલ જીતવા માટે અને જનતાના મુદ્દા અને લોક સમસ્યા સમાધાનનો મેનિફેસ્ટો તૈયાર કરવા લાગી ગયા છે.

કાશ્મીરથી લઇને કન્યા કુમારી સુંધી કચ્છથી લઈને કોહીમાં સુંધી ચારેબાજુ ચુંટણીના પડઘામો વાગી રહ્યા છે. જનતાના મનમાં કોણ જીતશે કોણ પ્રધાનમંત્રી બનશે ના સવાલો એ ઘર કરી લીધું છે ત્યારે નેતાઓ જનતાનો મૂડ પારખવાના બનતા પ્રયત્નો કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી પોતાની લોકસભા બેઠક વારાણસી પરથી જ ચુંટણી લડવા જઇ રહ્યા છે. અત્યાર સુંધી તેમણે આપેલા વાયદા અને વચનોની કસોટી થવાની છે. ત્યારે ભારતીય આર્મીના એક જવાન તેમની સામે ઉમેદવારી નોંધાવા જઇ રહ્યા છે તેવી ખબરોએ રાજકારણ ગરમાવી દીધું છે.

હા બીએસએફના સસ્પેન્ડેડ જવાન વારાણસી થી પ્રધાનમંત્રી મોદી વિરૂદ્ધ ચૂંટણીમાં ઉતરવા જઇ રહ્યા છે. આ બીએસએફના સસ્પેન્ડેડ જવાન એટલે તેજ બહાદુર યાદવ જે નરેન્દ્ર મોદી સામે અપક્ષ ઉમેદવાર તરીકે વારાણસીથી લોકસભા ચુંટણી લડશે. તેજ બહાદુર યાદવને ૨૦૧૭માં નોકરી માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

તેજ બહાદુર દ્વારા વર્ષ ૨૦૧૭માં સોશિયલ મીડિયામાં ભોજનની ગુણવત્તાની ફરિયાદ કરતો એક વીડિયો સોસીયલ મીડિયામાં મુકવામાં આવ્યો હતો અને તે વીડિયો વાઇરલ થયા બાદ વિવાદ વકરતાં તેજ બહાદુર યાદવને નોકરી માંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તેજ બહાદુર યાદવનું સોસીયલ મીડિયા ચેક કરતા ખબર પડેલી કે તેઓ નરેન્દ્ર મોદી અને ભાજપના સમર્થક હતાં પરંતુ તેમની સાથે આ ઘટના ઘટતાં તેઓ ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધી થયા હોય તેવી ચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે અને રાજકીય ગરમાગરમીએ રાજનૈતિક ગલીઓમાં પોતાનું સ્થાન લઇ લીધું છે.

ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક હાઇપ્રોફાઈલ બેઠક છે ત્યાં કાંકરો પડે તો પણ મીડિયા નોંધ લે છે. અને હવે સમાચારો પણ આવી રહ્યા છે કે કોંગ્રેસ વારાણસીમાં કોઈ મોટા માથાને પ્રધાનમંત્રી સામે ઉતારે તેવી શક્યતાઓ છે જોકે હાલ પ્રિયંકા ગાંધીના નામની ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ હાલ કોંગ્રેસ દ્વારા કોઈ ઔપચારિક સત્તાવાર જાહેરાત ના થાય ત્યાં સુંધી તે માત્રને માત્ર અફવાહ ગણવી.

જો અને તો હટી જાય અને પ્રિયંકા ગાંધીનું નામ વારાણસી માં નક્કી થઈ જાય તોઆ વારાણસીની આ ચુંટણી જેવો જંગ આખાય ભારતમાં ક્યાંય જોવા નહીં મળે. ખેર હવે જો અને તો ની વાત છે જોઈએ સમય કોને શું બતાવે છે આપડે વોટ આપજો જેને આપો એને પણ વોટ આપડી તાકાત છે અને મતદાન એ મહાદાન છે. અને હા ફોલો અને લાઈક કરવાનું ભૂલતા નહીં.