GujaratPolitics

નીતિન પટેલ પહોંચ્યા બાપ દાદા સુંધી! મળ્યો એવો જવાબ કે આપવી પડી સફાઈ!

ગુજરાતમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને આ સત્ર દરમિયાન સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ચકમક ઝરતી હોય છે. તેમજ હાલ ખેડૂત આંદોલન, કોંગ્રેસની દાંડી યાત્રા પર સરકારી રોક, કોંગ્રેસ નેતાઓને રોકવા અને બંગાળ ચૂંટણી વગેરે જેવા જલદ મુદ્દાઓ છે ત્યારે નીતિન પટેલ ના એક જવાબ બાબતે સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા. ગુજરાતની જનતાને અસર કરતા મુદ્દાઓ પર વિપક્ષના કેટલાક સવાલના જવાબ સત્તાપક્ષ આપતા હોય છે. બસ આજ સવાલ જવાબ પર સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા.

નીતિન પટેલ ,રૂપાણી સરકાર, પેટા ચૂંટણી, ખેડૂત, કોંગ્રેસ, મુખ્યમંત્રી રૂપાણી, ગુજરાત, ગુજરાત રાજ્યસભા, વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner,રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ને એક સવાલ પૂછવામાં આવ્યો હતો જેના જવાબ બાદ વિધાનસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા. વિપક્ષે ગૃહ માંથી વોકઆઉટ પણ કર્યું હતું. સમગ્ર ઘટના બાદ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ ઢીલા પડ્યા હતા અને તેમના દ્વારા આપવામાં આવેલા જવાબ પર સફાઈ આપતાં નજરે પડ્યા હતા. વિપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિધાનસભા ગૃહમાં પણ સત્તાપક્ષના ઉપ મુખ્યમંત્રી બાપ દાદાઓ સુંધી પહોંચી જાય તે ગૃહને લજ્જાવે તેવું છે.

રૂપાણી સરકાર, પેટા ચૂંટણી, રાજ્યસભા ચૂંટણી, ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના એક સવાલ ના જવાબ આપતી વખતે જાણી જોઈને કહ્યું કે અમીત ચાવડા- એમના દાદાએ ગપ્પા મારીને લોકોને ગેરમાર્ગે દોર્યા. બસ આ જવાબ બાદ હંગામો થયો, ગૃહની કાર્યવાહી ખોરવાઈ અને વિપક્ષ દ્વારા વિધાનસભા અધ્યક્ષ પાસે માંગણી કરવામાં આવી કે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ માફી માંગે. ત્યારબાદ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સફાઈ આપવામાં આવૈ હતી કે તેઓએ કોઈ વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓ કરી નથી.

ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાનો બોલવાનો વારો આવતા તેમણે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ ને વિધાનસભા ગૃહમાં ઉચ્ચારવામાં આવેલા તેમના વાહિયાત અને બોગસ નિવેદન બાબતે આડે હાથ લીધા હતા. વિધાનસભાની ચર્ચામાં ભાન અને સંસ્કાર ભૂલી છેક બાપ દાદા સુધી પહોંચી ગયેલા ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલને કોંગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડાએ જવાબ આપ્યો હતો. અમિત ચાવડાના જવાબ બાદ સરકાર અને ભાજપ ના ધારાસભ્યોમાં ચુપ્પીનો માહોલ સર્જાઈ ચુક્યો હતો.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ફોટો: સોસીયલ મીડિયા

કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, બાપ-દાદાઓનું અમને ગૌરવ છે અમારા બાપ-દાદાઓનું કે જેઓ આઝાદીની લડાઈ લડ્યા. અંગ્રેજો સામે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું પણ ક્યારેય ઝુક્યા નથી. તમારા બાપ-દાદાઓ કેવા ઝુક્યા હતા, કેવી માફીઓ માંગી હતી એના ઇતિહાસમાં પુરાવાઓ છે. અમારા બાપ- દાદાઓએ લોકોની સેવા માટે જિંદગી કાઢી હતી. તમારા બાપ- દાદાઓએ કોની સેવા કરી છે?

મોટર વ્હીકલ એક્ટ
ફોટો: સોસીયલ મીડિયા

આ ઉપરાંત ગુજરાતમાં હાલની પરિસ્થિતિ નો પણ ઉલ્લેખ કરતા ઉપ મુખ્યમંત્રીના બહાને મુખ્યમંત્રી પણ આડે હાથ લઈ લીધા હતા. અમિત ચાવડા એ જણાવ્યું હતું કે , અમે જાણીએ છીએ અને આજે પણ ગુજરાતમાં મુખ્યમંત્રીની ઓફિસમાં ફાઇલ જાય તો કોના ધર્મપત્નીને મળવું પડે છે. કોને ત્યાં સહી કરવા જવું પડે છે, કોને બદલી કરાવવા માટે જવું પડે છે. કોના ધર્મપત્ની કહે ત્યારે સરકારમાંથી ઓર્ડર થાય છે એ બધા જાણે જ છે માનનીય નીતિનભાઈ.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!