GujaratPolitics

કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ની મહેનત લાવી રંગ! ભાજપા સરકારે ઝુકવું પડ્યું!

સમગ્ર વિશ્વમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે કરોડો લોકોના મોત નિપજી ચુક્યા છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના એ કહેર વરસાવ્યો છે.સરકારી આંકડા પ્રમાણે આશરે દશ હજાર જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે પરંતુ હાર્વર્ડ યુનિવર્સિટીના એક આર્ટિકલ મુજબ આશરે બે લાખ કરતા પણ વધારે લોકોના મોત નિપજ્યા છે. આવા કપરા સમયમાં લોકોને બેડ, દવાઓ, ઓક્સિજન, સારવાર વગેરે બાબતે ખૂબ જ હાલાકીનો સમની કરવો પડ્યો હતો. ત્યારે આવા કપરા સમયમાં કોંગ્રેસ દ્વારા પ્લાઝ્મા ડોનેશન, કોવિડ હેલ્પલાઇન વગેરે જેવા કર્યો કરીને સત્તાપક્ષ નું કામ કર્યું હતું. આવી જ રીતે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા એ પણ સૌથી પહેલા કોરોના મૃતકોના પરિજનો માટે સહાયની માંગણી કરી હતી.

કોરોના મૃતકોના ન્યાય માટે અને તેમના પરિજનોના અધિકાર માટે સૌથી પહેલો અવાજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. સૌથી પહેલાં 10 મે, 2021 ના રોજ સરકાર સમક્ષ કોરોના મૃતકોના પરિજનો માટે અમિત ચાવડા એ પ્રેસકોન્ફ્રાન્સ કરીને મૃતકના પરિજનોને રૂપિયા 4 લાખના વળતરની માંગણી કરી હતી. અને આજ માંગણી સાથે અમિત ચાવડા દ્વારા સમગ્ર રાજ્યમાં કોવિડ ન્યાય યાત્રાનું આહવાન કર્યું હતું. કોંગ્રેસ નેતાઓ કાર્યકરો દ્વારા સમગ્ર રાજ્યના ગામેગામ અને શહેરોમાં ગલીએ ગલીએ ફરીને મૃતકોના પરિજનોને મળતાં હતા તેમને સાંત્વના પાઠવતા હતા અને ન્યાય યાત્રા બાબતના ફોર્મ ભરતાં હતા.

સરકારના સત્તાવાર આંકડા દસ હજાર ના આંકડા કરતા પણ વધારે લોકોને કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ ખૂબ ઓછા સમયમાં મળ્યા હતા એનો સીધો મતલબ એ કે સરકારના આંકડા ખોટા સાબિત થયા. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા સૌ પ્રથમ જ્યારે મૃતકોના પરિજનો માટે વળતર માંગવામાં આવ્યું ત્યારે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા હાંસી ઉડાવી અને કહ્યુ આવું કશું શક્ય નથી, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ કાર્યકરો દ્વારા ન્યાય યાત્રા દ્વારા સાચી પરિસ્થિતિ બહાર લાવવામાં આવી અને મજબૂતાઈથી કોંગ્રેસ કાર્યકરો કોરોના મૃતકોના સ્વજનોની પડખે ઉભા રહીને તેમના માટે ન્યાય ની માંગણી કરતા રહ્યા.

જે બાદ દેશની સર્વોચ્ચ અદાલતમાં મૃતકોના પરિજનોને વળતર માટેની કેટલીય અરજીઓ થઈ અને આને પરિણામે સરકાર દ્વારા મૃતકોના પરિજનોને 50 હજાર આપવાની જાહેરાત કરવામાં આવી. આ બાબતે ભાજપ સરકાર દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું કર્યું. આ સાથે ગુજરાતમાં પણ મૃતકોના પરિજનોને 50 હજારની સહાય મળશે. પરંતુ આ બાબતે પણ કોંગ્રેસ મક્કમ છે કોરોના મૃતકોના પરિજનો ને 50 હજાર નહીં પરંતુ રૂપિયા 4 લાખની સહાય કરવામાં આવે. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા એ આ બાબતે પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું હતું કે, પશુ અને મનુષ્ય માટે 50 હજાર વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે. વૈશ્વિક મહામારી કોરોનામાં મૃતકના પરિવાર જનોને ભાજપ સરકાર તાત્કાલિક 4 લાખની સહાય ચુકવણીની કાર્યવાહી કરે.

ભાજપ સરકાર કોરોના મૃતકોના પરિજનો માટે 4 લાખ રૂપિયાનું વળતર જાહેર કરે કે ના કરે પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા તેમજ સમગ્ર ગુજરાત કોંગ્રેસના કાર્યકરો નેતાઓની મહેનતે અશક્ય ને શક્ય કરી બતાવ્યું. જે ભાજપ કોરોના મૃતકોને વળતર આપવાની બાબતને અશક્ય ગણાવતી હતી એજ ભાજપ દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતમાં કોરોના મૃતકો માટે 50 હજારના વળતર આપવા બાબતે સોગંદનામું કર્યું. કોંગ્રેસ હજુ મક્કમ છે સરકાર સમક્ષ માંગણી છે કે કોરોના પીડિત પરિવારો ને 4 લાખ ની સહાય કરવામાં આવે. જો કોંગ્રેસ દ્વારા કોરોના પીડિતોના પરીજનો માટે વળતરની લડાઈ ના લડવામાં ના આવી હોત સરકાર દ્વારા કોઈ સહાય પ્રાપ્ત ના થાત તે હકીકત છે. ભાજપ સરકાર પાસેથી કોરોના મૃતકોને સહાય અપાવીને કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા એ એક મજબૂત વિપક્ષ અને વિઝનરી નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!