સીએમ વિજય રૂપાણી અને મંત્રી બાવાળીયાના ઘર સામે લોકોએ કર્યો વિરોધ, પીએમ મોદીના મોહરા વાળા મોઘવારીના પુતળાનું કરાયું દહન
ખેડૂતોની સમસ્યાઓને અવગણવાની અને આંખ આડા કાન કરવાની સરકારી કુટેવની આલોચના કરીને થાકય બાદ હવે જનતા અંદોલનના રસ્તે ઉતરી પડી છે. સમગ્ર ગુજરાત સહિત દેશમાં ખેડૂતોની સમસ્યા અને મોંઘવારીને લઈ સરકારની નાકામયાબી વિરુદ્ધ ગાંધીનગર થી દિલ્લી સુંધી ઠેર- ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ત્યારે રાજકોટમાં મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓએ સીએમ રૂપાણી વિરુદ્ધ મોરચો માંડ્યો છે સીએમના ઘર પાસે વિરોધ પ્રદર્શન કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો અને જેને પાર પાડવા કુચ પણ કરવામાં આવી હતી. ના માત્ર સીએમ વિજય રૂપાણી પણ હમણાજ કોંગ્રેસ માંથી ભાજપ માં પધારેલા અને આવતાની સાથેજ મંત્રી પદ પણ મેળવી લેનારા મંત્રી કુંવરજી બાવળીયાના ઘર સામે પણ કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું અને પીએમ મોદીના મોહરાવાળા મોંઘવારીના પુતળાનું દહન કરવામાં આવ્યું. જેમાં પોલીસે 20થી વધુ લોકોની અટકાયત પણ કરી છે જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓની મુખ્ય સમસ્યા પગાર વધારા સહિતના વિવિધ પ્રશ્નો છે જેને લઈને વારંવાર મુખ્યમંત્રી સહીત સરકારને રજુઆત કરવા છતાં કોઈ પણ નક્કર પરિણામ ના નીકળતા તેમનામાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઈને મુખ્યમંત્રીના નિવસ્થાન રાજકોટ પાસે શ્રમ યોજનાના કર્મચારીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા. પરંતુ મામલો બીચકે તે પહેલાં જ ગાંધીગ્રામ પોલીસ દ્વારા સુરક્ષાના કારણો આગળ ધરીને મોટી સંખ્યામાં ઉમટેલા અને સરકાર તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્ધ સુત્રોચ્ચાર કરતા શ્રમ યોજનાના કર્મચારીઓની સીએમના ઘર નજીક પહોંચે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
પ્રદશન કારીઓની અટકાયત કરાઈ
મોંઘવારી મુદ્દે કોંગ્રેસ કાર્યકરો પણ આક્રમક બન્યા હતા ભાજપ માં પધારેલા કુંવરજી બાવળીયા તથા ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને શહેરના જલારામ ચોક પાસે પીએમ મોદીના મોહરા વાળા મોઘવારીના રાવણનું પુતળાદહન કર્યું હતું. જેમાં પોલીસે 20થી વધુ લોકોની અટકાયત પણ કરી છે જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.



