IndiaPoliticsWorld

કાશ્મીર માંથી 370 હટાવવામાં આવતાં ગુસ્સે થયેલા પાકિસ્તાની બોલર આફ્રિદીને ગૌતમ ગંભીરે કહ્યું બેટા……

4 ઓગસ્ટ, 2019 નો દિવસ ભારત દેશના ઇતિહાસમાં નોંધાઇ જશે. ભારત દ્વારા ઐતિહાસિક ફેંસલો લેવામાં આવ્યો અને આર્ટિકલ 370 ને જમ્મુ કાશ્મીર માંથી નાબુદ કરવામાં આવી તેમજ જમ્મુ કાશ્મીર અને લદાખ ને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાનું ગઠન થશે પરંતુ લદાખમાં વિધાનસભાનું ગઠન નહીં થાય તે સંપૂર્ણ પણે કેન્દ્રશાસિત હશે. આ બિલ સંસદના બંને ગૃહ રાજ્યસભા અને લોકસભામાં પાસ થઈ ગયું છે. જેને લઈને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાનના બોલર આફ્રિદી દ્વારા અંગે ઝેર ઓકવામાં આવ્યું છે.

કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાનના બોલર આફ્રિદીએ માઇક્રોબ્લોગીંગ સાઇટ ટ્વિટર પર જમ્મુ કાશ્મીર માંથી આર્ટિકલ 370 હટાવવા બાબતે ટિ્‌વટ કર્યું હતું કે, “કાશ્મીરીઓને યુએનના ઠરાવ હેઠળ તેમનો હક અપાવવો જોઈએ. જેમ આપણાં બધા પાસે સ્વતંત્રતાનો હક છે, તે જ રીતે તેઓને પણ મળવો જોઈએ. યુ.એન. કેમ બન્યું છે? શું તે સૂઈ રહ્યા છે? કાશ્મીરમાં માનવતા સામે થતા ગુનાઓ અને ગેરરીતિઓ જોવી જરૂરી છે. યુએસ રાષ્ટ્રપતિએ મધ્યસ્થી કરવી જોઈએ.’ આફ્રિદીના આ ટ્વિટ બાદ ભારતીયો ગુસ્સે ભરાયા હતા અને આફ્રિદીની આ ટ્વિટે સૌથી વધારે ગુસ્સે ગૌતમ ગંભીરને કર્યો.

કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાનના બોલર શાહિદ આફ્રિદી દ્વારા આ પ્રકારની આક્રમક ટ્વિટ કરવામાં આવતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેસ્ટમેન અને હાલ દિલ્લીથી સાંસદ સભ્ય ગૌતમ ગંભીર દ્વારા આફ્રિદીના આ બોગસ અને તદ્દન વાહિયાત ટ્વિટનો જબરદસ્ત જવાબ આપવામાં આવ્યો હતો ગૌતમ ગંભીર દ્વારા ટ્વિટ કરીને રીપ્લાય આપવામાં આવ્યો હતો કે, આફ્રિદી ફરી એક વખત કારણ વગરની આક્રમકતા બતાવી રહ્યા છે. અને કહે છે કે આ માનવતા સામેનો ગુનો છે. તેઓએ ઘણું કહ્યું, પરંતુ તે કહેવાનું ભૂલી ગયા કે આ બધૂ પીઓકેમાં થઈ રહ્યું છે. ચિંતા કરશો નહીં, અમે આ પણ હલ કરીશું, બેટા.

કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલમાં સંસદ ગૌતમ ગંભીરના આ જવાબ બાદ આફ્રિદી એ પાણી પણ નહીં માંગ્યું હોય એ નક્કી છે. સાથે સાથે ભારતીયો અને સ્પેશિયલી ગૌતમ ગંભીરના ચાહકો ગૌતમ ગંભીરના વખાણ કરતાં થાકતા નથી. ગૌતમ ગંભીરએ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી દ્વારા કાશ્મીર અંગે આપેલા નિવેદનનો કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો અને સાથે સાથે આફ્રિદીને પાકિસ્તાન અધીકૃત કાશ્મીરની યાદ પણ અપાવી છે કે ત્યાં શું થઈ રહ્યું છે અને પાકિસ્તાન પીઓકે માં શું કરી રહ્યું છે.

કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

ગૌતમ ગંભીરને રીપ્લાય બાદ હાલ તો પાકિસ્તાની બોલર શાહિદ આફ્રિદીની બોલતી બંધ થઈ ગઈ છે. જણાવી દઈએ કે, પીઓકે માં પાકિસ્તાની ફોજ દ્વારા માનવતાને શાર્મશાર કરે તેવી હરકતો કાશ્મીરીઓ સાથે કરવામાં આવી રહી છે જે અંગે પણ સંસદમાં ચર્ચાઓ કરવામાં આવી હતી જે બાબતે ગૃહ મંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે જાન લગાવી દઈશું પીઓકે પાછું મેળવીને જ રહીશું. જે જોતા ગૌતમ ગંભીર દ્વારા આફ્રિદીને જડબા ટોડ જવાબ આપીને હોશમાં રહેવાનો ઈશારો કર્યો હતો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!