
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ને માટે ગુજરાત સૌથી નજીક છે અને ગુજરાત એક પ્રયોગશાળા સમાન પણ છે કારણ કે કઈંક નવું શરૂઆત કરવાનું થાય તો ગુજરાતથી કરે છે જેમકે કોંગ્રેસનું નેતૃત્વ યુવાનોને સોંપવુ આ વિચારનો અમલ પણ તેમણે ગુજરાથી જ શરૂ કર્યો. ગુજરાત કોંગ્રેસની કમાન અમિતભાઇ ચાવડાના હાથમાં સોંપીને, તો વિપક્ષ નેતા પદ પરેશભાઈ ધનાણીને સોંપીને યુવાનોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો.

ગુજરાત વિધાનસભા ચુંટણી વખતે રાહુલ ગાંધી લગભગ ગુજરાતમાં જ રહ્યા હોય એવું હતું. અનેક જગ્યાએ સભાઓ ગજવી. કોઈ નાની દુકાને ઉભા રહી જાય, જનતા સાથે સીધી વાત કરવા બેસી જાય, તો કોઈ ખેડૂતના ઘરે પહોંચીને ચા પીવા બેસી જાય તો નાના બાળકને તેડીને તેની સાથે વાતો કરે તેમના આ દરેક વર્તનમાં ક્યાંકને ક્યાંક રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીના દર્શન થતા હતા.

તેમણે ગુજરાતમાં કરેલી સખત મહેનતનું પરિણામ પણ ગુજરાતીઓએ એમને આપ્યું છેલ્લા 10-15 વર્ષ કરતા વધારે સીટો જીતાડીને, હા સરકાર કોંગ્રેસની બની નહીં પરંતુ વિધાનસભામાં કોંગ્રેસ મજબૂત તો થઈ જ ગઈ.

અમારા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરીથી રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે અને તેઓ ચુંટણી પ્રચારના પ્રારંભ માટે પણ ગુજરાતની પસંદગી કરી રહ્યા છે. ગુજરાત ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી માટે પણ નજીકનું રાજ્ય ગણાતું હતું.

સૂત્રો મુજબ કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 15 અથવા 16 ફ્રેબુઆરીએ ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતાઓ છે. દેશમાં યોજાનારી લોકસભા ચુંટણીના પ્રચારની શરૂઆત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉતર ગુજરાતથી કરી શકે છે. પરંતુ આ અંગેની સત્તાવાર જાહેરાત હજુ બાકી.

રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના મહેસાણા, ઊંઝા અને બેચરાજીમાં જનસભાને સંબોધશે તેવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. હજુ આ સત્તાવાર જાહેરાત નથી પરંતુ ટૂંક સમયમાં જ સમય, સ્થળ અને તારીખ રાજીવ ગાંધી ભવનથી સત્તાવાર રીતે આની જાહેર થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીની મુલાકાત માટેના રોડમેપ તૈયાર થઈ રહ્યા છે અને ટૂંક સમયમાજ તેની જાહેરાત થઈ શકે છે.

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પોતાની પક્કડ બનાવવા માંગે છે ત્યારે ઉત્તર ગુજરાતની રાહુલ ગાંધીની મુલાકાત એ કોંગ્રેસના પ્રયત્નમાં પ્રાણ પુરશે એવું લાગી રહ્યું છે.