GujaratPolitics

ગુજરાત ચૂંટણીને લઈને મોટો સર્વે! આજે ચૂંટણી થાય તો મળશે આશ્ચર્યજનક પરિણામ!

ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી ભાજપની સરકાર છે. કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. કેન્દ્રીય સરકાર ગુજરાતની તર્જ પર રચાઈ છે. ગુજરાત મોડેલને જ આગળ કરીને જ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીની ગાદી સુંધી પહોંચ્યા છે. ગુજરાત ભાજપ માટે ખૂબ જ મહત્વનું રાજ્ય ગણાય છે. જો ભાજપની સત્તા ગુજરાત માંથી જાય તો ભાજપ ને સમગ્ર દેશમાં ફટકો પડી શકે છે. કેટલાય રાજ્યોમાં ભાજપે ગુજરાત મોડેલ ને ધ્યાનમાં રાખીને સત્તા મેળવી છે. અને આવનારી 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને મોટો ફટકો પડી શકે છે. એટલે ગુજરાત સાચવવું ભાજપ માટે અત્યંત મહત્વનું છે. ગુજરાતમાં ભાજપ હાલમાં નબળી છે એમાં કોઈ શક નથી એટલે જ પ્રધાનમંત્રી મોદી સહિત ના નેતાઓ ગુજરાતમાં વારંવાર આવી રહ્યા છે. અમિત શાહ ના પણ ગુજરાત પ્રવાસ વધી ગયા છે.

પાટીલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

આવા સમયે ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ એક્ટિવ થઈ ગઈ છે અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે એટલું જ નહીં કેટલીય બેઠકો પર તો ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ત્યારે કેટલીક કંપનીઓ દ્વારા ગુજરાતમાં સર્વે કરવામાં આવ્યો છે. જે સર્વેના આધારે જોવામાં આવે તો ફરી એકવાર ભાજપ ગુજરાતની સત્તા પર કબજો કરી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આમ આદમી પાર્ટી પણ પોતાની તાકાત બતાવતી જોવા મળશે, પરંતુ સર્વે મુજબ જે બહાર આવ્યું છે તે બહાર આવી રહ્યું છે. આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને બમ્પર બેઠકો મળવાનો અંદાજ છે.

સીઆર પાટીલ, પેટા ચૂંટણી, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

બીજી તરફ કોંગ્રેસ બીજા નંબરની પાર્ટી બનવામાં સફળ સાબિત થશે. જ્યારે ત્રીજા નંબર પર આમ આદમી પાર્ટી જોવા મળશે. સર્વે અનુસાર આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને અહીં નુકસાન વેઠવું પડી શકે છે. ટાઈમ્સ નાઉ નવભારતે ETG રિસર્ચ સાથે મળીને ગુજરાત વિધાનસભા ચૂંટણી પર એક સર્વે હાથ ધર્યો છે. આ સર્વેમાં એ વાત સામે આવી છે કે જો હવે ચૂંટણી થાય તો કઈ પાર્ટીને કેટલી સીટો મળી શકે છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભામાં કુલ 182 સીટો છે અને બહુમત માટે 92 સીટો જરૂરી છે. ઈટીજી અને ટાઈમ્સ નાઉ નવભારતના સર્વે અનુસાર જો આજે ચૂંટણી થાય તો ભાજપને 115-125 સીટો મળી શકે છે. કોંગ્રેસને 39-44 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અરવિંદ કેજરીવાલની પાર્ટીને 13-18 બેઠકો મળી શકે છે, જ્યારે અન્યને 2-4 બેઠકો મળી શકે છે.

ગુજરાત
ફોટો સોશિયલ મીડિયા

જો આ સર્વેના આધારે જોવામાં આવે તો ભાજપ ફરી એકવાર ગુજરાતની સત્તા પર કબજો કરી શકે છે. સર્વેક્ષણ એજન્સી ETG રિસર્ચ દ્વારા સર્વેક્ષણ માટે લેવામાં આવેલ નમૂનાનું કદ 4540 છે. આ સર્વેમાં રેન્ડમ કોલ કરીને લોકો વચ્ચે જઈને તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં લગભગ ત્રણ દાયકાથી ભાજપ સત્તા પર છે. 2001 પહેલા પણ અને 2001 પછી પણ ભાજપનો દબદબો યથાવત છે. તે જ સમયે, આ વખતે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરશોરથી વ્યસ્ત છે. ત્યારે દિલ્હીની જેમ ગુજરાતની જનતાને અનેક વચનો અપાયા છે, પરંતુ તે પછી પણ આમ આદમી પાર્ટીની કામગીરી દેખાતી નથી.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

સર્વે મુજબ કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે. જે વર્ગ પરંપરાગત રીતે કોંગ્રેસને મત આપતો આવ્યો છે. તે વિભાગ આમ આદમી પાર્ટી સાથે જઈ શકે છે. આવી સ્થિતિમાં સરખામણી કરીએ તો 2017માં કોંગ્રેસની બેઠકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ માટે કપરો સમય છે તેમ કહી શકાય છે. પરંતુ હજુ ચૂંટણીને વાર છે અને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. અશોક ગેહલોતની જાહેરાત બાદ કોંગ્રેસ ફરી માર્કેટમાં આવી ગઈ છે. જણાવીદઈએ કે, કોંગ્રેસ દ્વારા ઘણી જાહેરાત કરવામાં આવી છે અને એમાં સૌથી મહત્વની છે જૂની પેન્શન યોજના. આ જાહેરાત કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ બની રહેશે અને ગુજરાતમાં ભાજપ માટે જોખમ ઉભું કરી શકે તેમ છે. પરંતુ હજુ ચૂંટણીને વાર છે હજુ આગળ શું થાય છે એ જોવું રહ્યું.

દિલ્લીમાં કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!