
ભાજપ ના ધારાસભ્ય પ્રદર્શન માટે ગાય લઈને વિધાનસભા પહોંચ્યા, ગુસ્સે ભરાયેલી ગાય માતા દોરડું છોડાવીને ભાગી, હોબાળો થયો. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર રાજકારણ માટે ગાયના ઉપયોગને લઈને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે બીજેપી ગાયોને ખૂબ પ્રેમ કરે છે, તેથી પાર્ટી શાસિત રાજ્યોમાં ગાયોની સ્થિતિ પર ધ્યાન આપો. બાકીના પક્ષોએ ગમે તેમ કરીને ગાયના નામે સરકાર નથી બનાવી. ગાય ભીડ જોઈ ભાગી અને ધારાસભ્યની કિરકિરી થઈ.

રાજસ્થાન વિધાનસભાના 7મા સત્રની કાર્યવાહી સોમવારથી શરૂ થઈ હતી. આ દરમિયાન બીજેપી વિધાયક લમ્પી વાયરસના કારણે ગાયોના મોતને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરતા સરકાર પર નિશાન સાધ્યું હતું. પરંતુ આ દરમિયાન હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થઈ જ્યારે પુષ્કરના બીજેપી ધારાસભ્ય સુરેશ સિંહ રાવત લમ્પી વાયરસ અને ગાયોના મોતનો વિરોધ કરવા માટે ગાય લઈને વિધાનસભાના ગેટ પર પહોંચ્યા, પરંતુ વિરોધ કરે તે પહેલા જ ગાયે દોરડું છોડાઈને ભાગી ગઈ..
राजस्थान में लंपी वायरस से गायों की हो रही मौत का विरोध करने के लिए बीजेपी विधायक गाय लेकर पहुंचे, लेकिन अचानक गाय ही भाग गई.
— BBC News Hindi (@BBCHindi) September 20, 2022
वीडियोः गिरिराज खंडेलवाल, बीबीसी के लिए pic.twitter.com/cNSniCfaWH
હકીકતમાં, વિધાનસભાના ગેટની બહાર મીડિયાને જોઈને ભાજપના ધારાસભ્યોએ નિવેદનો આપવાનું શરૂ કર્યું અને સરકારને કોસવાનું શરૂ કર્યું, પરંતુ પછી ગાય દોરડું છોડાઈને ભાગી ગઈ. આ પછી ધારાસભ્ય સાથે ગાયને પકડવા આવેલા લોકો તેની પાછળ દોડવા લાગ્યા અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. અચાનક બનેલી આ ઘટનાને પગલે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી. રોડ પરથી પસાર થતા વાહનોને અચાનક બ્રેક લગાવવી પડી હતી. આટલા વ્યસ્ત રસ્તા પર ગાયને દોડતી જોઈને ઘણા લોકો ગભરાઈ ગયા હતા.
लंपी रोग पर सरकार को घेरने के लिए पुष्कर से भाजपा विधायक सुरेश रावत आज गाय लेकर राजस्थान विधानसभा पहुंचे और लंपी रोग पर मीडिया को बयान दे रहे थे तभी गाय वहां से भाग गई। शायद गाय को राजनीति रास नहीं आई।#Cow #LumpyVirus #Rajasthan #Politics #LumpySkinDisease #BJP #Congress pic.twitter.com/ysgZhQPsDt
— Sumit Saraswat SP (@SumitSaraswatSP) September 19, 2022
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો રાજનીતિ માટે ગાયનો ઉપયોગ કરવાને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું કે, “ભાજપના લોકો ડ્રામા કેવી રીતે કરવો તે માત્ર જાણે છે. ગાયો પ્રત્યે એટલો પ્રેમ છે, તો ભાજપ શાસિત રાજ્યોમાં ગાયોની હાલત પર ધ્યાન આપો, અન્ય પક્ષોએ ગમે તેમ કરીને ગાયના નામે સરકાર નથી બનાવી. ભાજપ ના આવા સ્ટંટ પર ચાટે બાજુથી ફિટકારની લાગણી છે. લોક લાગણીને જોઈને ભાજપે ભવિષ્યમાં આવી કોઈ હરકત ના કરવી જોઈએ.

જણાવી દઈએ કે રાજસ્થાનમાં લમ્પી વાયરસના કહેર પર મુખ્યમંત્રી અશોક ગેહલોત ખૂબ જ ગંભીર છે. આ મુદ્દે તેમણે કહ્યું કે મેં વિપક્ષના નેતાઓને લમ્પી રોગ અંગે બોલાવ્યા હતા, તમામ ધર્મગુરુઓ સાથે વાત કરી. અમારી પ્રાથમિકતા એ છે કે ગાયોના જીવ કેવી રીતે લમ્પી રોગથી બચાવી શકાય. પરંતુ રસી ભારત સરકાર આપશે, દવાઓ આપશે, તેથી આવી સ્થિતિમાં, અમે ભારત સરકાર પાસે માંગ કરી રહ્યા છીએ કે આ રોગને રાષ્ટ્રીય આપદા જાહેર કરવામાં આવે. વિપક્ષના નેતાઓએ આ માંગ પર અમારું સમર્થન કરવું જોઈએ, તેના બદલે તેઓ અહીં ધરણા કરી રહ્યા છે. લંપીની બીમારીથી અમે ચિંતિત છીએ, વિપક્ષે પણ સહકાર આપવો જોઈએ.

આ પણ વાંચો:
- કોંગ્રેસ ની જાહેરાત બાદ ગભરાયેલા કેજરીવાલે આપ્યું વચન! સીઆર પાટીલ વિફર્યા!
- ગુજરાત ના રાજકારણમાં નવો વળાંક! કેજરીવાલ ગુજરાત પહોંચતાં જ થયો જોરદાર વિરોધ!
- રાહુલ ગાંધી નો માસ્ટરસ્ટ્રોક! ભાજપ અને આપ જાહેરાત કરે તે પહેલાં રમીનાખી ગેમ!
- કોંગ્રેસ ના દિગ્ગજ નેતા એ કહ્યું જે ભાજપ માં જવા માંગે છે તેમને હું મારી ગાડી આપીશ!



