GujaratPolitics

એક્સલુસીવ: પ્રશાંત કિશોર નરેશ પટેલ ને ગુજરાત કોંગ્રેસના ફેસ તરીકે કરશે પ્રોજેકટ??

આગામી એક વર્ષમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આમાં ગુજરાતની ચૂંટણી સૌથી મહત્વની છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં પોતાનો જનાધાર અને ગુમાવેલી વિશ્વસનીયતા પાછી મેળવવા માટે બનતા પ્રયાસો કરી રહી છે. તેને જોતા પાર્ટીની રાજ્ય એકમ અને રાજ્યના નેતાઓ પણ પોતપોતાના સ્તરેથી તૈયારીઓમાં લાગી ગયા છે. ગુજરાતમાં ઉદ્યોગપતિ અને પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસ પક્ષમાં લાવવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, નરેશ પટેલે હજુ સુંધી પોતે કઇ પાર્ટીમાં જોડાશે એ સ્પષ્ટ જણાવ્યું નથી પરંતુ કહેવાય છે કે તેઓ કોંગ્રેસ માં જ જોડાઈ શકે છે એ લગભગ લગભગ નક્કી જ છે. અને આબબટે ખુદ કોંગ્રેસના અગ્રીમ કક્ષાના નેતાઓ તેમની મળી ચુક્યા છે તેઓ પોતે પણ વિપક્ષ મજબૂત હોવો જોઈએ નું સૂચક નિવેદન આપી રહ્ય છે તો ક્યાંક એવી પણ ચર્ચા કેહલી રહી છે કે નરેશ પટેલ પોતે ઇચ્છે છે કે પ્રશાંત કિશોર ગુજરાતમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર સંભાળે!!?

દિલ્લીમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રશાંત કિશોર ને સામેલ કરવાનું મન બનાવી લીધું હોય તેમ લાગે છે. કોંગ્રેસમાં કેટલાક લોકો પ્રશાંત કિશોરની ટીકા પણ કરી રહ્યા છે અને ભાજપ ના એજન્ટ કે અન્ય કાઈ પણ બયાનો આપી રહ્યા છે મતલબ એંસી ટકા જેટલા કાર્યકરો નેતાઓ પ્રશાંત કિશોરના આગમનથી ખુશ છે જ્યારે વિસ ટકા જેટલા કાર્યકરો નેતાઓ પ્રશાંત કિશોર ના આગમનથી ખુશ નથી. તો બીજી તરફ ગુજરાતમાં આનાથી વિપરીત છે ગુજરાતમાં લગભગ લગભગ તમામ કાર્યકરો અને નેતાઓ પ્રશાંત કિશોર અને નરેશ પટેલ નું કોમ્બિનેશન ઈચ્છે છે. અને આગમન પહેલાં કાર્યકરો ચાર્જ થઈ ગયા હોય એવું લાગે છે. ગુજરાતમાં કાર્યકરોમાં અત્યારથી જ નરેશ પટેલ અને પ્રશાંત કિશોર નું વેલકમ કરવા માટે કાર્યકરો ઉત્સુક છે.

જણાવી દઈએ કે નરેશ પટેલ શ્રી ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ છે અને રાજનૈતિક દ્રષ્ટિએ તેમનું કદ અને રૂતબો મજબૂત છે. રાજનૈતિક પંડિતોનું માનવું છે કે જો નરેશ પટેલ કોંગ્રેસ સાથે જોડાશે તો કોંગ્રેસને પાટીદાર સમુદાયનું પણ સમર્થન મળશે. પાટીદાર સમાજ દરેક દ્રષ્ટિએ ગુજરાતમાં પ્રભાવશાળી છે ખાસ કરીને રાજકીય રીતે. આમ તો સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ પ્રભુત્વ ધરાવે છે પરંતુ મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજનું રાજકીય સામાજિક બળ વધારે છે. પાટીદાર નેતા નરેશ પટેલને પક્ષમાં લાવવા માટે દરેક પક્ષના નેતાઓ રૂબરૂ મુલાકાતલઈને આમંત્ર આપી ચુક્યા છે. ભાજપ પ્રમુખ તો તેમને આવકારી ચુક્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આમંત્રણ આપી ચુક્યા છે અને એક ચર્ચા તો એવી હતી કે તેઓને પંજાબમાંથી રાજ્યસભા પણ ઓફર કરવામાં આવી હતી.

તો કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ તેમનો સંપર્ક કરી ચૂક્યા છે. જેમાં ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી નરેશ પટેલ સાથે બેઠક કરી ચુક્યા છે અને તેમને કોંગ્રેસમાં આવવા માટે માનકવી ચુક્યા છે. આ ઉપરાંત મોટું નામ અને કોંગ્રેસના પૂર્વ પ્રભારી તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ નરેશ પટેલ ને કોંગ્રેસમાં આવવા માટે મહત્વપૂર્ણ બેઠક કરી ચુક્યા ની ચર્ચા છે. જણાવી દઈએ કે 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જ્યારે અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતાં ત્યારે પણ નરેશ પટેલ ને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપી ચુક્યા હતાં. રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નરેશ પટેલ વચ્ચે સારા સંબંધ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જો નરેશ પટેલ કોંગ્રેસ સાથે જોડાય તો ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં વાપસી કરી શકે છે અને ભાજપ પોતાનો ગઢ ગુમાવી શકે છે.

દિલ્લી કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રશાંત કિશોર બાબતે પણ ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચા મુજબ પ્રશાંત કિશોર દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને મદદ કરવા અને ભાજપ વિરુદ્ધ કેમ્પઈન કરવા માટે કોંગ્રેસ ને ઓફર કરી છે. અને આ બાબતે એક ચર્ચા દ્વારા એમ પણ જાણવામાં આવ્યું છે કે પ્રશાંત કિશોરે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે બેઠક પણ કરી છે. હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ હાઇકમાન્ડને આ બાબતે હામી ભરી દેવામાં આવી છે. મતલબ કે ગુજરાતમાં પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે કેમ્પઈન કરે તો ગુજરાત કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થશે. હવે નિર્ણય હાઇકમાન્ડ પર છે કે પ્રશાંત કિશોર ને લઈને ગુજરાતમાં પ્રયોગ કરશે કે નહીં. જો કે હાલતો આ બાબતે હાઇકમાન્ડ પોઝિટિવ દેખાઈ રહ્યું છે.

નરેશ પટેલ અને સાથે સાથે પ્રશાંત કિશોર પણ ગુજરાત કોંગ્રેસ સાથે જોડાય તો કોંગ્રેસ ને ગુજરાતમાં સરકાર બનાવવામાં સફળતા મળી શકે છે. અને ભાજપ ને સૌથી મોટી નુકશાનીનો સામનો કરવો પડી શકે છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસ ને સત્તામાં લાવી શકવા સક્ષમ છે. પ્રશાંત કિશોર અને નરેશ પટેલ કોંગ્રેસ સાથે જ આવશે એ લગભગ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. અને કોંગ્રેસ દ્વારા આ બાબતની તૈયારીના ભાગરૂપે સહ પ્રભારી પણ બદલી નાખવામાં આવ્યા છે. સાથે સાથે પ્રથમ હરોળના નેતાઓને દિલ્લી બોલાવી ગુપ્ત ચર્ચાઓ વિચારણાઓ કરી રહ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા સહપ્રભારી પણ બદલવામાં આવ્યા છે. રઘુ શર્મા સાથે સહપ્રભારી તરીકે ત્રણ નેતાઓને મુકવામાં આવ્યા છે. જે ત્રણેય નેતાઓ સંગઠનના માહેર ખિલાડી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!