
ગત 10મી માર્ચ નો દિવસ ભાજપ કરતાં વધારે મહત્વનો યોગી આદિત્યનાથ માટે હતો. ભાજપ પાંચ માંથી ચાર રાજ્યોમાં જીત્યું પરંતુ સમગ્ર દેશમાં માત્ર ઉત્તર પ્રદેશની ચર્ચા હતી. એજ ઉત્તર પ્રદેશ જ્યાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ રહ્યો છે એજ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ ના નેતૃત્વ વાળી ભાજપ સરકાર ફરીથી સરકાર બનાવવા જઇ રહી છે. રાજનૈતિક પંડિતો પાણી પીતા થઈ ગયા જ્યારે યોગી આદિત્યનાથ ની આગેવાની વાળી ભાજપ સરકાર બહુમત સાથે ફરીથી સત્તામાં આવી. સમાજવાદી પાર્ટી દ્વારા અથાગ પ્રયતાનો કર્યા છતાં પણ યોગી આદિત્યનાથને હરાવવા મુશ્કેલ રહ્યા. પરિણામ બાદ તો નક્કી જ હતું કે યોગી જ મુખ્યમંત્રી બનશે પરંતુ હવે વાત માત્ર મુખ્યમંત્રી સુંધીની નથી રહી.

ઉત્તર પ્રદેશ એ દેશની રાજનીતિ માટે મહત્વનું રાજ્ય ગણવામાં આવે છે. જેનું યુપી એનો દેશ એમ કહેવામાં આવે છે. એ મુજબ ઉત્તર પ્રદેશનું મહત્વ સમજી શકાય છે. અને આજ મહત્વ યોગી આદિત્યનાથ પણ જાણે છે સાથે સાથે મોદી અને શાહ ની જોડી પણ સમજે છે કે ઉત્તર પ્રદેશ સમગ્ર દેશની રાજનીતિને અસરકારે છે. અને યોગી આજ દમ પર સમગ્ર દેશમાં ખ્યાતી પામ્યા છે. જે અશયકય હતું તેને યોગી આદિત્યનાથે શક્ય બનાવી દીધું. અને મોદી શાહ માટે આગામી લોકશભા ચૂંટણી જ નહીં પરંતુ રાજ્યસભામાં સંખ્યાબળ તેમજ રાષ્ટ્પતિ ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પણ આસન બનાવી દીધી છે. ભાજપ ભલે બેઠક મુજબ ગત વર્ષ કરતા ઉત્તર પ્રદેશમાં નબળું પડ્યુ હોય પરંતુ વર્ષો જૂની પેટર્ન તોડીને ફરીથી સરકાર બનાવીને યોગી એ પોતાનું કદ તો વધારી જ દીધું છે.

હવે યોગી આદિત્યનાથ નું કદ એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે નું જ નથી રહ્યું પરંતુ હવે એના કરતાં ક્યાંય મોટું થઈ ગયું છે. વાત હવે એ છે કે મુખ્યમંત્રી કરતાં ઉપર શું? ઉત્તર પ્રદેશ માં મોદી શાહ માટે યોગી આદિત્યનાથની જીતએ માથાના દુખાવા સમાન બની શકે છે પરંતુ યોગી બળથી નહિ કળથી કામ લે તેવા રાજનેતા છે. પ્રધાનમંત્રી મોદીને યોગી આદિત્યનાથે રાજકીય ગુરુ કહી દીધા છે એટલે યોગી એ પોતાનો આગળનો રસ્તો પણ બનાવવાની શરૂઆત કરી દીધી છે. ચૂંટણી પહેલાં સમાચાર હતા કે લખનૌ અને દિલ્લી વચ્ચે અંતર વધતું જઇ રહ્યું છે. પરંતુ મોદીની અને યોગીની મુલાકાત બાદ ચિત્ર બદલાઈ ગયું અને સ્પષ્ટ થઈ ગયું કે દિલ્લી અને લખનૌમાં કોઇ અંતર નથી વધ્યું પરંતુ નિકટતા વધી છે. ત્યાંજ મોદી દ્વારા સૂત્ર આપવામાં આવ્યું કે યુપી માટે યોગી છે ઉપયોગી અને વિપક્ષની આંખો પહોળી થઇ ગઇ.

હવે સવાલો એ ઉભા થઇ રહ્યા છે કે મોદી સાથે યોગી એટલે કે મોદી બાદ યોગી? અથવા યોગી પોતાને માત્ર ઉત્તર પ્રદેશ સુંધી જ સીમિત રાખશે કે આગળ વધશે? પરંતુ યોગી નું કદ ચોક્કસ પ્રચંડ બન્યું છે. જેની કોઈ પણ રાજનેતા નકારી શકે નહીં. હાલમાં જોઈએ તો મોદી સરકારમાં હોદ્દા મુજબ રાજનાથ સિંહ નંબર 2 છે પરંતુ હકીકતમાં જોઈએ તો મોદી સરકારમાં અમિત શાહ જ નંબર 2 છે. હવે રાજનાથ સિંહ અને અમિત શાહ વચ્ચે યોગી પણ આવ્યા છે. બસ હવે જનતા મોદી બાદ યોગી ને પસંદ કરે છે કે રાજનાથ સિંહ કે અમિત શાહ ને? આમ જોઈએ તો આ બાબતે ત્રણેય નેતાઓના રાજકીય ભૂતકાળ અને તેમના રાજકારણને સમજવું પડે ત્યારે જ ખ્યાલ આવશે કે નંબર 2 કોણ બની શકે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં પેટર્ન તોડીને ફરી સરકાર બનાવીને યોગી આદિત્યનાથે પોતાનું એક અલગ સ્થાન તો બનાવી જ લીધું છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી ના રસ્તે જ યોગી આદિત્યનાથ ચાલી રહ્યા છે. મોદી પણ ગુજરાતમાં સતત 20 વર્ષ સુંધી સત્તામાં રહ્યા અને સમગ્ર દેશને બતાવી દઈશું હતું કે તેઓ દેશના લોકોનું દિલ જીતી શકે છે અને એક સક્ષમ નેતા છે હવે એજ રસ્તે યોગી ચાલી રહ્યા છે યોગી એ પણ ઉત્તર પ્રદેશમાં ફરી સરકાર બનાવીને સાબિત કર્યું કે કોઈ નેતા તેમની સામે ચાલી શકે તેમ નથી અને તેઓ લોકોનું દિલ કેવી રીતે જીતવું એ જાણે છે સાથે સાથે કડક અને મજબૂત નિર્ણય લઈને તેઓ પોતે કઈં પણ કરવા સક્ષમ છે તે પંબતાવી દીધું છે. હવે તેઓ ઉત્તર પ્રદેશ પૂરતાં સીમિત રહ્યા નથી. તેઓ જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે તે સમાજ સમગ્ર દેશમાં વસે છે અને પોતે એક સન્યાસી હિન્દૂ છે એ મુજબ પણ તેઓનું કદ મજબૂત ગણાય છે.