
જસદણમાં જામ્યો જંગ. બંને કદાવર કોળી નેતા વચ્ચે જીતવાની હોડ મચી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા એ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા પર અત્યાર સુંધીનો સૌથી ગંભીર આક્ષેપ કર્યો છે.
હાલ તો જસદણમાં ચુંટણી જંગ જામ્યો છે બંને પાર્ટીઓ સાથે સાથે અપક્ષ ઉમેદવારો પણ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે મુખ્ય બે પાર્ટીના ઉમેદવાર કુંવરજી બાવળિયા અને અવસર નાકિયા વચ્ચે સામ સામે નિવેદનો અને આક્ષેપ બાજી ચાલી રહ્યા છે
જેમ જેમ ચુંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ આ જંગ વધારે ને વધારે રસપ્રદ બનતો જાય છે. બંને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ રાસકાસીની છે. ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે તો કોંગ્રેસ માટે જસદણ બેઠક પરંપરાગત બેઠક રહી છે. કોંગ્રેસે અવસર નાકિયા ને ઉમેદવાર બનાવ્યા છે. હાલ કોંગ્રેસ ઉત્સાહિત દેખાય છે અને જીત માટે આશ્વત હોય એવું લાગી રહ્યું છે છતાંય પોતાનું એડીચોટીનું જોર લગાવી દીધું છે તો બીજી બાજુ ભાજપે કોંગ્રેસ માંથી પક્ષ પલટો કરી ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયાને ટિકિટ આપી છે ત્યારે ભાજપના કાર્યકરો અંદરખાને નારાજ જણાય છે પરંતુ બહાર બધુંય ઠીકઠાક છે. હવે જોવાનું એ છે કે આ રસાકસી ભર્યા જંગમાં કોણ મેદાન મારી જાય છે.
આ બધાયની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા એ કુંવરજી પર આક્ષેપ લગાવ્યો છે અને કહ્યું કે, કુંવરજીભાઇ છેલ્લા સાત વર્ષથી ભાજપના સંપર્કમાં હતા અને ભાજપ 2019 માટે કોળી નેતાની શોધ માં હતી. કોળી સમાજના મતો અંકે કરવા માટે ભાજપને કોઈ કોળી ચેહરો મળતો નોહતો એટલે આ ભાઈને લઈ ગયા. વધુમાં અવસર નાકિયા એ જણાવ્યું કે, કુંવરજીભાઇ મારા કે તમારા માટે ભાજપમાં નથી ગયા એ તો ભાજપે એમને રૂપિયા અને ખાતું આપ્યું એટલે એ ભાજપમાં ગયા છે.
ઉલ્લેખનીય છે કે જસદણમાં ચુંટણી જંગ જામ્યો છે આક્ષેપ પ્રતિઆક્ષેપનો સમય શરૂ થઈ ગયો છે. જસદણમાં 20 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 23 તરીખે મત ગણતરી હાથ ધરવામાં આવશે. હાલ તો આ રસાકસી નો સમય હજુ 20 તરીખ સુંધી રહેશે ત્યાં સુંધી રોજ કઈંક નવું સાંભળવા મળશે અને અમેય પણ રોજ નવું કઈંક પીરસતા રહીશું તમે બસ વાંચતા રહેજો અને હા બીજાને વાંચવા માટે શેર કરતા રહેજો…