GujaratPolitics

ચહેરા બદલવાથી ચરિત્ર બદલાતું નથી!! મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીના મોઢા થઈ ગયા લાલ!

કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા એ વિધાનસભામાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગુજરાત અને દેશની મહિલાઓને વંદન સહ શુભેચ્છા પાઠવતા કહ્યું કે, આપણે ગૃહમાં મહિલા સન્માનની વાતો કરીએ છે પરંતુ આજે ગાંધીનગરમાં ગાંધીચીંધ્યા માર્ગે જનતાના પ્રશ્નો ઉઠાવવાનો કાર્યક્રમ આપી રહેલ કોંગ્રેસ સેવાદળના મહિલાઓ પર પોલીસ દ્વારા દમન કરવામાં આવે તેનાથી વધુ શરમજનક બાબત બીજી શું હોય? પોલીસની પરવાનગીથી કાર્યક્રમ કરવામાં આવ્યો હોય છતાં પુરુષ પોલીસકર્મીઓ દ્વારા લાતો મારવામાં આવે, દંડા મારવામાં આવે, લાફા મારીને અત્યાચાર કરવામાં આવે. હદ તો ત્યારે થાય છે જ્યારે મહિલાના ગુપ્તાંગો પર માર મારવાની શરમજનક હરકત રાજ્યની પોલીસ દ્વારા કરવામાં આવે.

અમિત ચાવડા
ફોટો સોશિયલ મીડિયા

જણાવતા ઘણુ દુઃખ થાય છે કે રાજ્યપાલશ્રીના પ્રવચનમાં રાજ્યની વાસ્તવિકતાને અણદેખી કરવામાં આવી છે. પહેલા સંવેદનશીલ સરકાર હતી જે વાતો, જાહેરાતો, ભાષણો કરતી હતી પરંતુ કઈ સંવેદનશીલતા સાથે આખેઆખી સરકારને ઘરે મોકલવામાં આવી તેનો જવાબ હજી મળ્યો નથી જે જનતા જાણવા માંગે છે. જનતાએ પાંચ વર્ષ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ વાળી સરકાર ચુંટી હતી. એવું તો શું થયું કે માત્ર ચાર વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખા મંત્રીમંડળને વિદાય આપવામાં આવી. ગુડ ગવર્નન્સના નામે પ્રજાના ટેક્સના પૈસે તાયફા કર્યા ત્યારે પણ અમે કહ્યું હતું કે આ ગુડ ગવર્નન્સનો નહિ પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને વાજતે ગાજતે ઘરે મોકલવાનો કાર્યક્રમ છે. આખી સરકાર બદલવામાં આવી તે જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક મોરચે સદંતર નિષ્ફળ ગઈ છે. પરંતુ ચહેરા બદલવાથી અને મંત્રીઓ બદલવાથી ચરિત્ર નથી બદલાતું તે જનતા ખૂબ સારી રીતે જાણે છે.

૨૫ વર્ષથી જનતા દ્વારા ચુંટાંતી ભાજપ સરકાર તરફથી કોરોના કાળમાં જનતાને ઘણી અપેક્ષાઓ હતી પરંતુ ગુજરાતની જનતાની એ કમનસીબી છે કે ભાજપ સરકારે તેમને આર્થિક પાયમાલ કરી મુક્યા, ભગવાન ભરોસે છોડી મૂકયા. ઓક્સિજન, હોસ્પિટલ બેડ, ઇન્જેક્શન, વેન્ટિલેટરના અભાવે જનતા મહામુશ્કેલીમાં હતી. ગુજરાતની ભાજપ સરકારની બેદરકારીના કારણે ૩ લાખથી વધુ લોકોના મૃત્યુ થયા. વારંવાર લોકોએ કહ્યું કે સ્મશાનમાં ચિમનીઓ ઓગળે છે, લાઈન વધતી જાય છે, લાકડા ખૂટે છે ત્યારે પણ સરકારે કહ્યું કે માત્ર ૧૦,૦૦૦ મૃત્યુ જ થયા છે. હું આજે ગર્વથી કહુ છું કે ગુજરાત કોંગ્રેસના કાર્યકર રાજ્યના જે પણ કોરોના મૃતકના સ્વજનને મળ્યા ત્યાંથી ૧ લાખથી વધુ લોકોએ ફોર્મ ભરીને આપ્યા.

નીતિન પટેલ ,રૂપાણી સરકાર, પેટા ચૂંટણી, ખેડૂત, કોંગ્રેસ, મુખ્યમંત્રી રૂપાણી, ગુજરાત, ગુજરાત રાજ્યસભા, વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner,રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

કોરોના મૃતકના સ્વજનોએ કહ્યું કે, આ સરકાર ની બેદરકારીના કારણે જ અમે અમારા સ્વજન ગુમાવ્યા છે. આંકડાની માયાજાળ રચતી સરકારની હકીકત ત્યારે બહાર આવી જ્યારે કોરોના મૃતકના સ્વજનની સહાય કરવા મજબૂર થવું પડ્યું, ૧ લાખથી વધુ લોકોને સહાય રૂપે વળતર ચૂકવવું પડ્યું પરંતુ હજી પણ લગભગ ૨ લાખ જેટલા લોકો આ સહાયથી વંચિત છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે સંવેદનશીલતાની વાતો કરતી સરકાર વળતર ચૂકવવાના નામે પશુ અને સ્વજનની કિંમત સરખી આંકીને ૫૦,૦૦૦ ની રકમ ચૂકવે છે. અમારો સંકલ્પ આજે પણ એ જ છે કે ગુજરાતની જનતાના હક અને અધિકારની લડાઈ લડીશું, આશીર્વાદ મેળવીશું અને તમામ કોરોના મૃતકના પરિવારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ૪ લાખની સહાય અપાવીશું.

ઇન્જેક્શન વગર જનતા જ્યારે તરફડી રહી હતી, મૃત્યુ થતાં હતાં, લાંબી લાઈન લાગતી હતી ત્યારે ભાજપના ભાઉ પાસે ૫,૦૦૦ ઇન્જેક્શનનો સ્ટોક હતો. આ ઇન્જેક્શન કેવી રીતે આવ્યા, ક્યાંથી આવ્યા તેનો જવાબ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર તો ન મેળવી શકી પરંતુ જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર મેળવી શકશે તો અમને અને જનતાને આનંદ થશે. જે ભારતીય જનતા પાર્ટીએ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના વચન સાથે ગુજરાતની જનતા પાસેથી મત મેળવ્યા હોય તેના જ રાજમાં ભય પણ વધ્યો છે, ભૂખ પણ વધી છે અને ભ્રષ્ટાચાર પણ.

અમિત ચાવડા
ફોટો સોશિયલ મીડિયા

આજે મહિલા દિવસ છે દુઃખ સાથે કહેવું પડે કે જે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે એમ કહીને ભૂતકાળમાં ગર્વ લેતા હતા એજ ગુજરાતમાં આજે સુરતમાં એક માસૂમ દીકરીને ગળુંગ કાપીને હત્યા થાય, મારી નાખવામાં આવે, રાજકોટમાં સરેઆમ એક મહિલાનું નાક કાપીને સરેઆમ મહિલા શક્તિનું અપમાન કરવામાં આવે, આજે આજ ગાંધીનગર જિલ્લામાં પણ એક ઠાકોર સમાજની દીકરી ઉપર જબરજસ્તી કરવાનો પ્રયત્ન થાય અને ગળું કાપવાનો પ્રયત્ન થાય અને દુઃખની વાત તો એ છે કે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના વિસ્તારમાં પણ બે દિવસ પહેલા એક પરિણીતા પર જબરજસ્તી કરવાનો પ્રયત્ન થાય અને એ પ્રતિકાર કરે તો એસિડ છાંટવામાં આવે, ક્યાં મોઢે આપણે સલામત ગુજરાતની વાત કરીએ છે, શુ આજ સલામત ગુજરાત કહેવાય?

રૂપાણી સરકાર, પેટા ચૂંટણી, રાજ્યસભા ચૂંટણી, ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

એનો જવાબ પણ ગુજરાતની જનતાને આપવો પડશે, ગુજરાતમાં પહેલા ગુનેહગારો અને બુટલેગરો તો બેફામ હતા જ અને સરકારનો કોઈ અંકુશ ન હતો પરંતુ હવે તો પોલીસ અને પ્રશાસનમાં બેઠેલા લોકો બુટલેગરોથી વધારે ભય ફેલાવી રહ્યા છે. અભિનંદન આપીશું માનનીય ગોવિંદભાઈને કે એમણે રાજકોટમાં ઉજાગર કર્યું કે પોલીસ અધિકારીઓ દ્વારા ખંડણી ઉઘરવાવમાં આવે છે, આતો એક દાખલો આપ્યો છે, આખા ગુજરાતમાં એક પણ તાલુકો જિલ્લો એવો બાકી નથી કે ત્યાં પોલીસ અને પ્રશાસનમાં બેઠેલા લોકો સરકારના કોઈપણ જાતના ભય વગર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને ખંડણીઓ ઉઘરાવી રહ્યા છે. આ બેકાબુ થયેલી વ્યવસ્થાને કાબુમાં લાવવાની જવાબદારી સરકારની છે, ગુજરાતમાં શાંતિ સલામતી હતી એની પાછળ નું કારણ દારૂબંધી હતી, આજે કાયદો ક્યાં છે?

ગુજરાત ભાજપ, મુખ્યમંત્રી રૂપાણી, પેટા ચૂંટણી, અમિત ચાવડા, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો કે બે વર્ષમાં 600 કરોડ કરતા વધારે દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજો પકડાયા પરંતુ આ તો ખાલી પકડાયાનો આંકડો છે પરંતુ ના પકડાયેલો આંકડો 100 ગણો વધારે હોય શકે છે, આ ગુજરાતના યુવાનોને નશાખોરી અને ડ્રગ્સના રવાડે ચઢાવવાનું પાપ જો કોઈ એ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી ની સરકારે કર્યું છે. આજે મહિલા દિવસે સેવાદળની મહિલાઓ ઉપર પોલીસનો અમાનુષી અત્યાચાર કરીને આજનો દિવસ કલંકિત કરવામાં આવ્યો છે, આ બનાવ બન્યો એ આખા દેશ અને ગુજરાતના મીડિયાએ લાઈવ દર્શાવ્યો છે અને પુરાવા ઉપલબ્ધ છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી શ્રી સીડી બતાવવાની વાત કરે છે. અમારા પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર , વિરોધ પક્ષના નેતા શ્રી સુખરામ રાઠવા અને દંડક શ્રી સી.જે.ચાવડા આ બાબતે રજુઆત કરવા ગયા તો તેમની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી આજ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દર્શાવે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!