વિજય રૂપાણી સરકારમાં પણ કોણ બનશે મુખ્યમંત્રીની ચર્ચાઓ ચાલતી હતી અને કેટલીક વાર તો એવી ચર્ચાઓનું ચકડોળ જામ્યું હતું કે બદલાશે મુખ્યમંત્રી અને કેટલાય નેતાઓ ના નામ ચાલવા માંડ્યાં હતા અને રાજકીય ભૂકંપ સર્જાયો હતો. ભાજપ વિજય રૂપાણી નો વિકલ્પ શોધવા માટે માથામણ શરૂ કરી હતી અને એ વાત લીક થઈ ગઈ હતી. અને અંતે વિજય રૂપાણી ના સ્થાને ભુપેન્દ્રભાઇ પટેલને ગુજરાતની કમાન સોંપવામાં આવી. હવે ફરી ગુજરાતની ચૂંટણી નજીક છે ત્યારે આવી જ ચર્ચાઓ એ ફરી બજાર ગરમ કરી નાખ્યું છે. જોકે છેલ્લા ઘણા સમયથી એટલે કે વિજય રૂપાણી ના સ્થાને ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારથી આ ચર્ચાઓ વંધ થકઇ ગઈ હતી પરંતુ હવે ફરી આજ ચર્ચાઓને વેગ મળ્યો છે.

ઘણા સમયથી ચાલતી ચર્ચા કોણ હશે મુખ્યમંત્રી પદના દાવેદાર અને ગુજરાત ભાજપનો ચહેરો ની ચર્ચાઓ કેટલાક સમયથી શાંત હતી. પણ હવે ભાજપના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી ના એક નિવેદને રાજકીય ચર્ચાઓ સાથે ગુજરાતના રાજકારણમાં અચાનક ગરમી વધારી દીધી છે. ભાજપ નેતાઓમાં મુખ્યમંત્રી બનવાની હોડ તો લાગેલી જ છે અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં મંત્રી બનવાની લાલચે જોડાય છે. ભાજપના જુના ધારાસભ્યોને મુખ્યમંત્રી બનવાની લાલચ જાગી છે. હવે આ તમામ વચ્ચે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને ફરી કોણ બનશે મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપ નો ચહેરો કોણ હશેની ચર્ચાએ જોર પકડ્યું છે.

આવા સમયમાં ભાજપના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી પ્રદીપ પરમારે સૌથી મોટું નિવેદન આપ્યું છે. મંત્રીજીના નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે અનેકેટલાય સમયથી ઠંડાબસ્તામાં પડેલી ચર્ચાએ ફરી રાજકીય ગરમાવો લાવી દીધો છે. મંત્રીજી એ આગામી ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી બનશે કહીને રાજકીય ગરમહટ વધારી દીધી છે. અને મુખ્યમંત્રીના ફેસ બાબતે ચર્ચાઓ થવા લાગી છે. મંત્રીજી એ આગળ કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી નો ચહેરો હશે અને તેમની આગેવાની માજ 2022ની વિધાનસભા ચૂંટણી લડવામાં આવશે. અને ગુજરાતમાં ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર બનશે.

જણાવી દઈએ કે પ્રદીપ પરમાર અમદાવાદની અસારવા વિધાનસભાથી ધારાસભ્ય છે અને ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી છે એટલે તેમનું નિવેદન મહત્વનું ગણી શકાય છે. જણાવી દઈએ એકે પ્રદીપ પરમાર પણ ચૂંટણીના મૂડમાં આવી ગયા છે અને પોતાના વિસ્તારમાં બુથ લેવલ પેજ સમિતિની રચના કરવાની કામગીરી કરવા લાગ્યા છે. ધારાસભ્ય અને મંત્રી પ્રદીપ પરમારે સ્પષ્ટ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં અમારું નેતૃત્વ ભુપેન્દ્રભાઈ પટેલ જ કરશે અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જ જીતશે અને ભુપેન્દ્રભાઈ પટેલ જ ફરી મુખ્યમંત્રી બનશે. તેમના આ નિવેદન બાદ ભાજપમાં ચર્ચાનું ચકડોળ ચાલુ થઈ ગયું છે.

બીજી તરફ કોંગ્રેસ પણ એક્શનમાં આવી ગઈ છે. દ્વારકા ચિંતન શિબિરના બહાને કાર્યકરોને ચાર્જ કરીને જનતાને એક મેસેજ આપવામાં સફળ થયેલી કોંગ્રેસ હવે ચૂંટણી માટેની આગળની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગઈ છે. દ્વારકા ઘોષણા પત્ર બહાર પાડીને માસ્ટર સ્ટ્રોક મારી દીધો છે. દ્વારકા સંકલ્પ પત્રના બહાને કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભા માટે અને ગુજરાતના ભાવિ માટેનો રોડમેપ જનતા સમક્ષ ભાજપ પહેલાં જ મૂકી દીધો છે. દ્વારકા સફળ નિવડેલી ચિંતન શિબિર અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ બાદ ભાજપ માં ગણગણાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ આ વખતે 2017 કરતા પણ વધારે મજબૂત થઈને આવે તો નવાઈ નહીં.



