GujaratPolitics

પેટા ચૂંટણી મોટો ખુલાસો! ગુજરાતમાં રાજકીય ભૂકંપ, કંપન છેક દિલ્લી સુંધી થયું!

લગભગ લગભગ સમગ્ર દેશમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. અને બિહારમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે સમગ્ર દેશનું રાજકારણ ગરમાઈ ગયું છે. ગુજરાતમાં તો ગત રાજ્યસભા ચૂંટણી પહેલાથી જ રાજકીય ગરમાંગરમી વધેલી છે. અને તેમાં પ્રાણ પૂર્યા પેટા ચૂંટણી એ ગુજરાતમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. પેટ ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષો એ પણ ફોર્મ ભરી દીધા છે આઠ બેઠકો પર કુલ 71 ઉમેદવારો મેદાને છે. જેમાં સૌથી વધારે 20 ફોર્મ લીમડી બેઠક પર ભરાયા છે. પરંતુ હજુ ફોર્મ ચકાસણી અને પાછા ખેંચવાની તારીખ બાકી છે એના બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો મેદાન એ જંગ માં છે.

પેટા ચૂંટણી, પાટીલ, જીતું વાઘાણી

પરંતુ આ વચ્ચે ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાજપના કરજણ બેઠક થી ઉમેદવાર અક્ષય પટેલ દ્વારા ચોંકાવનારું નિવેદન કરવામાં આવ્યું છે જેના બાદ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે અને આ ભૂકંપનું કંપન છેક દિલ્લી સુંધી થયું છે. દિલ્લી પણ હરકતમાં આવ્યું. વાત એમ છે કે એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અક્ષય પટેલ દ્વારા ધડાકો કરવામાં આવ્યો હતો કે તેઓ જ્યારે કોંગ્રેસમાં હતાં ત્યારે તેમને 50-52 કરોડની ઓફર કરવામાં આવી હતી જેના બદલામાં તેમને રાજીનામુ આપવાનું હતું.

પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

અક્ષય પટેલે ખાનગી ચેનલને જણાવ્યું હતું કે કોણ હતું એ ખ્યાલ નથી અને મેં પૂછેલું પણ નહીં. પત્રકારે વધારે સવાલ કરતાં અક્ષય પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફાર્મ હાઉસ પર મિટિંગ થઈ હતી અને 52 કરોડની ઓફર કરવામાં આવી હતી. અક્ષય પટેલના જણાવ્યા મુજબ તેમને લોકસભા ચૂંટણી પહેલા આ ઓફર થઈ હતી જ્યારે તેઓ કોંગ્રેસ માં હતા અને ધારાસભ્ય હતા. અક્ષય પટેલના ધડાકા બાદ ગુજરાતમાં રાજકીય ભુકંપ સર્જાયો છે અને આ ભૂકંપ નું કંપન છેક દિલ્લી સુંધી થયું છે. હવે આગામી સમયમાં આ ભૂકંપના આંચકા વધારે તીવ્રતા થી આવે એમ છે.

અક્ષય પટેલના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આડેહાથ લેવામાં આવ્યા હતાં. અમિત ચાવડા એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પેટા ચૂંટણી માં કરજણથી ભાજપ ના ઉમેદવાર અક્ષય પટેલે મીડિયાને જણાવ્યું કે, લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ માંથી રાજીનામુ આપવા માટે 52 કરોડની ઓફર મળી હતી. શું આ નરેન્દ્ર મોદી ના લોકો દ્વારા કરવામાં આવી હતી? મની લોન્ડરીગનો કેસ દાખલ કરીને તપાસ ED અને CBI ને સોંપવામાં આવે.

અમિત ચાવડાના નિવેદન બાદ દિલ્લીમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુરજેવાલા એ સુપ્રીમ કોર્ટ, ભાજપ અને મીડિયા પર સવાલ ઉભા કર્યા હતાં. સૂરજેવાલા એ કહ્યું હતું કે, જો કરોડો રૂપિયાથી ધારાસભ્યો ખરીદીને જનમતનું અપહરણ કરવાનો આ પુરાવો નથી તો પછી આનાથી મોટો કયો પુરાવો હોઉં શકે? શું સુપ્રીમ કોર્ટ આ બાબતે સંજ્ઞાન લઈને ભાજપને સવાલ કરશે? શું ટીવી ચેનલો પ્રશ્નો પૂછશે? શું આ ભ્રષ્ટાચાર અંગે ચર્ચા થશે? શું ઇડી-સીબીઆઈ દરોડા પાડશે? દેશ પ્રશ્નો પૂછે છે.

પેટા ચૂંટણી, ભાજપ, મોદી સરકાર, રઘુરામ રાજન
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, સુરજેવાલાના નિવેદન બાદ દેશમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. પરંતુ સવાલ એ છે કે અક્ષય પટેલને 52 કરોડ ઓફર કરનાર કોણ હતાં અને તેઓને કોના ફાર્મ હાઉસ પર બોલાવવામાં આવ્યા હતા જો અક્ષય પટેલ સાચું બોલતાં હોય તો સાચેમાં આ તપાસનો વિષય છે. જનતાના ટેક્સના પૈસે આવા તાગડધિન્ના કરતાં નેતાઓ પર આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદીદેવામાં આવવો જોઈએ. પાર્ટી બદલવી એ માત્ર કોઈ પાર્ટી સાથે દ્રોહ નથી પરંતુ લોકશાહીની નિર્મમ હત્યા છે જનતમતનું અપમાન છે. ઉપરથી પેટા ચૂંટણીનો પણ તમામ ખર્ચ પણ જનતાના ટેક્સના પૈસે જ થાય છે. જે કરણ વગરના બોઝમાં વધારો થાય છે. આ માટે એક કડક કાયદાની જરૂર છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!