
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો પર પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. આ આઠ બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની તાડામાર તૈયારીઓ થઈ રહી છે. પાટીલ ની અધ્યક્ષતા વાળી ગુજરાત ભાજપ માટે દિવસેને દિવસે માઠા સમાચાર આવી રહ્યા છે. પહેલા ગુજરાતમાં યોજાયેલી નગરપાલિકાની ચુંટણીઓમાં ભાજપના ગઢમાં જ હાર અને હવે આઠ પેટા ચુંટણી પર માઠા સમાચાર આવી રહ્યા છે.

પાટીલ ની આગેવાની વાળી ભાજપમાં હાલમાં વિરોધ ચરમ સીમાએ છે ત્યારે આગામી સમયમાં મોટું ભંગાણ પડે તો નવી નહિ. ગત મહીને ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પક્ષ વિરોધી કામ કરતાં 38 જેટલા સદસ્યોને સસ્પેન્ડ કર્યા હતા. પોતાની જ પાર્ટીમાં વિરોધનો વંટોળ ભાંપી જતા ભાજપ દ્વારા આગામી પેટા ચુંટણી પહેલાં એક સર્વે કરાવવામાં આવ્યો છે. જેમાં ભાજપ માટે ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં યોજનારી પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ થવાની જોડે ભાજપએ કરાવેલા સર્વેના લીધે ભાજપના દિગ્ગજ નેતાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. ભાજપ દ્વારા પેટાચૂંટણી અંગે ખાનગી એજન્સીઓ પાસે બીજો સર્વે કરાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સૂત્રોએ આપેલ માહિતી મુજબ સર્વેમાં એવા પરિણામો સામે આવ્યા છે કે તેના લીધે ભાજપ સરકારની ઊંઘ ઊડી છે. સર્વે મુજબ ભાજપને આઠેય સીટો પર મોટુ નુકસાન વેઠવું પડશે તેવું લાગી રહ્યું છે.

સર્વેમાં ભાજપની ઊંઘ ઉડી જાય તેવા પરિણામો સામે આવ્યા
પાંચ સીટો પર ભાજપના સંભવિત ઉમેદવારોના નામના લીધે પાર્ટીમાં જ અસંતોષનો માહોલ છે. અને આ પાંચ સીટો પર ઉમેદવારોના લિધે ભાજપની હાર થઈ શકે છે. સર્વેમાં તેવું તારણ સામે આવ્યુ છે. આ અગાઉ પણ ભાજપ દ્વારા કરાવેલા સર્વેમાં આઠ માંથી ચાર સીટો પર જીત મળવાના પરિણામો સામે આવ્યા હતા. તો હાલના સમયમાં ભાજપને આઠેય સીટો પર નુકસાની થઈ શકે છે.

જણાવી દઈએ કે ભાજપ દ્વારા આ સર્વેની કામગીરી એક ખાનગી એજન્સીને સોંપવામાં આવી હતી. આ સર્વેના પરિણામ જોતા ગુજરાત ભાજપમાં ભયનો માહોલ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાટીલની આગેવાની વાળી ગુજરાત ભાજપ દ્વારા કરાવાયેલા બીજા સર્વેમાં ચોકવાનારા પરિણામો સામે આવ્યા છે તેના કારણે ભાજપ સતર્ક થઇ ગયું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સર્વેમાં ભાજપને ખાલી પડેલી તમામ ૮ વિધાનસભા બેઠકો પર થઈ શકે છે મોટું નુકસાન.

મતલબ એ કાઢી શકાય કે ભાજપમાં જે બહાર સબ સલામત દેખાય છે તેમ નથી. પાંચ બેઠકો પર લગભગ ઉમેદવાર નક્કી છે પરંતુ આ સંભવિત ઉમેદવારોના નામ સામે પાર્ટીમાં અસંતોષનો માહોલ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાંચ સીટો પર ઉમેદાવારોના લીધે અને કાર્યકરોના અસંતોષના કારણે જ ભાજપને મોટું નુકશાન થઈ શકે છે તેવું તારણ સામે આવ્યું છે.

ગુજરાત રાજ્યની વિધાનસભાની આઠ સીટોની પેટાચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપે ધમધમાટ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાંધીનગર ખાતે આવેલા ભાજપ કાર્યાલય કમલમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપના વિવિધ મોરચા તથા સેલના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પેટાચૂંટણીના સંકલન ઈન્ચાર્જ અને સંગઠન મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. તો આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો
- સીઆર પાટીલ જૂઠું બોલ્યા પત્રકારે વિડીયો જાહેર કરી કહ્યું! ભાજપ અધ્યક્ષે ઝાટક્યા!
- પંજાબમાં ખેતી બચાઓ યાત્રામાં રાહુલ ગાંધી એ કરી મોટી જાહેરાત! મોદી સરકારને કહ્યું…
- નિર્ભયા કેસમાં મહત્વનો રોલ ભજવનાર યોગીતા ભયાના એ કહ્યું કસમ ખઉ છું હાથરસના આરોપીઓને…
- ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર જવાબદારી માંથી છટકી? ઢોળ્યું અમિત શાહ પર!
- પ્રિયંકા ગાંધી નો ઈન્દિરાવતાર! યોગીની પોલીસને છૂટ્યો પરસેવો!
- રાહુલ ગાંધી નો મોટો દાવ! સાંસદોને દિલ્લી ભેગા થવા કહ્યું! યુપીમાં યોગીની મજબૂત તૈયારી!
- રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીના જોર સામે ઝૂક્યા યોગી આદિત્ય નાથ! રાહુલે કહ્યું કોઈ તાકાત…
- ભાજપમાં ભંગાણ! ભાજપના કદ્દાવર નેતાએ યોગીને મોઢે કહ્યું તમે ભાજપની છબી ખરડી!
- યોગીની મોટી ચાલ રાહુલ પ્રિયંકા હાથરસ પ્રવાસ નિષ્ફળ કરવા પહેલાં જ લીધા હતા આ પગલાં!
- ભરત સોલંકી નો કોરોનામાં મહામારી વિક્રમ! સમગ્ર એશિયામાં બન્યા પ્રથમ એશિયન