IndiaPolitics

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર જવાબદારી માંથી છટકી? ઢોળ્યું અમિત શાહ પર!

ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટના અને તેના પર ઉત્તર પ્રદેશ વહીવટીતંત્રની લીપાપોતી પર દેશભરમાં આક્રોશ છે. યોગી સરકાર દ્વારા સમગ્ર હાથરસને બંદી બનાવી લેવામાં આવ્યું હતું. મીડિયા, નેતા અને વકીલ કોઈને પણ પીડિતાના પરિવાર સાથે મળવાની પરમિશન આપવામાં આવી નોહતી અંતે ગઈ કાલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દ્વારા મજબૂત દબાણ કરવામાં આવતાં સવારે મીડિયા માટે અને બપોરે કોંગ્રેસના ડેલીગેશન ને પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ તોય ન્યાય માટે જનતામાં રોષ તો છે જ.

યોગી સરકાર, ભાજપમાં ભંગાણ, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

આ બાબતે જનતા રોષથી બચવા માટે યોગી સરકાર દ્વારા અનેક તરકીબો કરવામાં આવી એટલુંજ નહીં પોલીસ અધિકારીઓના માથે ઠીકરું ફોડીને તેમને સસ્પેન્ડ કરીને પોતાની છબી સાફ કરવાના પણ પ્રયત્નો થયા હતાં. વિપક્ષી પાર્ટીઓ દ્વારા ડીએમ ને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી પરંતુ હજુ પણ યોગી સરકાર દ્વારા ડીએમ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દ્વારા પીડિતાના પરિવાર સાથે મુલાકાત બાદ યોગી સરકાર પર ગુનેગારો પર કાર્યવાહીની માંગણી અતિ ઉગ્ર બની છે ત્યારે યોગી સરકાર હાલમાં કોઈ પણ જાતનું રિસ્ક લેવા માંગતી ના હોય તેમ લાગી રહ્યું છે.

યોગી સરકાર, ભાજપમાં ભંગાણ, હાથરસ, પ્રિયંકા ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

હાથરસનો મામલો વધારે ઉગ્ર બની ગયો છે તેમાં પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સમેત કોંગ્રેસ ડેલીગેશન પીડિતાના પરિવારને મળ્યા બાદ યોગી સરકારને લાગ્યું લાગ્યું કે મેટર ધીમે ધીમે પોતાના હાથમાંથી નીકળતી જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે હાથરસ દુષ્કર્મ કેસની તપાસ CBIને સોંપવાનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી જઘન્ય ઘટના ના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાબતે પર પણ લોકોનો રોષ ફૂટી નીકળ્યો છે.

ભાજપ નેતાઓ દ્વારા પણ યોગી સરકાર અને તેમની પોલીસ દ્વારા હાથરસમાં કરવામાં આવેલી કાર્યવાહી બાબતે ટીકા થઈ હતી. ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ પણ યોગી આદિત્યનાથ પર ભાજપની છબી બગાડવાનો આરોપ લગાવ્યો હતો. તો આ બાબતે કોંગ્રેસ નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધીએ ગઈ કાલે પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ ડેલીગેશને પીડિતાના પરિવારને ખાતરી આપી હતી કે તેઓ ન્યાય માટે લડશે. આ અગાઉ હાથરસ જતાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી હતી અને 203 જેટલા લોકો સામે ગુનો નોંધી ફરિયાદ પણ ફાડી હતી.

શું હતી ઘટના?

૧૪ સપ્ટેમ્બરે UPના હાથરસમાં જઘન્ય ઘટના બની. 19 વર્ષની એક યુવતી ખેતરમાં ઘાસ કાપી રહી હતી ત્યારે ચાર હવસખોરોએ પાછળથી આવીને તેનું મોં દબાવી દીધું ને પછી દુપટ્ટાથી મોં બાંધી દઈ તેને ઢસડીને દૂર લઈ ગયા. આ હેવાનોએ એક પછી એક બળાત્કાર ગુજાર્યો અને બળાત્કાર બાદ તેને માર મારવાના કારણે યુવતીની કરોડરજ્જુ તૂટી ગઈ હતી તથા ગળા પાસે સંખ્યાબંધ ફ્રેક્ચર થઈ ગયાં હતાં. હેવાનોને આ અત્યાચારોથી સંતોષ ના થયો તેમજ યુવતી બોલીને આપવીતી જણાવી ના શકે એટલે યુવતીની જીભ પણ કાપી નાખી હતી.

કેમ યોગી સરકાર પર છે ફિટકાર?

યોગી સરકાર, ભાજપમાં ભંગાણ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, rahul gandhi, priyanka gandhi, yogi sarkar, hathras
ફોટો સોશિયલ મીડિયા

ફરિયાદ મોડી કરવામાં આવી, તપાસમાં ઢીલ અને લીપાપોતી કરવામાં આવી, યોગ્ય સમયે પીડિતા સાથે બળાત્કાર થયો છે કે નહીં તેના સેમ્પલ લેવામાં ન આવ્યા અને મોટામાં મોટો આરોપ હિન્દૂ સંસ્કૃતિમાં સૂર્યાસ્ત બાદ અંતિમ ક્રિયા થતી નથી પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા પીડિતાના અડધી રાત્રે જ અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા અને એ પણ તેના માતા પિતા પરિવારના કોઈ વ્યક્તિને હાજર રાખ્યા વગર. પીડિતાના પરિવારને ધમકાવવામાં આવ્યો, સમગ્ર ગામની ઘેરાબંધી કરીને મીડિયા, નેતા તેમજ વકીલને પણ પીડિતાના પરિવાર કે ગામના કોઈપણ સદસ્યને મળવા દેવામાં ના આવ્યા. દેશમાં પીડિત પરિવારને ન્યાયની માંગ ઉઠી છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!