IndiaPolitics

પ્રિયંકા ગાંધી નો ઈન્દિરાવતાર! યોગીની પોલીસને છૂટ્યો પરસેવો!

યુપીના હાથરસમાં 19 વર્ષની દલિત યુવતી સાથે ગેંગરેપ અને મર્ડરને લઈને સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને આક્રોશનો માહોલ છે. અને તેમાં પણ ઉત્તર પ્રદેશ પોલીસ અને વહીવટીતંત્ર શંકાના ઘેરામાં છે. કારણ કે, વહીવટી તંત્ર પોલીસ સાથે મળીને પરિવારની મરજીની વિરુદ્ધ અને હિન્દૂ સંસ્કૃતિ વિરુદ્ધ અડધી રાત્રે જ પીડિતાના જ અંતિમ સંસ્કાર કરી દીધા અને હવે એસઆઈટી તપાસના નામે આખા ગામને બંધક બનાવ્યું હોય તેમ ચારે બાજુથી ગામની કિલ્લાબંધી કરી દીધી છે. જે ઘણા સવાલો જન્માવે છે. ત્યારે આજે ફરીથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દ્વારા ઉત્તર પ્રદેશ જવાની જાહેરાત કરી હતી.

હાથરસ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

આજે ફરીથી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના હાથરસ જવાની જાહેરાત કરી હતી અને કોંગ્રેસના તમામ સાંસદોને દિલ્લીથી હાથરસ જવાનું પણ જણાવ્યું હતું જેના માટે બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તમામ સાંસદો સાથે હાથરસ અને પીડિત પરિવારને મળવા બપોરે નીકળી ગયા હતા. પરંતુ યોગી સરકાર દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસના કાર્યકરો પણ સ્વયંભૂ જોડાઈ ગયા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્વારા પોલીસ અને બેરીકેડનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો.

હાથરસ, પ્રિયંકા ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

પોલીસના ખડકલા અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચકમક ત્યારે ઝરી જ્યારે પોલીસ દ્વારા રાહુલ અને પ્રિયંકા ને હાથરસ જતાં રોકવામાં આવ્યા. કોંગ્રેસ કાર્યકરો પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના કાફલા સાથે ચાલતાં હતા. પોલીસ દ્વાર કાર્યકરોને પણ અટકાવવામાં આવ્યા હતાં અને ત્યારબાદ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. કાર્યકરો પાર લાઠીચાર્જ થતાં જોઈ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગાડી માંથી બહાર ઉતરી ગયા હતા અને પોલીસને લાઠીચાર્જ કરવાની ના પાડી હતી પરંતુ પોલીસ પ્રશશન દ્વારા લાઠીચાર્જ ચાલુ રાખતાં પ્રિયંકા ગાંધી પોલીસ અને કાર્યકારો વચ્ચે ઉતરી ગયા.

પ્રિયંકા ગાંધી એ કોંગ્રેસના કાર્યકરોને પોલોસની લાઠીથી બચાવ્યા અને મામલો થાળે પડવાનો પ્રયત્ન કર્યો. પોલીસને વારંવાર કહેવા છતાં પોલીસ દ્વારા ના અટકતાં પ્રિયંકા ગાંધી ખુદ કાર્યકરોને બચવવામાટે પોતાનો જીવ જોખમમાં નાખીને રસ્તે ઉતરી ગયાં હતાં. ઉત્તર પ્રદેશ પોલીસ પણ ચોંકી ગઈ હતી કે ખુદ પ્રિયંકા ગાંધી રસ્તા પર ઉતરીને કાર્યકરોનો બચાવ કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી ના સાહસથી યુપી પોલીસમાં સોંપો પડી ગયો હતો અને લાઠીચાર્જ બંધ કરવાની ફરજ પડી હતી. ઇન્દિરા ગાંધી પણ કાર્યકરો માટે આવી જ રીતે રસ્તે ઉતરતા તે આજે પ્રિયંકા ગાંધીએ યાદ અપાવી દીધું.

અંતે ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્વારા પાંચ લોકોને હાથરસ પીડિતાના પરિવારને મળવા જવાની પરમિશન આપવામાં આવી છે જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પી એલ પુનિયા, કેસી વેણુગોપાલ અને અધિરંજન ચૌધરી શામેલ છે. રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી હાથરસ પહોંચી ગયા છે અને પીડિતાના ઓરિવાર સાથે મુલાકાત કરી રહ્યા છે. આજે સવારે જ રાહુલ ગાંધી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દુનિયાની કોઈ તાકાત મને હાથરસ જતા નહીં રોકી શકે. ત્યારે જ અંદેશો હતો કે આજે યોગી સરકાર દ્વારા નાછૂટકે પરમિશન આપવી પડશે. તેમજ આજે મીડિયાને પણ હાથરસમાં પીડિતાના પરિવાર સાથે વાતચીત કરવાની પરમિશન આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રાહુલ પ્રિયંકા દ્વારા હાથરસ જવા માટે કુચ કરી હતી પરંતુ યોગી સરકાર દ્વારા તેમની આ કૂચને નિષ્ફળ બનાવી દીધી હતી અને રાહુલ પ્રિયંકા સમેત કુલ 203 લોકો સામે ફરિયાદ યુપી પોલીસ દ્વારા નોંધવામાં આવી હતી. પરંતુ આજે આ બાબતે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળતાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર ભીંસમાં મુકાઈ ગઈ હતી અને છેલ્લે રાહુલ પ્રિયંકા મળીને કુલ પાંચ વ્યક્તિઓને હાથરસ જવાની પરવાનગી આપવામાં આવી હતી.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!