
પ્રિયંકા ગાંધી ઝારખંડમાં પ્રથમવાર ચૂંટણી સભા સંબોધન કરવા પહોંચ્યા હતા. પ્રથમવાર ચૂંટણી સંબોધન કરવા ઝારખંડ પહોંચેલા પ્રિયંકા ગાંધીને જોવા સાંભકવા લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. સ્વાભાવિક છે ચૂંટણી છે એટલે ભાજપ કોંગ્રેસ અમને સામને હોય જ. ભાજપ નેતા અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઝારખંડમાં ચૂંટણી સભા સંબોધી ચુક્યા છે અને તેઓ પણ મંચ પરથી કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓને આડે હાથ લેતા નજરે ચડ્યા હતા. ત્યારે હવે પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી પ્રચાર વખતે ભાજપ અને સહયોગી પાર્ટીઓ પર રાજકીય પ્રહાર કરવાનું ચુક્યા નથી.

કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી ઝારખંડના પાકુરમાં ચુનાવી જનસભા સંબોધી રહ્યા હતા. નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવેલા એક એક આરોપના જવાબ આપી રહ્યા હતા. તો પ્રિયંકા ગાંધીએ આદિવાસીઓના વીર યોદ્ધાઓને યાદ કરીને ભાષણની શરૂઆત કરી હતી. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, હજારો આદિવાસીઓ અને ઝારખંડીઓ ના સંઘર્ષ અને કુરબાનીથી આ પ્રદેશ બન્યો છે. જલ જંગલ જમીન તમને મફત નથી મળ્યા આ માટે તમે લાંબી લડાઈ લડ્યા છો. સંઘર્ષની આ શીખ તમને મહાન યોદ્ધા સિદ્ધુ અને કાંન્હુ થી મળી છે. તેમને મારા પ્રણામ.

તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી ઝારખંડની આત્મા અને આદિવાસીઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જંગલના હજારો રંગ હોય છે પરંતુ ભાજપની વિચારધારા આ રંગે પ્રતિ અંધ છે. તમારા જલ જંગલ જમીનના સંઘર્ષમાં ઇન્દિરા ગાંધી હંમેશા તમતી સાથે રહ્યા હતા. જલ જંગલ જમીન પર તમારો સૌનો અધિકાર કાયમ રાખવામાટે કામ કર્યું હતું. પરંતુ ભાજપ સરકાર તેમના ધનિક મિત્રો માટે તમારી જમીન છીનવી રહી છે. આદિવાસીઓ માટે સંઘર્ષ કરવો કોંગ્રેસની આત્મામાં છે, તમારી સંકૃતિનું સંરક્ષણ કરવું અને સુરક્ષિત રાખવી તે કોંગ્રેસના કણ કણમા છે.

પ્રિયંકા ગાંધીએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધી એ ઝારખંડની રેલીમાં જણાવ્યું હતું કે, સત્ય એ છે કે ભાજપે 12 લાખ ગરીબ પરિવારોનું રેશનકાર્ડ રદ કર્યું છે. કોંગ્રેસને 35 કિલો ચોખા મળતાં હતાં, જે આજે ભાજપ શાસનમાં માત્ર 5 કિલો મળી રહ્યા છે. આમ પ્રિયંકા ગાંધીએ ઝારખંડ ભાજપની નિષ્ફળ નીતિઓની આકરી ટીકા કરી હતી. પ્રિયંકા એ ઝારખંડની રાઘુવર દાસ સરકાર સામે સવાલોની હારમાળા સર્જી હતી અને તેમને ખેડૂતો અને ગરીબ વિરોધી ગણાવ્યા હતા.

ભાજપની ભ્રષ્ટ અને નિષ્ફળ સરકાર જણાવે કે તેઓએ 5 વર્ષમાં યુવાનોને રોજગાર આપ્યો? તેમનું પલાયન રોકયું? કેટલા ઉદ્યોગ સ્થાપ્યા? કેટલી કોલેજો ખોલી? કેટલા લોકોને ગરીબી માંથી ઉગાર્યા? મહિલાઓનું સુરક્ષા કરી? 5 વર્ષમાં ઝારખંડના ખેડૂતને શુ તેમના પાકનો ખર્ચ બમણો મળ્યો? તેમનું દેવું માફ થયું? શું ખાતર અને સિલિન્ડર સસ્તુ થયું છે? યુવાનોને રોજગાર મળ્યો? જો સરકાર ખેડૂતની મદદ ન કરે તો કેવી સરકાર છે આ. ભાજપના શાસનમાં આજે ડુંગળી ₹ 150 કિલોમાં વેચાઇ રહી છે. પેટ્રોલ, ડીઝલ, કઠોળ, લોટ, ફોન ડેટા બધું મોંઘુ થઈ ગયું છે. તેમનું એક જ સૂત્ર છે – ગરીબો પાસેથી છીનવી લો, ધનિકને આપો.

આજે દેશના ખૂણે ખૂણે મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે. યુપીમાં ભાજપના ધારાસભ્યએ એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો. ભાજપ સરકાર કશું બોલી નહીં, પરંતુ તે ધારાસભ્યનું રક્ષણ કર્યું. મોદીજી દેશની સત્યતા પર બોલતા નથી. જો તેઓ બોલે તો તેઓ બહાના બનાવે છે. જે રીતે બાળક સ્કૂલમાં નાપાસ થયા બાદ બહાના બનાવે છે, તેવી જ રીતે મોદીજી પણ બહાના બનાવે છે. તમામ રીતે, નિષ્ફળ વડા પ્રધાન માત્ર વિભાજન કરવા માગે છે. જ્યારે અર્થવ્યવસ્થાની નિષ્ફળતાની ચર્ચા થઈ, ત્યારે તેમણે લોકોને વિભાજન કરવાનું કામ કર્યું.

પ્રિયંકા ગાંધી એ પોતાના ભાષણના અંતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતા કહ્યું કે, માત્ર ખોખલી ચુનોતી આપવા વડા પ્રધાન અહીંના મંચ પર ઉભા હતા. પરંતુ હું અહીંથી ઝારખંડની જનતા વતી વડા પ્રધાનને પડકારું છું કે તેઓ- સંથલ પરગના અધિનિયમ, ભૂખમરીથી થયેલ મૃત્યુ, બેકારી, બળાત્કાર, ભ્રષ્ટાચાર પર બોલે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષનો આક્ષેપ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની ભાજપ સરકાર દ્વારા આ અતિ સંવેદનશી મુદ્ઓદા પર ક્યારેય વાત કરવામાં નથી આવી કે ખુલીને ચર્ચા કરવામાં નથી આવી. ઝારખંડમાં આજે અંતિમ તબક્કાનું મતદાન છે ત્યારબાદ 23 તારીખે મતગણતરી છે.

- આ પણ વાંચો…
- દિલ્લીમાં વિદ્યાર્થી આંદોલન હિંસા અને પોલીસ સાથે ઘર્ષણ અંગે હાર્દિક પટેલ નું મોટું નિવેદન જાણો!
- આજથી શરૂ થયો લક્ષચંડી મહાયજ્ઞ. આટલી ભવ્યતા એક સાથે બનાવશે અનેક રેકોર્ડ! જાણો!
- રૂપણી સરકારની મુશ્કેલીમાં વધારો! LRD ભરતીકાંડ મુદ્દે આજે મહારેલી! લોક કલાકારોનું સમર્થન! જાણો!
- પ્રિયંકા ગાંધી એ કહ્યું કઈંક એવું કે પાર્ટીના સિનિયર નેતાઓને નહીં ગમે! જાણો!
- ખાડો ખોદે તે પડે જેવું થયું સ્મૃતિ ઈરાની સાથે! રાહુલ ગાંધી ને ફસાવવા જતાં ખુદ ફસાયા! જાણો!