
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના લગ્નની તારીખો જાહેર થઇ ગયા બાદ તેમના વિશે ઘણી અફવાહો ફરી રહી હતી અને હાર્દિક પટેલની છબીને નુકશાન કરવાના બદીરડે આ અફવાહ ફેલાવવામાં આવતી હતી. પાટીદાર આંદોલનકારી હાર્દિક પટેલના લગ્ન વિશે તેમજ તેના પ્રેમ પ્રકરણની ઘણા સમયથી ચર્ચાઓ થતી હતી. અને આ બાબતે ઘણી અફવાહો પણ બજારમાં ફરી રહી હતી.

વાત એમ છે કે હાર્દિક પટેલ વિષે એવી અફવાહ ફેલાવવામાં આવી રહી છે કે પાટીદાર અનામત અંદોલન ઉભું કરનાર અને પટેલ સમાજના હિતની વાત કરનાર હાર્દિક પટેલ પોતેજ પાટીદારની દીકરી સાથે લગ્ન નહિ કરે!! આ ભ્રામક વાતો છે અને તદ્દન અફવાહ હતી.

હાર્દિક પટેલ સુરેન્દ્રનગરની કિંજલ પટેલ નામની યુવતી સાથે લગ્ન કરી લીધા છે. કિંજલ અને હાર્દિક શાળામાં સાથે જ અભ્યાસ કરતાં હતાં પરંતુ કિંજલ પટેલના પિતાની સુરત બદલી થઇ જતાં બન્નેનો સંપર્ક તૂટી ગયો હતો. જો કે આંદોલન શરુ થયા પછી ફરીથી બન્ને સંપર્કમાં આવ્યા હતાં.

ગત તારીખ ૨૬ અને ૨૭ તારીખે હાર્દિકના લગ્ન યોજાયા હતા. ૨૭ મી જાન્યુઆરીએ પાટીદાર અનામત આંદોલનના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલે તેમની બાળપણની મિત્રનકિંજલ પરીખ સાથે પ્રભુતામાં પગલાં પડ્યા. સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં આવેલા તેમના કુળદેવી માતાજીના મંદિરે હાર્દિકના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાર્દિક પટેલ દ્વારા પહેલા જણાવી દેવામાં આવ્યું હતું કે લગ્ન એકદમ સાદગી થઈ યોજાશે અને થયું પણ એવું જ હાર્દિકે એકદમ સાદગીથી લગ્ન કર્યા ના કોઈ મોટા નેતા ની જેમ તામઝામ કે ના કોઈ હાઇફાઈ વ્યવસ્થા કે પબ્લિસિટી સામાન્ય વ્યક્તિની જેમ લગ્ન કર્યા.

હાર્દિક વિશે અફવાહ ફેલાવવામાં આવતી હતી કે હાર્દિકે પોતાની બહેનના લગ્ન માં 50 કરોડ રૂપિયા ખર્ચો કર્યો હતો. અને હાર્દિક તેના લગ્નમાં 100 કરોડ જેટલો ખર્ચ કરશે પરંતુ થયું એકદમ ઊંધું હાર્દિક પટેલે સાદગીથી લગ્ન કરીને તમામના મોઢા બંધ કરી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે જ્યારથી હાર્દિક પટેલ દ્વારા પાટીદાર સમાજ તેમજ અન્ય સવર્ણ સમાજ માટે અનામતની લડાઈ લડવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી જ વિરોધીઓ દ્વારા હાર્દિક પટેલ ની છબી બગાડવાના પ્રયત્નો થઈ રહયા છે. પરંતુ હાર્દિક પટેલ દરેકને જડબેસલાક જવાબ આપી રહ્યો છે.