
ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે કોંગ્રેસના સિનિયર નેતા ગણાતા હતા તેમણે ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું એ પહેલાં પણ એક બે વાર પાર્ટી માંથી નિષ્ક્રિયતા બતાવી ચુક્યા હતાં. તેનું કારણ ક્યાંક ને ક્યાંક કુંવરજી બાવળિયાને માનવામાં આવતું હતું.

ઇન્દ્રનીલના રાજીનામાં બાદ લોકોને લાગતું હશે કે ઇન્દ્રનીલ ખોવાઈ ગયા છે અથવા તો ઇનએક્ટિવ થઈ ગયા છે પરંતું ઇન્દ્રનીલ ના તો ખોવાઈ ગયા છે ના તો ઇનએક્ટિવ થયા છે. હકીકત તો એ છે કે કેટલાય સમયથી ઇન્દ્રનીલ પાર્ટીના સિમ્બોલ વગર રાજકોટની આજુબાજુ અને જસદણ માં પ્રચાર કરી રહયા હતા અને એ પણ ભાજપ અને કુંવરજીના નાક નીચે. અને આ એક સોચી સમજી રણનીતિ અંતર્ગત થતું હતું તેવું અમારા અંગત સુત્રોનું માનવું છે.

એટલે કે, ઇન્દ્રનીલ છેલ્લા ઘણા સમયથી રાજકોટની આજુબાજુ તથા જસદણ માં ઘેર ઘેર, શેરીએ શેરીએ અને બારણે બારણે પ્રચાર કરી રહયા હતા અને એમની સાથે ઘણી વાર કોંગ્રેસના હાલના ઉમેદવાર અવસર નાકિયા પણ જોવા મળ્યા હતા એટલે આ સોચી સમજી રણનીતિને અંતર્ગત ઘડી કાઢવામાં આવેલી એક વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે.

કુંવરજી બાવળીયાથી નારાજ થઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ગત વિધાનસભાની ચુંટણી પછી કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો હતો તોય પણ હાલ ઇન્દ્રનીલ અવસર નાકિયાની પડખે આવી ગયા છે અને કુંવરજીને હરાવવા અવસર નાકિયાની મદદ કરી રહ્યા છે. જે ચોંકાવનારું છે એટલું જ નહીં પક્ષ દ્વારા બંધબારણે જસદણ ની તમામ જવાબદારી ઇન્દ્રનીલને સોંપવામાં આવી છે તેવી પણ શક્યતાઓ દેખાતી જણાઈ આવે છે તદુપરાંત જસદણ ના ઉમેદવાર તરીકે અવસર નાકિયા પર પસંદગીનો કળશ ઢોળવામાં પણ ઇન્દ્રનીલે મહત્વનો ભાગ ભજવ્યો છે. જો હકીકતે આવું જ હોય તો કુંવરજી અને ભાજપની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

હા આ વાત સાચી હોય શકે છે એનું બીજું કારણ એ છે કે, ઇન્દ્રનીલની દરેક નાની મોટી પબ્લિક મિટિંગમાં અવસર નાકિયાની અચુક હાજરી. અવસર નાકિયા ઇન્દ્રનીલની દરેક નાની મોટી મિટિંગમાં અચૂક હાજર રહેતા અને તેમની સાથે સાથે ફરતા હતાં. બંધબારણે કોંગ્રેસ અને ઇન્દ્રનીલની મિત્રતા કુંવરજીને હરવવા માટેનો માસ્ટર સ્ટ્રોક હોઈ શકે છે.

પરંતુ હાલ તો કુંવરજી સહિત આખાય ભાજપની ઊંઘ ઊડી ગઈ છે એક તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા યોજવામાં આવેલા અભૂતપૂર્વ શક્તિપ્રદર્શન માં ધાર્યા કરતાં વધારે લોકોનો સાથ સહકાર અને બીજું ઇન્દ્રનીલની એક્ટિવનેસ. હવે જોવાનું એ રહ્યું કે આ ખરાખરીના જંગમાં કોણ બાજી મારે છે
2 Comments