
કોંગ્રેસની સરકારને સમર્થન આપવા માટે તૈયાર થઈ ગયા હતા અટલ બિહારી વાજપેયી, પણ એક શરત સાથે.
એ રાજનૈતિક અસ્થિરતાઓનો સમય હતો, ગઢબંધનની સરકારો બનતી હતી અને પડતી હતી પરંતુ વાજપેયી ઇચ્છતા હતા કે કેન્દ્રમાં કોઈ સ્થિર સરકાર બને એના માટે એ કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર થયા હતા પણ આ માટે એમની એક શરત હતી!!
બીજેપી અને કોંગ્રેસ એક બીજાના કટ્ટર વિરોધીઓ છે. બંનેનું સાથે આવવું એટલે કે એકજ મ્યાન માં બે તલવાર એટલે કે અશક્ય. આજની ભારતીય જનતા પાર્ટી ની લીડશીપ કરતા અટલ બિહારી વાજપેયી વખતે ભાજપ અલગ હતી એવખતે અટલજીના કહેવાથી આખી ભાજપ કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર હતી પરંતુ એમની એક શરત હતી જે હતી કે કોંગ્રેસે મનમોહનસિંહને પ્રધાનમંત્રી બનાવે.
90ના દશકમાં સરકાર આજે બની કાલે પડી જેવી રાજનૈતિક અસ્થિરતા હતી કોઈ સરકાર સ્થિરતાથી ટકી શકી નહોતી એવામાં નરસિમ્હા રાઓની સરકારનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો અનેએમના બાદ બનેલી સરકારોની હાલત આજે બની કાલે પડી જેવી પરિસ્થિતિ હતી. 1996 થી 1998ના બે વર્ષની વચ્ચે ચાર ચાર સરકારો આવી અને જતી રહી એમાં બે સરકારોના પ્રધાનમંત્રી ખુદ અટલ બિહારી વાજપેયી રહી ચૂક્યા હતાં. 1996માં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બની હતી પરંતુ માત્ર 13 જ દિવસમાં અટલ બિહારી વાજપેયીએ રાજીનામુ આપવું પડ્યું હતું. પછી એચ ડી દેવગોડા આવ્યા, ગયા પછી આઈ કે ગુજરલ આવ્યા અને એ પણ ગયા. કોઈ સરકાર ટકી શકતી નહોતી બસ આ રાજનૈતિક અસ્થિરતાથી વ્યથિત થઈને વાજપેયી વિચારતા હતા કે દેશને નુકશાન થઇ રહ્યું છે દેશમાં એક સ્થિર અને મજબૂત સરકાર બનવી જોઈએ અને મજબૂત સરકાર બનાવવા માટે એમની પાસે એક પ્લાન હતો.
નરસિમ્હા રાવ પ્રધાનમંત્રી હતા અને મનમોહનસિંહ નાણાં મંત્રી હતાં. આ એજ મનમોહનસિંહ છે જેમણે ભારતીય અર્થવ્યવસ્થાને લિબરલ બનાવી, બજાર ખોલ્યા અને ઉદારીકરણ કર્યું. જેનાથી દેશના વિકાસની ગતિ વધી અને પાટા પરથી ઉતરતી દેશના વિકાસની ટ્રેન ને પાટા પર ચડાવી.
મનમોહનસિંહના અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી સાથે સરા સંબંધો હતા, ભલે તેઓ વિપક્ષી પાર્ટી માં હતા પરંતુ હંમેશા એકબીજાની ઇજજત કરતાં અને આદર માન સમ્માન આપતા હતાં.

1991માં નરસિમ્હા રાવની સરકારમાં નાણાં પ્રધાન રહેલા મનમોહનસિંહ પોતાનું બજેટ રજૂ કરવાનાં હતાં, બજેટ રજુ કર્યા બાદ બજેટ પર ચર્ચા વિચારણા થઈ એ વખતે વાજપેયીએ એ બજેટની ખામીઓ જણાવી માત્ર ખામીઓજ નહીં પરંતુ અટલ બિહારી એ એબજેટના વખાણ પણ કર્યા હતા અને સાથે સાથે મનમોહનસિંહના પણ વખાણ કર્યા હતા, બજાર ખોલવાના અને ઉદારીકરણના પગલાંને વાજપેયીએ ઐતિહાસિક ગણાવ્યા હતા અને સચેમાં એ પગલાં એ ભારતની અર્થવ્યવસ્થાને બદલી નાખી આને આજે એજ પગલાંને કારણે ભારત વૈશ્વિક મહાસત્તા બનવાની રેસમાં આવી ગયું છે.
પણ આ એક સંયોગ જ છે કે 2004માં જ્યારે વાજપેયીની રાજનીતિનો સમય પુરોથયો ત્યારબાદના 10 વર્ષ મનમોહનસિંહ ના હતા.
વાજપેયીએ એ રાજનૈતિક અસ્થિરતાના સમયમાં મનમોહનસિંહને એક સંદેશો મોકલવા માટે તૈયાર થયા અને આ સંદેશો લઈ જવા માટે એમના ખાસ અને વિશ્વાસપાત્ર આર.વી પંડિત ને પસંદ કર્યા હતાં. પરંતુ આ સંદેશો મોકલવાનું અટલ બિહારી વાજપેયીએ જાતે નક્કી કર્યું ન હતું પરંતુ લાલકૃષ્ણ અડવાણી સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ નક્કી કર્યું હતું. અટલ બિહારી વાજપેયી પાસેથી કોંગ્રેસને સમર્થન અને શરત કે પ્રધાનમંત્રી મનમોહનસિંહને બનાવવા એ વાત સાંભળીને અડવાણી પણ અટલ બિહારિ વાજપેયીની હા માં હા મિલાવવા લાગ્યા અને બંને ની સહમતીથી આ સંદેશો લઈને આર.વી. પંડિતને મનમોહનસિંહ પાસે મોકલવામાં આવ્યા હતાં. વાજપેયીએ કેહવડાવ્યું હતું કે, જો કોંગ્રેસ મનમોહનસિંહને દેશના પ્રધાનમંત્રી બનાવીને કેન્દ્રમાં સરકાર બનાવેતો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને સમર્થન આપવા માટે તૈયાર છે. મતલબ દેશમાં સ્થિર સરકાર બનાવવા માટે વાજપેયી પોતાની એકદમ કટ્ટર વિરોધી પાર્ટીને સમર્થન આપવા તૈયાર થઈ ગયા હતા. ક્યાંકને ક્યાંક અટલ બિહારી જાણતા હતા કે કોંગ્રેસ સ્થિર સરકાર બનાવી શકશે અને કોંગ્રેસને સમર્થન આપીને દેશ માજબૂતાઈથી ઉભો થઇ શકશે અને દેશનો રૂંધાયેલો વિકાસ આગળ વધી શકશે.
પરંતુ કોઈ કારણસર આ વાત આગળના વધી પણ આ એક મિસાલ બની ગઈ કે પોતાની કટ્ટર વિરોધી પાર્ટીને સરકાર બનાવવા સમર્થન આપવાની વાત કરવી અને એ પણ સામેથી પ્રસ્તાવ મોકલવો એ આજે પણ એક મિસાલ બની ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, મનમોહનસિંહ આગળ જઈને દેશના વડાપ્રધાન બન્યા અને એ પણ બે બે વખત અને એમની બંને સરકારોએ પાંચ વર્ષનો કાર્યકાળ પણ પૂરો કર્યો દેશને સ્થિર અને મજબૂત સરકાર આપીને. જે મનમોહન સિંહ ને અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બનતા જોવા માંગતા હતા એજ મનમોહનસિંહને તેમના હાલના પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ના કેહવાના શબ્દો પણ કહ્યા હતા પરંતુ એ સજ્જન વ્યક્તિએ પોતાનું કામ કરી બતાવ્યું. આજે દેશ વૈશ્વિક મહાસત્તા બનવાની રેસમાં છે.