GujaratPolitics

હાર્દિક પટેલનો હુંકાર સરકારથી જે થાય એ કરીલે મારાથી જે થશે એ હું કરી લઈશ

વિસનગર કોર્ટે રાયોટિંગ કેસમાં હાર્દિક પટેલ ને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકાર્યા બાદ હાર્દિક પટેલે જમીન અરજી કરતા જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ 2 વર્ષની સજા થતા હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી લડી શકશે નહિ. જે એક મોટા ફટકા સમાન છે તે બાબતે હાર્દિકે જણાવ્યું હતું કે અમે કોર્ટના નિર્ણયનું સમ્માન કરીએ છીએ વધુ કાયદાકીય લડાઈ લડીશ અને આ ચુકાદા સામે અમે અપીલ કરીશું.

હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકારથી થાય તે કરી લે મારાથી થાય એ હું કરીશ સરકાર અંગ્રેજ બનશે તો મને પણ ભગતસિંહ બનવામાં વાંધો નથી. જ્યારે આગામી લોકસભાની ચૂંટણી લડવા અંગે હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે, જરૂર પડ્યે હું ચૂંટણી પણ લડીશ.

અમે સાથે લડશું અને તમામ સમાજને સાથે રાખીને આગામી લડાઈ લડીશ. તેમજ 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ પર ઉતરવાને લઈ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આમરણાંત ઉપવાસ માટે અમદાવાદમાં મંજૂરી માગી છે. હું તમામ સમાજને સાથે રાખીને લડવાનો છું, જે ઈતિહાસ બદલી નાખશે.

હાર્દિક પટેલે આગળ કહ્યું કે, ભાજપ સરકાર તેમના નેતા જયંતી ભાનુશાળીના બળાત્કાર કેસ પ્રકરણને દબાવવા માટે અને જનતાનું ધ્યાન બીજા મુદ્દે દોરવા માટે અમારી સામેના કેસોમાં આ પ્રકારના ચુકાદા અપાવી રહી છે.

અનામત આંદોલણ મુદ્દે

અનામત આંદોલન મુદ્દે હાર્દિકે જણાવ્યું કે, સત્તાધારી ભાજપ એવું માનતો હોય કે હાર્દિક પટેલ ને જેલમાં મોકલવાથી આ લડાઈ પર પૂર્ણવિરામ આવશે તો સરકાર ખોટું સમજે છે એક હાર્દિક જેલમાં જાય કે મારી જાય તો પણ હજારો હાર્દિક ઉભા થશે. અને હાર્દિક પટેલ તો આંદોલન શરૂ કર્યું ત્યારથી માથે કફન બાંધીને સમાજ માટે લડી રહ્યો છે. જો સરકાર આ ચુકાદા મારફતે એમ માનતી હોય કે હાર્દિક પટેલને સજા થઈ હોવાથી તે હવે લોકસભા ચૂંટણી નહીં લડી શકે. પરંતુ હાર્દિક પટેલ જરૂર પડે ચૂંટણી જંગમાં પણ ઝંપલાવશે.હું નહિ તો મારા જેવા હજારો હાર્દિક ઉભા થશે સમાજ અને દેશ માટે લડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!